હરિનારાયણ આચાર્ય
‘વનેચર’ ના ઉપનામથી આખું ગુજરાત જેમને ઓળખે તે ખ્યાતનામ પ્રકૃતિવિદ હરિનારાયણ
આચાર્યનો જન્મ વિરમગામમાં ૨૫-૦૮-૧૮૯૭ના રોજ થયો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ
કાયદાના અભ્યાસ માટે થોડો સમય મુંબઇમાં ગાળ્યો હતો. એમનું સંસ્કૃતનું તથા વેદાંતના
વિષયોનું જ્ઞાન કૉલેજકાળથી સારું હતું. ગુજરાત વિદ્યાપીઠમાં તેઓ અધ્યાપક પ્રિય થઇ
પડયા હતા. ફુરસદના સમયે ચોતરફ ભટકીને પ્રાણીજીવનના વિવિધ પાસાઓનું જ્ઞાન એમણે
સંપાદન કર્યું. પ્રાણીજીવન, વનસ્પતિ સૃષ્ટિના પ્રચાર- પ્રસાર
અર્થે તેમણે અમદાવાદ ‘પ્રકૃતિ’
ત્રૈમાસિક શરૂ કર્યુ પ્રકૃતિ વિજ્ઞાનની એમની ગુણવિશેષતાને લીધે ૧૯૪૭માં રણજિતરામ
સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. એમનાપ્રયાસથી ગુજરાતમાં ’ગુજરાત
પ્રકૃતિમંડળ‘ ની સ્થાપના થઇ હતી. ‘કુમાર’માં આવતી લેખમળા ‘વનવગડાના વાસી’ એ જબ્બર આકર્ષક ઊભું કર્યું હતું. ૧૯૮૪માં ૮૬ વર્ષની વયે તેમનું મૃત્યુ
થયું.
No comments:
Post a Comment