‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''
ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવણીના
સમાપન અવસરની ઐતિહાસિક ભેટ રૂપે ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''
ના સશક્ત તાલુકા વહીવટીતંત્રનો પ્રારંભ કરાવતા મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીએ તાલુકાને વિકાસના ગૌરવરૂપ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો નિર્ધાર વ્યકત
કર્યો છે.પ્રત્યેક તાલુકાના વિકાસના સપના સાકાર થાય તેવી તંદુરસ્ત સ્પર્ધાનું
વાતાવરણ સર્જીને પ્રત્યેક તાલુકાને તેના સામર્થ્યની આગવી ઓળખ ઊભી કરવા તેમણે
આહ્વાહન કર્યું હતું.
જનસેવા કેન્દ્રમાં
દૂરદૂરનાં ગામડેથી આવતાં નાગરિકોને તકલીફ પડતી હતી. તે સમસ્યાનાં સમાધાનરૂપે
તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રો શરૂ કરવાનો વિચાર આવ્યો અને ‘‘આપણો તાલુકો - વાઇબ્રન્ટ તાલુકો''
યોજના અમલમાં મુકવામાં આવી.
No comments:
Post a Comment