ડૉ. મોતીચંદ્ર
મૌલિક સંશોધન-લેખન દ્ધ્રારા પ્રથમ કક્ષાનું પ્રદાન કરી ગયેલા
ડૉ. મોતીચંદ્રનો જન્મ કાશીમાં
૨૬-૦૮-૧૯૦૯ના રોજ થયો હતો. એમ.એ.થઇ પીએચ.ડી. ની ડિગ્રી મેળવી. તેઓની ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’ ની કેન્દ્રીય સલાહકાર
સમિતિમાં વરણી થયેલી. તેમને ભારત સરકાર
દ્રારા પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમનું સંસ્કૃતનું જ્ઞાન ઊંચી કોટીનું હતું તેમણે પાલિ, પ્રાકૃતિ અને અપભ્રંશ
ભાષાઓનું પણ અધ્યયન કર્યું હતું. ઇ. ૧૯૭૪માં ડિસેમ્બર માસમાં તેમનો દેહવિલય થયો.
No comments:
Post a Comment