Saturday, 4 April 2020

12 મી નવેમ્બર


પંડિત મદનમોહન માલવિયા
   
            બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરનાર ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાનો જન્મ અલ્હાબાદમાં થયો હતો. બચપણમાં જ તેમણે સંસ્કૃત ભાષા પર અદભૂત પ્રભુત્વ પ્રાપ્ત કર્યુ. સ્નાતક થયા બાદ તેમણે શિક્ષક બનીને કારકિર્દી આરંભી. ગાંધીજીની અસહકારની ચળવળમાં તેમણે મન મૂકી ઝંપાલાવ્યું. તેમણે સ્થાપેલી અને સંસ્કારેલી બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં ડૉ. રાધાકૃષ્ણનના પ્રમુખ પદે ઉજવાયેલી રજત જયંતી પ્રસંગે તેમણે છેલ્લીવાર જાહેર દર્શન આપ્યું. તા. 12.11.1946 ની વહેલી સવારે તેમનું અવસાન થયું.

સલીમ અલી
         પક્ષી વિજ્ઞાન ક્ષેત્રે સુંદર કામગીરી કરનાર સલીમ અલીનો જન્મ તા.12.11.1896 ના રોજ મુંબઇમાં થયો હતો.હતો.તેમણે પ્રાણીવિજ્ઞાન પ્રાણીવિજ્ઞાંવિષય સાથે બી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી.પક્ષી વિજ્ઞાનમા તેમને રસ પડતાં બર્લિન ગયા અને ખંત અને ઉત્સાહથી પક્ષી વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો.

    તેમના સમયમાં ભરતપુર(રાજસ્થાન) નામનું સ્ટેટ વિશ્વભરમાં વન્યજીવન, શિકાર, સહેલગાહ અને પક્ષી વિજ્ઞાન માટે જાણીતું હતું. ત્યાંના ગોરા અમલદારો સલીમ અલીને માનભેર પક્ષીવિદ તરીકે બોલાવતા હતા. ભારત સરકારે એમના કાર્યથી પ્રભાવિત થઇ ઇ.. 1976 માં પદ્મવિભૂષણનો ઇલકાબ આપી એમનું બહુમાન કર્યું હતું.

No comments: