સામાન્ય વહીવટ
વિભાગ એ સરકારનો એક અગત્યનો નિયંત્રક વિભાગ છે. માન. મુખ્ય મંત્રીશ્રી આ વિભાગના
મંત્રીશ્રી છે. કાર્યોની રીતે આ વિભાગ પાંચ પ્રભાગોમાં વહેચાયેલો છે. દરેક
પ્રભાગનું સંચાલન સચિવશ્રી કે તેમનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારી દ્વારા કરવામાં
આવે છે. અને આ વેબસાઇટને ગુજરાતીમાં પણ જોઇ શકાય છે.
ગુજરાત સરકારની આ વેબસાઇટ દ્વારા દરેક વિભાગના સરકારી કર્મચારીને લગતા નિયમો, પરિપત્રો, ઠરાવો, વગેરેની માહિતી મળી શકે છે.આ વેબસાઇટમાં પાંચ વિભાગ છે.
- કર્મચારીગણ પ્રભાગ
- આયોજન વિભાગ
- વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ
- બિન-નીવાસી ભારતીયોનો વિભાગ
- ચુંટણી વિભાગ
જેમાં કર્મચારીગણ વિભાગ એ સરકારી તમામ ખાતાના તમામ વર્ગના કર્મચારીને લગતી માહિતી મળે છે. જેમ કે કર્મચારી ગણ
પ્રભાગ દ્વારા નામદાર રાજ્યપાલશ્રીની કચેરીને લગતી, રાજ્ય મંત્રી મડળને લગતી, સચિવશ્રીઓની બેઠકને લગતી, અખીલ ભારતીય સેવાના અધિકારીઓના મહેકમને લગતી,
અંદાજપત્રને લગતી,
ગુજરાત જાહેર સેવા આયોગ,
ગૌણ સેવા પસંદગી મંડળ,
રાજ્ય ચુંટણીપંચ, ગુજરાત મુલ્કી સેવા ટ્રીબ્યુનલ, ખાતાકીય તપાસના ખાસ અધિકારીને સંલગ્ન કામગીરી
કરવામાં આવે છે. સીધી ભરતી, બઢતી, બદલી, ખાતાકીત તપાસને લગતા નીતિ નિયમો ઘડવા તથા આ અન્વયે અન્ય વિભાગોને માર્ગદર્શન
આપવાની કામગીરી પણ કરવામાં આવે છે. સચિવાલય સેવાના અધિકારીઓ અને કર્મચારીઓની
મહેકમ/ સેવાને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત સરકારના
કામકાજના નિયમો , સચિવાલયમાં
પ્રવેશ માટે આઇ. કાર્ડ તથા એન્ટ્રીપાસને લગતી કામગીરી, પ્રોટોકોલની કામગીરી, કર્મચારી કલ્યાણની કામગીરી તથા સ્વાતંત્ર્ય
સેનાનીઓના પેન્શનને લગતી કામગીરી પણ આ પ્રભાગ દ્વારા કરવામાં આવે છે.
No comments:
Post a Comment