શ્રીમતિ ઇન્દિરા ગાંધી
ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા
પ્રિયદર્શિની નો જન્મ તા. 19.11.1917
ના રોજ અલ્હાબાદમાં થયો હતો. માત્ર 12 વર્ષની વયે એમણે અસહકારની લડતમાં ' વાનરસેના ' નું નેતૃત્વ કર્યં હતું. કોંગ્રેસમાં
જોડાઇ તેમણે પારસી યુવાન ફિરોજ ગાંધી સાથે
લગ્ન કર્યા. પિતા જવાહરલાલ નહેરું વડાપ્રધાન પદે
હતા ત્યારથી જ તેમને રાજકીય શિક્ષણ મળવા લાગ્યું હતું. ઇ.સ. 1966 માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યા.રશિયા સાથે 20 વર્ષની મુદ્દતના મૈત્રી કરાર કરી
વિદેશનિતીના ક્ષેત્રમાં એક નવી જ દિશા ઉઘાડી. દેશ પર લાદેલી કટોકટીની સ્થિતીને પરિણામે એમનો સજ્જડ પરાજય થયો હોવા
છતાં પુન સત્તા હાંસલ કરીનેએ સાબિત કરી આપ્યું કે, વણસેલી પરિસ્થિતીને નિયંત્રણમાં રાખવાની તેમનામાં જબરદસ્ત શક્તિ હતી. તેમના જ બે સુરક્ષાકર્મીઓએ
ઇન્દિરા ગાંધીને ગોળીથી વીંધી નાંખ્યા.
No comments:
Post a Comment