વોલ્તેર
ફ્રેંચ દાર્શનિક વોલ્તેરનો જન્મ પેરીસ ખાતે તા.24.11.1664
ના રોજ થયો હતો. પ્રથમથી જ સ્પષ્ટ વક્તા હતા. શાહી દરબાર વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલવા
માટે તેમને કેદખાનામાં જવું પડ્યું હતું. વાણી સ્વાતંત્ર્યના આ ઝંડાધારી ક્રાંતિકારીએ
‘ઝુદિગ’, ‘કેંડિડ’, ‘લા માઇક્રોમેઘ’ જેવા અનેક
વિશ્વવિખ્યાત પુસ્તકો લખ્યા હતા. તેમણે એક ખાનગી થિએટર પણ બનાવ્યું હતું. એક પ્રખર
સાહિત્યકર તરીકે વિશ્વની અનેક ભાષાઓમાં એમના પુસ્તકો ભાષાંતર થયાં. ઇ.સ. 1778માં તેમનું
અવસાન થયું.
No comments:
Post a Comment