ડૉ.વિક્રમ સારાભાઇ
ભારતના અણુ શક્તિ પંચના અધ્યક્ષ
અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇનો જન્મ ઇ.સ.૧૯૧૯
માં અમદાવાદમાં થયો હતો. એમના પ્રિય વિષયો હતા ગણિત અને વિજ્ઞાન.મુંબઇની
કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રધ્યાપક
તરીકે સેવા આપી. ’કોસ્મિક-રે’ એમનો પ્રિય વિષય હતો, આ અંગે તેમણે ભારતમાં ઠેરઠેર સંશોધન કેન્દ્રો
ઊભા કર્યા. તેમણે ભારતમાં કૃતિમ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના પ્રસારણની
સૌપ્રથમ કલ્પના કરી હતી. ‘શાંતિસ્વરૂપ ભટનાગર
મેમોરિયલ એવોર્ડ’ અને પદ્મવિભૂષણ’ ના બહુમાન એમને મળ્યા હતાં. તેમણે પરમાણું
ઊર્જા ક્ષેત્રે, ટેક્ષટાઇલ ક્ષેત્રે અને
વિજ્ઞાનાક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હતી. તા. ૨૧-૧૨-૧૯૭૧ ના રોજ તેમનું અવસાન થયું
હતું.
No comments:
Post a Comment