શ્રી માતાજી
મહર્ષિ અરવિંદના
પટ્ટશિષ્યા શ્રીમતિ મીરા અલ્ફોંઝેનો જન્મ પેરિસમાં ઇ.સ. 1878 માં થયો હતો. 22 વર્ષની
વયે મીરા ગૂઢ વિદ્યા તરફ વળી, ક્યારેક કોઇ અજબ શક્તિ પોતાનામાં પ્રવેશતી હોય અને કામ કરતી હોય એવું
પણ લાગતું. મીરાએ સંગીત અને ચિત્રની તાલીમ લીધી હતી. અરવિંદની સાથે રહી પોતાનાં અધૂરાં
કાર્ય આગળ ધપાવ્યા. એમનું સ્વપ્ન હતું એક કલ્યાણગ્રામ-ઉષાનગરીનું નનિર્માણ કરવાનું.તેઓ
એ કામ પાછળ લાગી ગયા. માતાજી જન્મે ફ્રેન્ચ, પરંતુ અભિરુચિએ સંપૂર્ણ ભારતીય હતા. નકશા
આગળ પોતાની ખુરશી મૂકીને સાધકોને ધ્યાન કરાવતા હતા.તા.17.11.1973 ની ઢળતી સંધ્યાએ માતાજીએ
પોતાની જીવનસંધ્યા સંકેલી લીધી.
No comments:
Post a Comment