Monday 22 July 2013

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

ડૉ. મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
            તેમનો જન્મ ૧૫ મી સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ બેંગલોર પાસે આવેલા કોલર જીલ્લાના મદનહલ્લી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી નિવાસ શાસ્ત્રી હતું. માતાનું નામ વેંકચેયા હતું. માતએ બાળ વિશ્વૈશ્વરૈયામાં  સંસ્કાર રેડવાનું કામ કર્યું હતું. ગામની પ્રાથમિક શાળામાં એમણે શિક્ષણ લીધું. તેઓ ભણવામાં અંત્યત તેજસ્વી હતા. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેંગલોર આવ્યા. ખૂબ જ મુશ્કેલીમાં તેમણે હાઇસ્કૂલનું શિક્ષણ લીધું. આ પછી તેઓ ત્યાંની સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા. ૨૦ વર્ષની ઉંમરે ઇ.. ૧૮૮૧ માં તેઓ બી.. થયા.
           કોલેજના આચાર્યની મદદથી એમને પૂનાની ઇજનેરી કૉલેજમાં પ્રવેશ મળ્યો અને છાત્રવૃતિનો પણ પ્રબંધ થયો. અને તેઓ મન દઇને અભ્યાસ કરવા લાગ્યા. મણે મુખ્ય વિષય યંત્રશાસ્ત્ર રાખ્યો હતો. .. ૧૮૮૩ માં તેઓ યંત્રશાસ્ત્ર વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા. પ્રથમ આવનાર આ વિદ્યાર્થીને મુંબઇ સરકારે ઇ.. ૧૮૮૪ માં સહાયક ઇજનેર તરીકે નિયુક્તિ આપી. અને તેઓ નાસિક ખાતેના ઇજનેરી વિભાગમાં તેઓ જોડાયા. તેમના કાર્યથી ઇજનેર તરીકેની તેમની ખ્યાતિ ચોમેર ફેલાઇ ગઇ. એમની કુશળતા જોઇ એમને સિંધના રણ વિભાગમાં સક્કર બંધ બાંધવાનું અને પાણીની મુશ્કેલીઓ દૂર કરવાનું કામ એમને સોંપ્યું અને સફળતાથી પાર પાડ્યું. તેથી તેમને બઢતી મળી અને સરકારના વિશ્વાસુ ઇજનેર બની ગયા.
          આ પછી તેમણે વડોદરા, કરાંચી, પૂના, કોલ્હાપુર, સાંગલી, સુરત, નાસિક, નાગપુર આદિ નગરો માં પાણી પૂરવઠાની યોજનાઓના બાંધકામ કર્યા. ઇ.સ. ૧૯૦૬ માં અંગ્રેજ સરકારે એમને એડન મોકલ્યા. ત્યાં પાણીના વ્યવહારની મુશ્કેલી હતી અને વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ પરિસ્થિતિ પ્રમાણે યોજના ઘડી અને સફળતાપૂર્વક પાર પાડી. અને તેમની ગણતરી મોટા ઇજનેર તરીકે થવા લાગી. આવામાં સાથી ઇજનેરોની ઇર્ષાથી વાતાવરણ કલૂષિત લાગતાં તેમણે આ નોકરી છોડી દીધી અને ભારત પરત આવ્યા.
            ત્યારબાદ તેઓ યુરોપ ના પ્રવાસે ગયા. આ દરમિયાન હૈદરાબાદના નિઝામે એમને તાત્કાલિક પાછા આવવાનો તાર મોકલ્યો. અને મુસી નદીમાં  આવતા પૂરના નિયંત્રણ માટે યોજના ઘડવાનું કામ સોંપ્યું. આ કામની સફળતા બાદ મૈસૂરના રાજા કૃષ્ણરાજે આમંત્રણ આપ્યું. અને રાજના મુખ્ય ઇજનેર બનાવ્યા. ત્રણ વર્ષ સુધી તેમણે આ કાર્યભાર સંભાળ્યો અને તેમને મૈસૂર રાજ્યના દીવાન બનાવ્યા, અને છ વર્ષ સુધી સેવા આપી.
             એમણે કાવેરી નદી પર કૃષ્ણરાજસાગર નામનો બંધ બનાવ્યો. ઉપરાંત વૃદાવન બાગની રચના કરી. એમણે મૈસૂર યુનિવર્સિટી અને મૈસૂર સ્ટેટ બેંકની સ્થાપના કરી. આ સમય દરમિયાન ભદ્રાવતીનું લોખંડનુ કારખાનું ચાલુ કરવાનું કામ તેમને સોંપાયું અને  તેમને કારખાનાના બોર્ડ ઓફ ડિરેક્ટર અધ્યક્ષ તરીકે નીમ્યા. તેમણે ચામરાજેન્દ્ર ઓક્યૂપેશનલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી જે જુદા જુદા ઉદ્યોગોનું શિક્ષણ આપે છે.
         મૈસૂર છોડ્યા બાદ તેઓ ફરી વિદેશની યાત્રાએ ગયા. આ પછી ભારત દેશ આઝાદ થયો. ભારત સરકારે એમની સેવાઓને ધ્યાનમાં લઇ ઇ.સ. ૧૯૫૫ માં ભારતરત્ન નો સર્વોચ્ચ ઇલ્કાબ આપ્યો. ૧૫ મી  સપ્ટેમ્બર ૧૯૬૧ રોજ એમના આયુષ્યના ૧૦૦ વર્ષ પુરાં થયા અને સરકારે ખાનગી રાહે એમના જન્મદિવસની ઉજવણી કરી એમના જન્મ શતાબ્ધી દિને જવાહર લાલ નહેરુએ કહ્યું. “ ડૉ. વિશ્વૈશ્વરૈયા કામ અધિક કરે છે ને બોલે છે ઓછું સો ઇજનેરો કામ ન કરી શકે એવું કામ એમણે એકલાએ કર્યું છે. “ઇ.સ. ૧૯૬૨ ની ૧૪  મી એપ્રિલે એમનું નિધન થયું. 


No comments: