ઉદયશંકર પંડિત
ઉદયશંકરનો જન્મ તા. ૯.૧૨.૧૯૦૦ ના રોજ ઉદયપુરમાં થયો હતો. જે.જે.સ્કૂલ ઓફ
આર્ટમાં અને તે પછી લંડનની રૉયલ કૉલેજ ઓફ આર્ટમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે
નિપુણતા મેળવી.ભારતીય શિલ્પાકૃતિઓ,
ભીંતચિત્રો વગેરેથી પ્રભાવિત થયેલી તેમની કલ્પનાને વેગ મળ્યો. અને ત્યારબાદ દેશની
સફર કરીને કથકલી,
ભરતનાટ્યમ,
મણિપુરી વેગેરેનો સારી પેઠે અભ્યાસ કર્યો.
તેમણે ‘કલ્પના’ નામે એક ફિલ્મ પણ બનાવી હતી. ઉદયશંકરની નૃત્ય નાટિકાઓમાં ‘રિધમ ઓફ લાઇફ’, ‘લેબર એન્ડ
મશીનરી’, ‘શિવતાંડવ’, ‘શિવપાર્વતી’, ‘પ્રેમીલા અર્જુન’, ‘નિરાશા’, ‘રાધા અને કૃષ્ણ’ વગેરે મુખ્ય
છે.
No comments:
Post a Comment