સુરેન્દ્રનાથ બેનરજી
આજીવન દેશસેવાના
ભેખધારી સુરેન્દ્રનાથ બેનરજીનો જન્મ ઇ.સ. 1848 માં બંગાળમા થયો
હતો. અભ્યાસમાં તેઓ પહેલેથી જ તેજસ્વી હતા. કોલેજના વાર્ષિક સમારંભોમાં ઉપરા ઉપરી
પારિતોષિકો જીતીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. આઇ.સી.એસ. નો અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. ભારત પાછા ફરી સુરેન્દ્રનાથ મેજીસ્ટ્રેટ બન્યા. બે જ વર્ષની એમની કારકિર્દીમાં સામાન્ય
દોષો કાઢી બ્રિટિશ સરકારે તેમને બરતરફ કર્યા. પોતે શરૂ કરેલા “બંગાળી” પત્ર દ્વારા બંગાળના યુવાનોમાં ઉચ્ચ દેશપ્રેમ માટે હાકલ કરી. લોકોએ તેમને ‘બંગકેસરી’ અને ‘બંગાળના બેતાજ બાદશાહ’ તરીકે નવાજ્યા હતા. ‘સર નો ઇલકાબ આપી અંગ્રેજ સરકારે સરકારે પણ તેમનું બહુમાન કર્યું હતું. હિંદના આ દેશભક્તનું 77 વર્ષની વયે તા.06.08.1925
ના રોજ અવસાન થયુ.
No comments:
Post a Comment