Tuesday, 17 December 2013

પોતાનું આયુષ્ય જાણો

              પૃથ્વી પર જન્મ લેનાર તમામનું મૃત્ય નિશ્ચિત હોય છે, જે જન્મે છે તે મરે છે. હા, પણ તેનો સમય નક્કી હોતો નથી. જો એમ જ હોત તો બધા પોતાનું આગોતરુ આયોજન કરી શક્યા હોત! કોણ કેટલું જીવવાનું છે તે હજી કોઇ સમજી શક્યું નથી,હાલ જ્યોતિષીઓ આપણો હાથ જોઇને આયુષ્ય નક્કી કરી આપણને જણાવે છે, પણ તેઓ ચોક્કસ કેટલું જીવશો તે જણાવી શકતા નથી. બધાને પોતાનું આયુષ્ય કેટલું હશે? તે જાણવાની તમન્ના હોય છે.  
                તો ચાલો હું આપને પોતાનું આયુષ્ય જાણવાની અને મૃત્યુની તારીખ જાણવાની કેટલીક વેબસાઇટ અને તેના ઉપયોગ વિષે જણાવું.  હા! હવે કમ્પ્યૂટર પણ જ્યોતિષની માફક ભવિષ્યવાણી કરે છે. પરંતું એક વાતનો ખુલાસો કરી લઇએ કે, મૃત્યુની તારીખ બતાવતી આ વેબસાઇટ ચોક્કસ ગણતરી અને કમ્પ્યૂટર ડેટા એનાલિસિસ પર કામ કરે છે જે  આપણી  પાસે  જન્મ તારીખ અને વજન-ઊંચાઇ અને વ્યસન જેવી આંકડાકીય માહિતી માંગે છે અને જે એન્ટર કરતાં આપણને આપણા જીવનના પૂર્ણવિરામની તારીખ બતાવે છે. બીજી એક વાતનો ખુલાસો કે આ જાણકારી ૧૦૦% સાચી હોવાનો હું દાવો કરતો નથી. આ પરિણામને સાચું માનવું ન માનવું  આપની મરજી છે.આ ફક્ત એક મનોરંજન જાણકારી માટે છે  જો આપ મૃત્યુથી ડરતા ન હોય તો આપ તેનો ઉપયોગ કરી શકો છો. બાકી અમે તો  "વેબ પરિચય" નામની એક નવી કોલમ મારા બ્લોગમાં ઉમેરી છે માટે આપને વેબસાઇટથી પરિચિત કરાવવાની ફરજ છે.  








No comments: