સાને ગુરુજી
શ્રી સાને ગુરુજીનો જન્મ તા.
૨૪/૧૨/૧૮૯૯ ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. માતાના ઉજ્જવળ ચારિત્ર્યની છાપ સાને પર પડી.બી.એ.
થઇ ઉચ્ચ પરિણામને કારણે ‘ફેલો’તરીકે નિમાયા અને હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા સ્વીકારી. ૧૯૪૨ ની ‘હિંદ
છોડો’ ચળવળ સમયે તો તેમણે બ્રિટિશ શાસકોને નાકે દમ લાવી દીધો.તેમની
સભાઓમાં દસ-પંદર હજાર માણસો ભેગા થતા હતા. હરિજનો માટે મંદિરના દ્વાર ખુલા થાય તે માટે
તેમણે ઝૂંબેશ ઉપાડી.અનેકવિધ ક્ષેત્રોમાં લોકહિતાર્થે કાર્ય કરનાર સાને ગુરુજી એક સંતપુરુષ
તરીકે ઓળખાય છે.
જય ભિખ્ખુ
‘જયભિખ્ખુ’ ના નામે સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારનું મૂળ નામ શ્રી બાલાભાઇ વિરચંદ દેસાઇ
હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા મુકામે તા. ૨૬/૦૬/૧૯૦૮ ના રોજ થયો હતો.
ત્વેઓ મુખ્યત્વે ‘જયભિખ્ખુ’ તખલ્લુસથી સાહિત્ય
સર્જન કરતા તદઉપરાંત તેઓ ‘બાલવીર’, ‘ભિક્ષુ સાયલાકર’, ‘મુનિન્દ્ર’ વગેરે નામથી પણ લખતા હતા. એમનાં આશરે ૧૫૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયા છે.
તેઓ વ્યવસાયે પત્રકાર હતા. એમણે નવલકથા, વાર્તા, નાટક, જીવનચરિત્ર, બાળવાર્તા વગેરે
ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. તેઓ દૈનિક પત્ર ‘ગુજરાત સમાચાર
ની ‘ઇંટ અને ઇમારત’ કોલમમાં લખતા હતા. આ
સાહિત્યકારનું અવસાન તા. ૨૪/૧૨/૧૯૬૯ ના રોજ થયું હતું.
No comments:
Post a Comment