Sunday, 11 August 2013

૧૦ ઑગસ્ટ

વી.વી.ગીરી
          ભારતના ચોથા રાષ્ટ્રપતિ, નૈતિક મૂલ્યોના સમર્થક વરાહગિરિ વેંકટગિરિ નો જન્મ ઓરિસ્સામાં ૧૦/૦૮/૧૮૯૪ ના રોજ થયો હતો. નીચલા થરના લોકો માટેની કલ્યાણ પ્રવૃતિઓમાં તેઓ વધુ રસ લેવા લાગ્યા પરિણામે તેઓ મજૂર નેતા તરીકે ઉપસી આવ્યા. અસહકારની ચળવળોમાં ભાગ લઇ તેમણે કારાવાસ વેઠ્યો હતો. મદ્રાસ રાજ્યના મંત્રીમંડળમાં શ્રમમંત્રી બન્યા અને શ્રીલંકા ખાતે ભારતના ઉચ્ચાયુક્ત તરીકે તેઓ ગયા. તેઓ ઉપરાષ્ટ્રપતિ થયા હતા. એ દરમિયાન રાષ્ટ્રપતિ ઝાકિર હુસેનનું અવસાન થતાં કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. અને ઇ.. ૧૯૬૯ માં પાંચ વર્ષના ગાળા માટે તેઓ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા. ભારત સરકારે તેમને ભારત રત્ન નો ખિતાબ એનાયત કર્યો. તેમણે ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ’, જોબ્સ ફોર અવર મિલિયન્સ નામના પુસ્તકો લખ્યા છે. .. ૧૯૮૦ માં ૮૬ વર્ષે એમણે ચિર વિદાય લીધી.


No comments: