વિઠ્ઠલ લક્ષ્મણ ફળકે
‘અવધૂત’ મામાસાહેબ
વિઠ્ઠલ ફળકેનો જન્મ તા. ૨.૧૨.૧૮૮૭ ના રોજ થયો હતો. શિક્ષકોમાં ‘ઠાવકા’ વિદ્યાર્થી ગણાતા મામાસાહેબ વિદ્યાર્થીઓમાં સ્વદેશી,બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવા લાગ્યા. હરિજન સેવા દ્વારા અસ્પૃષ્યતા
નિવારણના કાર્યને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેના મામાસાહેબ ગાંધીજીના યુગમાં
સૌપ્રથમ ‘અંત્યજસેવક’ હતા. બાળકોના સર્વાંગી
વિકાસ માટે ગોધરામાં આશ્રમ શરૂ કર્યો. તેઓ કહેતા કે ‘સંસ્થાઓમાંથી
કે પ્રચારકોમાંથી અસ્પૃષ્યતા નિવારણ થઇ શકે નહીં, તેના માટે હરિજનને
ત્યાં કુટુંબીજનની પેઠે રહેવું જોઇએ. ’સ્ત્યાગ્રહ દરમિયાન તેમને
સખત કેદની સજા પણ થઇ હતી.
No comments:
Post a Comment