Thursday, 8 August 2013

૮ મી ઑગસ્ટ


  સિધ્ધેશ્વરી દેવી

               સંગીત ગાયિકા સિધ્ધેશ્વરી દેવીનો જન્મ તા.- ૦૯/૦૮/૧૯૦૮ ના રોજ કાશી નગરીમાં થયો હતો. ગાયકીના રિયાઝનું આબેહૂબ અનુકરણ કરવાની તેમનામાં અલૌકિક આવડત હતી. સિયાજી મહારાજ પાસે સંગીતની તાલીમ મેળવી દાદરા,ટપ્પા,કજરી અને ચૈતી જેવી રસભરી ગાયનકલામાં તેઓ નિષ્ણાત બન્યા હતા. તેમનામાં ગાયન અને અભિનય બંને કલાનો સુભગ સમન્વય થયો હતો. ભારત સરકારે પદ્મશ્રીની પદવીથી તેઓનું રાષ્ટ્રીય સન્માન કર્યું હતું. જીવનના અંતિમ વર્ષોમાં દિલ્હીના ભારતીય કલાકેન્દ્રમાં સંગીત-શિક્ષિકાની કારકિર્દી સ્વીકારી હતી. ઇ.સ. ૧૯૭૭ માં સિધ્ધેશ્વરી દેવીનું અવસાન થયું.           




                                 ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઇ ઉદયરામ

            શ્રી રણછોડભાઇનો જન્મ ૦૮/૦૮/૧૮૩૭ ના રોજ મહુધામાં થયો હતો.તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુધા,નડિયાદ અને અમદાવાદમાં લીધું હતું.તેમણે 'ગુજરાત વર્નાક્યુલર સોસાય'ટી અને 'બુદ્ધિપ્રકાશ' માસિકમાં કામ કર્યું હતું. તેમને નાટકમાં વિશેષા રસ હતો. રણછોડભાઇએ રંગભૂમિ માટે હરિશ્ચંદ્રલલિતા દુ:ખદર્શકસીતા સ્વંયવર વગેરે તેર જેટલા નાટકો લખ્યાં. દેશી નાટક સમાજ કંપની દ્વ્રારા ભજવાતા નાટકો પ્રેક્ષકો આખી રાત બેસીને જોતા હતા.તેમણે  લોકમાનસમાં નાટકમાં આવતા ગીતોગરબા તેમણે ગુંજતા કર્યા.       

No comments: