Tuesday, 20 August 2013

૨૦ મી ઑગસ્ટ

અવિનાશ વ્યાસ

               ગીત ગરબાને ગુજરાતને ઘેર-ઘેર ગુંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ અમદાવાદમાં થયો હતો. ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ હતો. મુંબઇની નેશનલ ગ્રામોફોન કંપની સાથે સંપર્ક થતાં તેમના એક ગીતનું  રેકોર્ડિંગ  કર્યું. ત્યારપછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા લાગ્યા. અવિનાશ ભાઇએ મુંબઇમાં તેમના સૌપ્રથમ નૃત્યરૂપક જય સોમનાથનું સર્જન કર્યું હિન્દી,ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. એમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ વગેરે મુખ્ય છે. લગભગ ૧૨૦૦૦ જેટલા ગીતો તેમણે લખ્યા છે. ૨૫૦ જેટલી ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી નો ઇલ્કાબ એનાયત કરી સન્માનિત કર્યા હતા આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર અવિનાશ વ્યાસનું ૨૦-૦૮-૧૯૮૪  ના રોજ અવસાન થયું. 

No comments: