નાનાસાહેબ પેશ્વા
સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની
નાનાસાહેબનો જન્મ માથેરાન પાસેના એક ગામમાં તા. ૦૮.૧૨.૧૮૨૪ ના રોજ થયો હતો. બીજા
બાજીરાવ પેશ્વાએ તેમને દત્તક લીધા હતા. બાજીરાવના અવસાન પછી અંગ્રેજોએ નાનાસાહેબના
હક્કો છીનવી લીધા. હિંદુ-મુસલમાનો એકત્ર થઇને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા
અને દેશભરમાં નવેસરથી શાસન પ્રારંભ કરવા માટે દેશવ્યાપી એક ગુપ્ત સંગઠન ઊભું
કર્યું. અંગ્રેજોને યુદ્ધ આપવું મુશ્કેલ હોઇ નાનાએ ગેરીલા છાપા મારવા માંડ્યા.
નાનાએ અવારનવાર હલ્લા કરી અંગ્રેજોને તોબાહ પોકારાવી. નાનાસાહેબ પણ ગુમ થયા.આ પછી
તેમનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તે હજુ અચોક્કસ છે.
No comments:
Post a Comment