ચૈતન્યપ્રસાદ દીવાનજી
ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮
ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની
ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની
તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન
થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય
લીધી.
No comments:
Post a Comment