ગૌરી શંકર જોશી ‘ધૂમકેતુ’
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ નો જન્મ તા. ૧૨/૧૨/૧૮૯૨ ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલા
વીરપુર (જલારામ) ખાતે થયો હતો. ગ્રેજ્યુએટ થતાં સુધી વૈવિધ્ય સભર વાંચનથી સભર
થયા. અને લેખનનો પ્રારંભ કર્યો. તેમણે
અનેક હ્રદય સ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી. તેમની ‘પોસ્ટ ઓફિસ’ નામની વાર્તા દેશ-વિદેશની દસેક જેટલી શ્રેષ્ઠ
વાર્તાઓના સંગ્રહમાં સ્થાન પામી. ચૌલાદેવી, આમ્રપાલી, રાજ સંન્યાસી, જેવી નવલકથા અને પાનગોષ્ઠિ જેવા હળવા
નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે
No comments:
Post a Comment