અસફાક ઉલાખાન
અશફાકનો જન્મ ઉત્તરપ્રદેશ શાહજહાંપુરમાં
થયો હતો. નાનપણથી જ ઘરમાં જે કંઇ પુસ્તકો હતાં તે બધાં તેમણે વાંચી કાઢ્યા. દેશમાં
અસહકારનું આંદોલન ફરી વળ્યું ત્યારે અભ્યાસ છોડી એમણે એમાં ઝુકાવ્યું. એમના આકર્ષક
વ્યક્તિત્વનો પ્રભાવ ક્રાંતિકારીઓને ઘણીવાર ઉગારે લેતો હતો. દળને આયાતી પિસ્તોલો ખરીદવી
પડતી. નાણાંની ખેંચ ઊભી થતાં તેમણે સરકારી તિજોરી તોડી પાડી. સરકારે તેમની ધરપકડ કરી
અને ફાંસીની સજા આપવામાં આવી
શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ
ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક
શેઠ કસ્તુરભાઇનો જન્મ અમદાવાદમાં તા.૧૯-૧૨-૧૮૯૪ ના રોજ લાલભાઇ દલપતભાઇ શેઠના ઘરમાં
થયો હતો. મેટ્રિકની પાસ કરી તેઓ કૉલેજમાં જોડાયા, ૧૭ વર્ષની વયે મિલના
સંચાલન કાર્યમાં લાગી ગયા હતા. તેમણે ટૂંકા સમયમાં જ મિલમાં ઘણો બધો નફો કરી બતાવ્યો.
ને પછી તેમણે અરવિંદ, નૂતન, અરૂણ, સરસપુર, અશોક, ન્યૂકોટન વગેરે મિલો
ખરીદીને તેનું સંકુલ’ કસ્તુરભાઇ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ’ નામે ઊભું કર્યું. અનિલ સ્ટાર્ચ તથા વલસાડમાં ‘ અતુલ પ્રોડક્સ’ ની સ્થાપના કરી અને તેમની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં
થવા લાગી.
ગુજરાતના રેક સંકટ સમયે કે દુષ્કાળની
પરિસ્થિતિમાં તેમણે ઉદાર હાથે સહાય કરી હતી. જૈન હોવાને નાતે આબુ, તારંગા, રાણકપુર, પાલીતાણા, વગેરે તીર્થોમાં
જૈન મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું પણ લગભગ ૫૦ વર્ષ
સુધી પ્રમુખપદ સંભાળ્યું હતું.
No comments:
Post a Comment