Saturday, 4 April 2020

૧૫ મી નવેમ્બર


ગીજુભાઇ બધેકા
                 

                  ‘બાળકોની મૂંછાળી મા તરીકે જાણીતા થયેલા શ્રી ગીજુભાઇ બધેકાનો જન્મ તા.૧૫.૧૧.૧૮૮૫ ના રોજ ચિત્તલ મુકામે થયો હતો. ભણીગણીને વકીલ થયા. એમને બાળકેળવણીનો એવો તે ચસકો લાગ્યો કે તેઓ ધીકતી વકીલાત છોડીને ભાવનગરની દક્ષિણામૂર્તિમાં જ એક બાલ અધ્યાપન મંદિર સ્થાપ્યું. સત્યાગ્રહની લડતમાં ઝંપલાવી સુરતમાં વાનર અને માંજાર સેવાઓ ઊભી કરી. બાલ સાહિત્યની એમની સેવાઓ માટે એમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. તેમના દલા તરવડી’, ટીડો જોશી’, ટાઢું ટબકલું જેવા નાટકો અદભૂત છે. વળી રંગલો, વોરા-વોરી, ધનિયો જેવા પાત્રો બાળકોના પ્રિય અને યાદગાર બની રહ્યા છે. એમણે લખેલ દિવાસ્વપ્ન તો શ્રેષ્ઠ કોટિનું છે. કચ્છની શળાઓના નિરીક્ષણ માટે સત્તર દિવસમાં એક હજાર માઇલનો પ્રવાસ કર્યો. બાલમંદિર સ્વરૂપની શાળાઓ શરૂ કરવા-કરાવવા પાછળ આખું જીવન સમર્પિત કરનાર ગીજુભાઇનું ઇ.સ. ૧૯૩૯ માં પક્ષાઘાતના કારણે મુંબઇમાં અવસાન થયું.   

No comments: