Monday, 16 December 2013

૧૧ મી ડિસેમ્બર

સુબ્રહ્મણ્યમ ભારતી
           તમિળના મેઘાવી ક્રાંતિકારી કવિ સુબ્રહ્મણ્યમનો જન્મ તા.૧૧-૧૨-૧૮૮૨ માં થયો હતો. બનારસ જઇ સંસ્કૃત, હિન્દી તથા સંગીતનું શિક્ષણ લીધું. તેમણે પોતાના લેખો અને કવિતાઓથી તમિલ પ્રજામાં જનજાગૃતિ કેળવવા માંડી. પાંડેચેરી આવી ઇન્ડિયા નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ગાંધીપંચકમ્ ની પાંચ કવિતામાં તેમણે ગાંધીજી પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે. એમના ગીતો અર્વાચીન તમિળ સાહિત્યના વિકાસનું પગથિયું છે.  ઇ.સ. ૧૯૨૧ ના રોજ તેમનું અવસાન થયું.
   
    
ઓશો રજનીશ
          ઓશો રજનીશનું મૂળ નામ રજનીશ ચંદ્રમોહન હતું. તેમનો જન્મ તા. ૧૧/૧૨/૧૯૩૧ ના રોજ મધ્યપ્રદેશના કૂચવાડા નામના ગામમાં થયો હતો. બાળક રજનીશની યાદશક્તિ અદભૂત  હતી. સાગર યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. માં પ્રથમ નંબરે પાસ થયા બાદ જબલપુરની એક કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરી ક્રાંતિકારી બનાવે છે તેવો આક્ષેપ તેમના પર મૂકાયો ને કૉલેજમાં થી દૂર કરાયા. ત્યાંથી તેઓ મુંબઇ ગયા અને જન જાગૃતિ  કેન્દ્રની સ્થાપના કરી.
           તેમના પ્રવચનો પરથી લગભગ ૬૦૦ જેટલાં પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં છે. અનેક કેસેટો તૈયાર કરવામાં આવી છે. શરૂઆતમાં તેઓ આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતા. પૂનામાં રજનીશ આશ્રમ ની સ્થાપના કર્યા બાદ શિષ્યોમાં તેઓ ભગવાન રજનીશ તરીકે પ્રચલિત બન્યા. 

No comments: