ગુજરાત કાઉન્સિલ
ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય સંસ્થા છે જે પ્રાથમિક
તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે.
૧૯૮૮ ની સાલ
પહેલા તે ‘સ્ટેટ
ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના
ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર
થયું. આ SCERT જે હવે GCERT
છે. એ રાજ્યકક્ષાની
સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ
દ્વારા નિયંત્રિત છે.
આ વેબસાઇટમાં આ ખાતા વિશેની પૂરી માહિતી તેના ઉદ્દેશો અને શિક્ષણ ક્ષેત્રે તેના સંશોધનો અને પ્રકાશનોની માહિતી આપે છે. ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલી રમતોત્સવ, વિજ્ઞાન પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ આ GCERT થકી થાય છે. આ વેબાસાઇટની મુલાકાત લેવાથી DIET કક્ષાએથી થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ મેળવી શકાય છે. તેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા અને શિક્ષણના સઅલગ અલગ વિભાગોની લિંક પણ જોડેલ છે તેમજ ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં કાર્યરત DIET ની લિંક પણ આપેલ છે.