જ્યોર્જ સ્ટીફન્સ
રેલ્વે એન્જિનની શોધ
દુનિયાને આપી જનાર જ્યોર્જ સ્ટીફન્સનો જન્મ ઇ. ૧૭૮૧ માં ઇંગ્લેન્ડના એક
ગામડામાં થયો હતો. રાત્રિ વર્ગોમાં જઇ ઓગણીસમા વર્ષે તે પોતાની
સહી કરતા શીખ્યા. એક પંપ કોઇથી નહોતો ચાલતો ત્રણ દિવસની સખત
મહેનત બાદ એણે પંપ ચાલુ કરી દીધો. ત્યારબાદ સ્ટીફન્સ ચીફ એન્જિનિયર બની ગયા. અહીં એન્જિનોના
ભાગ છૂટા પાડી, ફરી જોડી વરાળયંત્રનું રહસ્ય તેને સમજાયું. ઇ.સ. ૧૮૧૪માં કલાકે છ
કિલોમીટરની ગતિએ ચાલતું વરાળ એન્જિનની શોધ કરી. વરાળથી ચાલતું જગતનું
પહેલું એન્જિન 'રોકેટ' બધા હરીફોને હરાવી કલાકના
૫૫ કિલોમીટરની ઝડપે મોખરે નીકળી ગયું. આ મહાન રેલવે એન્જિનના નિર્માતા જ્યોર્જ
સ્ટીફન્સ ૧૨-૦૮-૧૮૪૮ના રોજ
દેહાવસાન પામ્યા.
No comments:
Post a Comment