ડૉ.ચંદ્રશેખર
વેંકટરામન
એશિયામાં પ્રથમ નોબેલ
પુરસ્કાર મેળવનાર ડૉ.સી.વી. રામનનો જ્ન્મ તા. 7-11-1888 ના રોજ તામિલનાડુમાં થયો
હતો. એમ.એ.ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી તે પહેલાં એમનાં બે લેખ
આંતરરાષ્ટ્રીય સ્તરની પત્રિકામાં પ્રકાશિત થઇ ગયા હતા. “પ્રકાશ તરડાય છે, વળાંક
લે છે.” જે રામનની સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક શોધ રમનપ્રભાવ તરીકે ઓળખાઇ. એ માટે નોબેલ
પુરસ્કાર પણ એમને મળ્યો હતો. “લેનિન શાંતિ પુરસ્કાર” પણ પ્રદાન કરવામાં આવ્યો.
ઉપરાંત એમણે સાબિત કર્યુ કે ભિન્ન ભિન્ન પદાર્થો દ્ધ્રારા ફેલાયેલા પ્રકાશના વર્ણપટમાં
નવા નવા રંગો છે જે મૂળ પ્રકાશમાં નથી, છેલ્લે એમણે ‘રમન ઇન્સ્ટિટ્યૂટ’ ની સ્થાપના
કરી અને પોતાના કાર્યો, નિબંધો, ભાષણો અને આવિષ્કારોથી આ સંસ્થાને સમ્રુદ્ધ બનાવી દીધી. સ્વતંત્ર
ભારત સરકારે ડૉ.રામનનો ‘ભારત રત્ન’ દ્ધ્રારા
ગૌરવાન્વિત કર્યા. ઇ.સ. 1970 માં આ વૈજ્ઞાનિકે પોતાની જીવનલીલા સંકેલી લીધી.
No comments:
Post a Comment