વિષ્ણુ દિગંબર પલુસ્કર
ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રજ્ઞાચક્ષુ આરધક
શ્રી વિષ્ણુનો જન્મ ૧૮-૦૮-૧૮૭૨ના રોજ મહરાષ્ટ્રાના એક નાનકડા રજવાડામાં
થયો હતો.બાળપણમાં મેળો
માણવા ગયેલા, ત્યાં અકસ્માતે દારુખાનું ફૂટતા વિષ્ણુની
આંખોને કાયમ નુકસાન થયું રોજના અઢારે કલાક નો કઠોર પરિશ્રમ કરી ગુરુના આર્શીવાદથી
વિષ્ણુએ સંગીતવિદ્યા સુપેરે શીખી લીધી. સયાજીરાવ ગાયકવાડે સંગીતસભા યોજી તેમનું બહુમાન
કર્યુ. ભારતીય સંગીતને લિપિબદ્ધ કરવા માટેની ભૂમિકા તૈયાર કરી અને સંગીતના પાઠયપુસ્તકો
પ્રસિદ્ધ કર્યા. તેમણે સ્થાપેલી ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ના સંચાલન માટે
દ્રવ્ય પ્રાપ્ત કરવા તેમણે ભારતના અનેક શહેરોમાં જાહેર કાર્યક્રમ આપ્યા અને જે
કંઇ દ્રવ્ય પ્રાપ્ત થયું તે સઘળું
વિદ્યાલયને અર્પણ કરી દીધું. ઇસ. ૧૯૩૧માં આ મહાન સંગીત તપસ્વીએ સંસારમાંથી કાયમી
વિદાય લીધી.
No comments:
Post a Comment