શિવકુમાર જોશી
ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર
શિવકુમારનો જન્મ તા.16.11.1916 ના રોજ અમદાવાદમાં થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ તેમણે
અમદાવાદમાં લીધું અને અમદાવાદમાં કાપડના ધંધામાં ઝંપલાવ્યું. 'કંચુકીબંધ', 'અનંગરાગ', 'ઊડી ઊડી જાય પારેવાં' અને 'સોનછાંંય' જેવી 28 નવલકથાઓ
લખી હતી. ઉપરાંત 250 જેટલી ટૂંકી વાર્તાઓ તથા 14 વાર્તા સંગ્રહો તેમણે પ્રકાશિત કર્યા
હતા. રંગમંચ પર અભિનય આપવામાં, દિગ્દર્શનમાં તથા સંગીતમાં પૂરો રસ લીધો અને ગુજરાતી તેમજ હિન્દી રંગભૂમિ
પર 40 વર્ષ છવાઇ રહ્યા. રેડિયો નાટકો પર પણ તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો હતો. ગુજરાત
સરકાર અને સાહિત્યિક સંસ્થાઓએ કુમાર ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક
અર્પણ કરી વિભૂષિત કર્યા હતા. તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. 'જોવીતી કોતરો ને
જોવી તી કંદરા' માં વિશ્વયાત્રાનું વર્ણન છે. તેઓ ગુજરાતી સાહિત્યના પરિષદના મંત્રી
અને ઉપપ્રમુખ બન્યા હતા. ઇ.સ. 1988 માં તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment