Sunday, 12 April 2020

21 નવેમ્બર


રંગ અવધૂતજી

         દત્ત ઉપાસના પ્રસારક શ્રી રંગઅવધૂતનો જન્મ 21-11-1898 માં ગોધરા ખાતે થયો હતો. નાનપણથી જ રાત-દિવસ દત્તના જ વિચારો આવે અને આંખમાંથી આસું સારતા રહે. બળક પાંડુરંગને લાગ્યું કે કોઇ દૈવીશક્તિ તેમનામાં સારા જીવનનું ઘડતર કરી રહી છે. કોલેજના અભ્યાસ દરમિયાન પણ તેમનો સંત સમાગમ અને અધ્યાત્મ સાધના સમાંતરે ચાલતા રહ્યાં. ભણવામાં અગ્રેસર આ બાળકે સંસ્કૃત અને અંગ્રેજીમાં બન્નેમાં પ્રભુત્વ મેળવ્યું. અમદાવાદનીએક શાળામાંશિક્ષક બન્યા. તેમનું ગીર્વાણ ભાષા પ્રવેશ નામનું પુસ્તક અજોડ ગણાય છે. હિંદીમાં દત્તાષ્ટક અને સંસ્કૃતમાં દત્તરણાષ્ટકમ્ પણ રચાયું. આ સંતનું ગુજરાતમાં વિશિષ્ટ પ્રદાન છે. તેમણે દત્ત ઉપાસના ગામે ગામ પહોંચાડી. ગુરુ લીલામૃત એમનો છેલ્લો ગ્રંથ તો જાણે મહાકાવ્ય જેવો બન્યો છે. નાગેશ્વરથી હરિદ્વારગયેલા શ્રી રંગ અવધૂતે ત્યાં જ દેહત્યાગ કર્યો.

No comments: