Thursday, 15 August 2013

શહીદ સ્મારક,હાલોલ

શહીદ સ્મારક

           હાલોલ નગરની મધ્યમાં આવેલ ગાંધીચોક જે નગરનું નાક ગણાય છે. આ ચોકમાં ૧૯૭૪ની સાલમાં થયેલા રોટી રમખાણ વખતે સ્વ. ચીમનભાઇ પટેલની સરકાર વિરૂધ્ધ આંદોલન દરમિયાન બે નિર્દોષ યુવાનો શહીદ થયા હતા.



        જુલાઇ ૧૯૭૩માં ચિમનભાઇ પટેલ પ્રથમ વખત મુખ્યમંત્રી થયા. પરંતુ એમના શાસનમાં જ ભ્રષ્ટાચારના આક્ષેપો શરૂ થયા અને પછી નવનિર્માણ આંદોલને વેગ પકડયો. ૧૯૭૪ માં ગુજરાતમાં શ્રી ઉમાકાંતજી માંકડ અને અન્ય વિદ્યાર્થી આગેવાનોના નેતૃત્વમાં રાજ્ય સરકાર ની વિરુદ્ધમાં 'નવ નિર્માણ' આંદોલન થયું જેનો મુખ્ય મુદ્દો હતો મોંઘવારી આ આંદોલનમાં તે સમયના જનસંઘના સ્વ.અશોક ભટ્ટ અને નરેન્દ્ર મોદી અને અન્ય આગેવાનો એ પણ સક્રિય ભાગ લીધો હતો અને ગુજરાતની તત્કાલીન ચીમનભાઈ પટેલની સરકાર ને પદ ભ્રષ્ટ થવું પડ્યું, રોટી રમખાણોને પગલે એમને સત્તા છોડવી હતી.
       નવ નિર્માણ આંદોલન દરમિયાન ૦૧/૦૩/૧૯૭૪ ને શુક્રવાર ના રોજ પોલીસે એર ફાયરીંગ કરતા મંદિર ફળીયામાં રહેતા કુમારી ભારતીબેન રતીલાલ શાહ અને અરવિંદભાઇ ફુલાભાઇ હરીજનનું મોત નીપજયું હતું. જેથી આ બંનેના મોત પાછળનું મુખ્ય કારણ રોટી રમખાણ હતું જેની યાદમાં નગરજનોએ નગરની મધ્યમાં આવેલ ગાંધીચોકમાં તેમના નામની તકતી લગાવી તેમનું શહીદ સ્મારક બનાવામાં આવ્યું હતું.



               વહીવટી તંત્રની નિષ્કાળજીના લીધે જે આજે કચરા પેટી બની ગયું  છે. આ જગ્યાએ તેને નગર સેવા સદન દ્વારા સુધારા કરવાના બદલે ત્યાં ઉભી રહેતી શાકભાજીની લારીઓના સળેલા બગડેલા શાકભાજી ત્યાં નાખે છે.આ વિસ્તારમાંથી થયેલ ગંદકી આ સ્મારકની બાજુમાં મુકેલ મોટી કચરા પેટીમાં નાખે છે. જેથી આ સ્મારક કચરા પેટી જેવી હાલત થઇ ગઇ છે. જેથી નગરજનો આ સ્મારક જોઇને વહીવટી તંત્ર ઉપર આક્રોશ વ્યકત કરે છે.


No comments: