Saturday 20 July 2013

સાદ કરે છે

સાદ કરે છે, દિલ હરે છે રે,
        મને એ સાદ કરે છે રે !
ગામને પાદર રોજ બપોરે
        ઝાડવાં કેરી ડાળ,
સાદ કરે છે સાંજને ટાણે
      દૂરની ડુંગરમાળ ! – મને એ
ભણવા ટાણે સાદ કરે છે
        નાનકું એક તળાવ,
કામની વેળા રોજ બોલાવે
       એક એવો છે ઢાળ ! - મને એ.
નદીઓ કેરી ભેખળ પેલી,
          ખેતરો કેરી હાર,
સાદ કરે છે જંગલ-કેડી,
        કેમ કરું હું વાર ? - મને એ .
આભ અડે જ્યાં દૂર જમીને
         કોણ છુપાયું ત્યાં ?
રોજ ઇશારે એય બોલાવે :
       આવ, અલ્યા ! અહીંયાં ! –મને એ

                                    - પ્રહલાદ પારેખ

No comments: