મેક્સમુલર
મેક્સમુલરનો જન્મ તા. ૦૬/૧૨/૧૮૨૩ માં જર્મનીમાં એક નાનકડા નગરમાં થયો
હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કરી. પ્રશિષ્ટ સાહિત્યનો
અભ્યાસ કરવા લાગ્યા. વીસ વર્ષની ઉંમરે હિતોપદેશનો અનુવાદ પ્રગટ કર્યો. લગભગ ત્રીસ
વર્શના સમયના દીર્ઘપટ પર તેમનું ઋગ્વેદના સંપાદનનું કાર્ય પથરાયેલું છે.
મેક્સમુલરે ભારતને પોતાનું આધ્યાત્મિક વતન માન્યું છે. ખૂણે ખાંચરેથી શોધીને
પવિત્ર ગ્રંથોને જાળવવાનું જે કામ આપણે કરવું જોઇએ તે તેમણે કર્યું. તા.
૨૮/૧૦/૧૯૦૦ ના રોજ તેમનું અવસાન થયું.
No comments:
Post a Comment