લેડી વિદ્યાગૌરી નીલકંઠ
ગુર્જર નારીરત્ન વિદ્યાગૌરી
નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતમાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનાર બે
બહેનોમાં એક વિદ્યાગૌરી હતા. છપ્પનિયા દુકાળ વખતે સ્ત્રીઓ અને બાળકોની સેવા કરીને
સમાજસેવામાં પ્રવેશ કર્યો. અખિલ મહિલા હિંદ પરિષદનું પ્રમુખપદ પણ તેમણે નિભાવેલું
છે. બ્રિટિશ સરકારે એમને એમ.બી.ઇ. અને કૈસરે હિંદના ઇલકાબથી નવાજ્યા હતા. સ્ત્રી
શિક્ષણ, સ્ત્રીનો સામાજિક દરજ્જો અને સ્ત્રી દાક્ષિણ્ય
એ ત્રણેય ક્ષેત્રે જીવનભરની સેવાકીય પ્રવૃતિઓથી તેઓ ગુજરાતી નારીઓ માટે એક આદર્શ
અને આદરણીય પ્રેરણામૂર્તિ બની રહ્યા હતાં. તા. ૦૭/૦૧/૧૯૫૮ ના રોજ તેમનું અવસાન
થયું.
No comments:
Post a Comment