શિક્ષણમાં નાવીન્યકરણ
પ્રસ્તાવના
મોબાઈલ મંચ
એ શિક્ષકો તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો માટે એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક
પ્રોજેક્ટ અંતર્ગત શરુ કરવામાં આવેલ ચર્ચા મંચ છે. આ ચર્ચા મંચમાં શિક્ષકો તથા એસ.એમ.સી
સભ્યોને દર દસ દિવસના અંતરે પ્રાથમિક શિક્ષણમાં કરવામાં આવેલ નવતર પ્રયોગો તથા
પ્રાથમિક શિક્ષણના મુખ્ય મુદ્દા જે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે તેને
અનુસરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. અને શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યો આ મુદ્દા પર
મંતવ્યો રજુ કરે છે.
પ્રક્રિયા
દર 10 દિવસે 1 પ્રશ્ન ગૂગલ
ફોર્મ દ્વારા પૂછવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય માટે અલગ ફોર્મ હોય છે.ફોર્મની
લીંક મેસેજ દ્વારામોકલવામાં આવે છે.શિક્ષક અને એસ.એમ.સી સભ્ય ફોર્મમાં મંતવ્યો રજુ
કરે છે, અને જવાબ સબમિટ કરે છે.
જાગૃતતા અને પ્રોત્સાહન
શિક્ષકો
તથા એસ.એમ.સી સભ્યોને એક જવાબ માટે 15 પોઈન્ટનો
પત્ર મળે છે, જેની સાથે મળેલ જવાબોનું વિશ્લેષણ કરીને
મોકલવામાં આવે છે.દરેક પ્રશ્નમાં નવતર પ્રયોગ વિષે જાણકારી મળે છે અને નવતર પ્રયોગ
શું છે અને તે શિક્ષણની ગુણવત્તા સુધારવામાં કઈ રીતે ઉપયોગી બને છે તેની જાણકારી
મળે છે.
પત્રમાં
જણાવવામાં આવેલ વિશ્લેષણ પરથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના નવિન વિચારો તથા
તેને કઈ રીતે ઉપયોગમાં લેવા તેની જાણકારી સભ્યોને મળે છે.150 પોઈન્ટ થતા એક પ્રમાણપત્ર આઈ.આઈ.એમ-અમદાવાદ તરફથી આપવામાં આવે છે.500 પોઈન્ટ થતા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા આયોજિત નવતર પ્રયોગ
કરનાર શિક્ષકોની કોન્ફરન્સમાં શિક્ષકો તથા એસ.એમ.સી સભ્યોને આમંત્રિત કરવામાં આવે
છે.
ફાયદા
શિક્ષકો
તથા એસ.એમ.સી સભ્યોનું એક મોટું નેટવર્ક ઉભું થઇ રહ્યું છે, જ્યાં મોબાઈલની મદદ થી નવીન વિચારોની આપ-લે થાય છે અને શિક્ષણની ગુણવત્તા
સુધારવા માટેના મુદ્દાઓ પર ચર્ચા થાય છે.મોબાઈલ પર મેસેજ દ્વારા ફોર્મની લીંક
મોકલવામાં આવે છે જેથી દરેક સભ્ય પોતાના અનુકુળ સમયે સરળતાથી જવાબ આપીને ચર્ચામાં
જોડાય છે.શિક્ષણમાં થતા નવીન પ્રયોગોથી સભ્યો જાગૃત થાય છે અને પોતાની શાળામાં આ
પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
મોબાઈલ મંચમાં જોડાવવા માટે આ લીંક પર ક્લિક કરો:
No comments:
Post a Comment