રાજ કપૂર
લાખોના મન પર છવાઇ
ગયેલો અદાકાર એટલે રાજ કપૂર, તેમના પિતા પૃથ્વી રાજ કપૂર અને માતા કૃષ્ણા
હતા. તેમનો જન્મ ઢાકી મુનાવર શાહ, પેશાવર (હાલ પાકિસ્તાનમાં) તા. ૧૪/૧૨/૧૯૨૪ ના
રોજ થયો હતો. પિતાનો કલા વારસો નાનપણથી જ તેમને મળ્યો હતો. પૃથ્વી થિયેટર્સ ના ‘દીવાર અને પઠાણ’ નાટકોમાં
રાજકપૂરની કલાકાર તરીકેની પ્રતિભા પ્રગટી. ‘બૂટપૉલિશ’ એક ઉત્તમ બાળચિત્ર હતું. તેમની ‘આવારા’ ફિલ્મે રશિયામાં પણ ધૂમ મચાવી હતી. ઉપરાંત ‘શ્રી ૪૨૦’, ‘સંગમ’, ‘બોબી’, ‘પ્રેમરોગ’, ‘ધરમકરમ’, વગે રે ફિલ્મો
દ્વારા તેમણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓ ‘ધી
શોમેન’ ના નામથી ઓળખાતા થયા. ઇ.સ ૧૯૮૮ માં તેમનું અવસાન
થયું.
No comments:
Post a Comment