Sunday 30 June 2013

૩૦ મી જુન

દાદાભાઇ નવરોજી

                    હિંદનાદાદા નું હુલામણું બહુમાન પ્રાપ્ત કરનાર, પારસી સદગૃહસ્થ દાદાભાઇ નવરોજીએ પાંચ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. કૉલેજમાં પ્રોફેસર થયા અને વિલાયત ગયા. ત્યાંની પ્રજામાં દાદાભાઇની સચ્ચાઇનો એવો પડઘો પડયો કે ત્યાંના લોકોએ તેમને પ્રતિનિધિ ચૂંટીને પાર્લામેન્ટમાં મોકલ્યા. ૧૯મી સદીના અંત ભાગમાં ભારતમાં પણ રષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઇ હતી. તેમાં ત્રણ ત્રણ વખત તેઓ પ્રમુખ થયા હતા. હિંદની લડતનું અંતિમ ધ્યેય સ્વરાજ હોવાની ઘોષણા કરીને એમણે લોકોમાં એક નવો જ પ્રાણ પૂર્યો. ૯૩ વર્ષની વયે અવસાન પામ્યા.  

Saturday 29 June 2013

શિખામણ

શિખામણ
ગુલાબ :- મારી  જેમ તમારા સુકૃત્યોની સુગંધ બીજાને આપતા રહો.
સરોવર :- દાન આપવાથી ઇશ્વરે આપેલું ઓછુ થતું નથી.
સૂર્ય :- અતિ ઉગ્ર બનશો તો કોઇ સામે પણ નહિ જુએ.
સોય :- જુદા પડેલાને મારી જેમ ભેગા કરતાં શીખો.
સાણસી :- ઢીલું મુકશો તો શિકાર છટકી જશે.
ફુગ્ગા :- ફુલતા જશો તો ફાટી જશો.
વૃક્ષ :- કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો.
વાદળ :- મારી જેમ બીજાને માટે વરસી જતાં શીખો.
તારા :- અંધારામાં પણ આશાનો પ્રકાશ ગુમાવશો નહિ.
ઘડીયાળ :- સમય ચૂકશો તો હિંમત ઘટી જશે.
સાગર :- મારી જેમ વિશાળ નિખાલસ હ્યદય રાખો.
અરીસો :- જેવા હશો તેવા દેખાશો.
દિપક :- જાતે બળીને બીજાને પ્રકાશ આપે.
ધરતી :- મારી જેમ પવિત્રતા જાળવી રાખો.
બાળક :- મારી જેમ નિર્દોષ બનતાં શીખો.
મધમાખી :- મારી જેમ ભેગું ન કરો, લૂંટાઇ જશો.
કબૂતર :- મારી જેમ મન શાંત રાખો.
કૂતરો :- મારી જેમ વફાદારી કરો.
શેરડી :- મારી જેમ ઠંડક આપો.

પાણી :- મારી જેમ બીજાને ઉપયોગી બનો.  
DOWNLOAD

સુવચનો

સુવચનો
Ø  સફળતા ન મળે તો વાંધો નહિ, સફળતાની વાત કરો, પણ નિષ્ફળતાનો કદી વિચાર ન કરો.  
Ø  તમારી ભૂલો તમને કેમ ઉપયોગી થાય તે વિચારો.
Ø  મહેનત પાછળ નસીબ દોડતું આવે છે.
Ø  પહેલાં નિર્ણય કરો, પછી જ કામની શરૂઆત કરો.
Ø  સફળતા કે નિષ્ફળતા તમારા મનમાં જ રહેલી છે.
Ø  ખોટું કરવા કરતાં કંઇ ન કરવું વધારે સારું.
Ø  ધીમે બોલો, ધીરે બોલો અને થોડું બોલો.
Ø  જે કામ તમે જાતે કરી શકો, તે બીજાને સોપો નહિ.
Ø  યાદ રાખો, તમારા સિવાય કોઇ તમને દીન બનાવી શકે નહિ.
Ø  પારકાની કોઇ વસ્તુની ઇચ્છા ન રાખવી.
Ø  તમારો નિર્ણય લાગણીથી ન લો, પણ તર્કના તરાપા ઉપર બેસીને લો.
Ø  ઘણીવાર ઉતાવળને લીધે જ મોડું થાય છે.
Ø  સદકાર્ય કદી એળે જતું નથી.
Ø  મૂર્ખા પોતાની ભૂલોથી શીખે છે, ડાહ્યાઓ બીજાની.
Ø  જે ઝાડ છાંયો આપતું હોય તેને કાપશો નહિ.
Ø  અજ્ઞાનીને બે વખત સમજાવવું પડે છે, પણ અભિમાનીને ત્રણ વખત.
Ø  નબળા માણસો બહુ નીચા નમીને નમન કરશે.
Ø   સાંભળીને શીખો, પણ સમજો મનન કરીને.
Ø  સુખ પૈસામાં નહીં, હ્દયમાં શોધવું જોઇએ.
Ø  હેત વિનાનું જીવન સઢ વિનાના વહાણ જેવુ છે.
Ø  માત્ર એક ભૂલ, આખો ભવ બગાડી શકે છે.
Ø  પહેલાં આપણે ખરાબ ટેવ પાડીએ છીએ, પછી ખરાબ ટેવ આપણને પાડે છે.
Ø  જે જ્ઞાન આચરણમાં ઊતર્યુ નથી તે ભારરૂપ છે.
Ø  જ્ઞાન સંઘરશો તો ઘટશે, વહેચશો તો વધશે.
Ø  દયા સુખોની લતા છે.
Ø  દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
Ø  કોઇ માણસને ખુશ કરવો હોઇ તો તેની વાતો નિરાંતે સાંભળો.
Ø  દરેક અંત, નવાની શરૂઆત છે.
Ø  ટીકા કરતાં વખાણ કરો,સારા શબ્દોની કિંમત કઇ નથી.
Ø  ચિંતાએ આજ સુધી કોઇ પણ કાર્યને પૂર્ણ કર્યુ નથી.
Ø  ચિંતા દરેક પ્રકારની સુંદરતા અને સ્વાસ્થ્યનો શત્રુ છે.
Ø  જીવન એક ફુલ છે, પ્રેમ એની સૌરભ છે.
Ø  મુશ્કેલીનો સામનો કરવો તેનુ નામ જ જિંદગી.
Ø  જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે.
Ø  જિંદગી એ ફુલોની સેજ નથી પણ રણમેદાન છે.
Ø  ચિંતા જીવનનો શત્રુ છે.
Ø  ચિંતા સિવાય બીજું કોઇ શરીરને શોષનારું નથી.
Ø  ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.
Ø  આનંદ એ દૈવી ઔષધ છે. દરેકે તેમાં સ્નાન કરવુ જોઇએ.
Ø  પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે. અને અપ્રસન્નતા જ રોગ છે.
Ø  ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી.
Ø  ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
Ø  ઇશ્વર ગરીબને ગરીબ રાખીને એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.
Ø  બદલો લેવા કરતા ક્ષમા હંમેશા સારી છે.    
Ø  ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી.
Ø  પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે.
Ø  પ્રસન્ન ચિતવાળાની બુદ્ધી જલદી સ્થિર થાય છે.
Ø  યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
Ø  હજારો વર્ષનો યશ એક દિવસના ચારિત્ર્ય પર નિર્ભર છે.
Ø  કીર્તિ કદી શબ્દોનું શરણ લેતી નથી.
Ø  ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
Ø  જ્યારે ક્રોધ આવે ત્યારે તેના પરિણામનો વિચાર કરો.
Ø  ક્ષમા વીરોનું આભૂષણ છે.    

Friday 28 June 2013

૨૯ મી જુન

નારાયણ સ્વામી

                    સંતવાણીના  સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત, શૂરા અને સતિની ભોમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા પાસેના આંકડિયા ગામે તા. ૨૯-૦૬-૧૯૩૮ ના રોજ પ્રભુપરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતાપિતાએ તેમનું નામ શક્તિદાન રાખ્યું. સંત  સ્વભાવના માતા-પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં મળ્યો હતો. રાજકોટમાં એક ઉધ્યોગપતિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે મહારાજની ભગવતકથામાં સંતવાણી આપવા પણ જાય. સાંસારિક જીવનનો ત્યાગ કરી, સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. જૂનાગઢના શિવરાત્રી મેળામાં પ્રતિવર્ષ સંતવાણીનો કાર્યક્રમ થતો જેમાં પૂજ્ય મોરારીબાપુ પણ નારાયણ સ્વામીના ભજનો સાંભળવા અચૂક આવે. આવા સૂરના સ્વામી અલગારી ભજનિકનું ઇ. . ૨૦૦૦માં અવસાન થયુ.  

૨૮ મી જુન

પીટરપોલ રૂબિન્ઝા

                       યુરોપના ચિત્રકાર રૂબિન્ઝાનો જન્મ જર્મનીમાં તા. ૨૮-૦૬-૧૫૭૭ના રોજ થયો હતો. પીટરનો ઉછેર શાંત, સુમેળભર્યા કૌટુંબિક વાતાવરણમાં થયો હતો. તેમનો અભ્યાસ બહુ ચાલ્યો નહિં એટલે ચિત્રકામની તાલીમનો આરંભ કર્યો. ફ્રાંસની રાજમાતાએ પોતાના મહેલને ચિત્રાંકિત કરવા બોલાવ્યા હતો. રૂબિન્ઝે પોતાના સમૃદ્ધ ચિત્રસર્જન વડે પશ્રિમની કલાના ઇતિહાસમાં એક અનોખું પ્રકરણ ઉમેર્યું છે. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ત્યાંની પ્રત્યેક અગ્રગણ્ય વ્યક્તિએ અંતિમક્રિયામાં હાજર રહી એને માન આપ્યું હતું