ગોસ્વામી તુલસીદાસ
રામભક્ત ગોસ્વામી
તુલસીદાસનો જન્મ ઉતરપ્રદેશમાં થયો હતો. જન્મતાં વેંત તેઓ ‘રામ’ બોલ્યા
તેથી તેમનું નામ ‘રામબોલ’ પડયું હતું. તેમના બે દાંત લાંબા અને બહાર હતા તેથી લોકો તેમને અપશુકનિયાળ માનતા હતા.
તુલસીદાસે પત્ની રત્નાવલિના મહેણાથી સંસારનો ત્યાગ કર્યો અને રામભક્તિમાં લાગી ગયા હતા. તેમણે રામની કથા
સંસ્કૃતમાં નહિ પરંતુ લોકની બોલીમાં કરી. તુલસીદાસે રામની જે કથા કહી તે દુહા-
છંદ-ચોપાઇમાં ‘રામચરિત માનસ’ રૂપે
પ્રગટ થઇ. આજે ઉતર પ્રદેશમાં દરેક ઘરમાં ‘રામચરિતમાનસ’ પુસ્તક આદરપૂર્વક વંચાય છે.
‘હનુમાનચાલિસા’ની રચના તેમણે કરી છે. ‘વિનયપત્રિકા’નામે પુસ્તકમાં તેમની અન્ય રચનાઓ સંગ્રહાયેલી છે.
ડૉ. શિયાલી રામામૃત
રંગનાથન
ભારતમાં લાયબ્રેરી
યુગનું નિર્માણ કરનાર ડૉ. રંગનાથનનો જન્મ તામિલનાડુમાં ૦૯-૦૮-૧૮૯૨ના રોજ થયો હતો. ગણિત
સાથે એમ.એ. થયા. મદ્રાસ યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન બન્યા. પોતાની આગવી ‘કોલનપદ્ધતિ
‘ અનુસાર ત્યાંની લાઇબ્રેરીના પુસ્તકોનું નવેસરથી વર્ગીકરણ
કરી પ્રશંસા પ્રાપ્ત કરી.મદ્રાસ યુનિવર્સિટીમાંથી નિવૃત થયા બાદ. ડૉ. રાધાકૃષ્ણના
નિમંત્રણથી તેઓ બનારસ યુનિવર્સિટીમાં જોડાયા. અને લગભગ એક લાખ પુસ્તકોનું એકલે
હાથે વર્ગીકરણ કર્યું. ડૉ. રંગનાથનની આગવી કમગીરી બદલ ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ થી નવાજ્યા હતા. ઉપરાંત સરકારે તેમને ‘નેશનલ પ્રોફેસર ઑફ લાઇબ્રેરી’ સાયન્સ તરીકે નીમ્યા
હતા. પુસ્તકાલય પ્રવૃતિના પિતામહ ડૉ. રંગનાથન ઇ. ૧૯૭૨ના સપ્ટેમ્બર માસમાં બેંગલોરમાં
અવસાન પામ્યા.
No comments:
Post a Comment