હસમુખ સાંકળિયા
પુરાતત્વવિદ શ્રી હસમુખ
સાંકળિયાનો જન્મ તા. ૧૦.૧૨.૧૯૦૮ ના રો મુંબઇમાં થયો હતો. એમ.એ.એલ.એલ.બી નો અભ્યાસ
કરીને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વ્યાખ્યાતા તારીકે જોડાયા. વિદેશમાં કેળવણી
લીધી છતાં ભારતીય સાહિત્ય,આયુર્વેદ અને
જ્યોતિષમાં રાખ્યો અને તેના વિષે ઊંડું અધ્યયન કર્યું. તેમણે ૧૦ ગ્રંથો
અંગ્રેજીમાં અને બાકી છુટક લેખોની સંખ્યા ૨૦૦ થી પણ વધારે થવા જાય છે. ઇતિહાસ
પુરાતત્વથી અનેક નામાંકિત સંસ્થાઓના તે પ્રમુક્લ્હ બન્યા હતા. તેમને પદ્મ વિભૂષણ
અને રણજીતરામ ચંદ્રકથી નવાજ્યા હતા. ઇ.સ. ૧૯૮૯ ના રોજ તેમનું અવસાન થયું.
ડૉ.આલ્ફ્રેડ નોબેલ
ડૉ. આલ્ફ્રેડ નોબેલનો જન્મ યુરેપ ખંડમાં સ્વીડનની
રાજધાની સ્ટોકહોમમાં થયો હતો. તેઓએ ડાયનેમાઇટની શોધ કરી હતી. આ શોધની પેટન્ટ
પોતાની પાસે રાખી હતી, તેથી તેઓ તેમાં ખૂબ
કમાયા અને ઉદ્યોગપતિ બન્યા હતા.
પોતાની મિલકતનો મોટો હિસ્સો માનવજાતના
કલ્યાણ અર્થે અર્પી દીધો હતો. તેનું એક ટ્રસ્ટ નિમાયું છે. આ ટ્રસ્ટ દ્વારા એ
રકમના વ્યાજમાંથી દર વર્ષે આલ્ફ્રેડ નોબેલની યાદમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. આજે
તે શાંતિ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, મેડિકલ સાયન્સ માટે ઉત્તમ કામગીરી કે શોધ
કરનાર વ્યક્તિ કે સંસ્થાને આ ઇનામ આપવામાં આવે છે. આ એક વિશ્વનું મોટું ઇનામ ગણાય
છે.
No comments:
Post a Comment