Friday 23 March 2018

૩૦ મી સપ્ટેમ્બર


હિંમતલાલ ધીરજલાલ

         નિષ્ઠાવાન ઇજનેર હિંમતલાલ ધીરજલાલનો જન્મ અમદાવાદના નાગર કુંટુંબમાં થયો હતો. તેમણે સ્વબળે લગનથી ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કરી પ્રથમ ઓવરસિયરની નોકરીથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેઓ એક્ઝિક્યુટિવ એન્જિન્યરના પદ સુધી પણ પહોંચ્યા. તેઓ તેમના કાર્યમાં કરકસર, નિષ્ઠા અને ચોક્કસાઇના આગ્રહી હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન અનેક ઇમારતો, ભવનો, રસ્તાઓ અને પુલોનું નિર્માણ કર્યું હતું. એલિસબ્રિજ એ તેમની સર્જનકળાનો નમૂનો છે. ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ દ્વારા તેમને રાવબહાદુર નો ઇલકાબ અર્પણ કરી તેમનું  દિલ્લી દરબારમાં બહુમાન કર્યું હતું.  ગુજરાત કોલેજના નિર્માણ અને આ સિવાય કેટલીય ઇમારતોના નિર્માણમાં તેમનો ફાળો મહત્વનો છે. ૩૦.૦૯.૧૯૨૨ ના રોજ તેમનું અવસાન થયું.  


૨૯ મી સપ્ટેમ્બર



એમિલ ઝોલા

             શ્રી એમિલ ઝોલાનો જન્મ ૪ એપ્રિલ ૧૮૪૦ ના રોજ પેરિસમાં થયો હતો. પિતા અવસાન પછે આર્થિક સ્થિતી સારી ન હોવાના કારણે ઘરની જવાબદારી ઉઠાવવી પદી. વાંચનનો વધુ પડતો રસ હોવાથી કોલેજના અભ્યાસ દરમિયાન વાંચન લેખન પાછળ વધુ ધ્યાન આપવાના કારણે તે છેલ્લી પરીક્ષામાં નાપાસ થયા અને ઇજનેર બનવાનું માતાનું સ્વપ્ન તૂટી ગયું. માત્ર તેર વર્ષની ઉંમરે તેમણે નવલકથા અને નાટકનું સર્જન કર્યં હતું.  
              ૨૦ વર્ષની ઉંમરે બેકારીથી કંટાળીને એમિલ ઝોલાએ કામ ધંધો શોધવાનું શરૂ કર્યું. ઝોલાનાં પિતાનાં એક મિત્રએ પુસ્તક પ્રકાશન કરતી સંસ્થામાં પુસ્તકોનાં બંડલો બાંધવાની નોકરીમાં રખાવેલ. નવરાશનાં સમયે એમિલ ઝોલા પુસ્તકો વાંચતો અને સમય જતાં એ પ્રસિધ્ધ નવલકથાકાર બન્યો.મકાનમાલિકની પુત્રી એલેકઝાંડ્રીના  જેને તેના પ્રેમીએ તરછોડી હતી આવા વખતે એમિલે એલેકઝાંડ્રીના સમક્ષ લગ્ન માટેની તૈયારી બતાવી અને એ રીતે બંનેનાં લગ્ન થયાં.
અસત્ય અને કપરી પરિસ્થિતીનો સામનો કરનાર અને માનવતાના મૂર્તિ સમા સાહિત્યકાર એમિલ ઝોલાનું ૨૯ મી સપ્ટેમ્બર ૧૯૦૨ ના રોજ અવસાન થયું.  


વિનોદીની નીલકંઠ

         સાહિત્યકાર વિનોદીની નીલકંઠનો જન્મ તા ૦૯.૦૨.૧૯૦૭ ના રોજ અમદાવાદ મુકામે થયો હતો. માતા પિતા તરફથી સાહિત્ય અને શિક્ષણનો વારસો મળ્યો હતો.
          પ્રાથમિક શિક્ષણ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજની પ્રા.શાળામાં અને માધ્યમિક શિક્ષણ સરકારી કન્યા વિદ્યાલયમાં મેળવી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ તેઓ ગુજરાત કોલેજમાં જોડાયા. બી.એ. ની પરીક્ષા પસ કરી વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં જોડાયા હતા. અને શિક્ષણશાસ્ત્ર સાથે એમ.એ. થયા. ભારતમાં પાછા ફરી એસ.એન.ડી.ટી. કોલેજમાં પ્રધ્યાપિકા તરીકે જોડાયાં.
           ગુજરાત સમાચારમાં ઘર ઘર ની જ્યોત નામે સુંદર કટાર લેખ તેઓ નિયમિત લખતાં હતાં. કંદલીવન નવલકથા લખી. અને દિલ દરિયાવનાં મોતી એ તેમનો નવલિકા સંગ્રહ હતો. ગુજરાતી અટકોનો ઇતિહાસ (૧૯૪૨) સંશોધનગ્રંથ છે. સ્ત્રી શિક્ષણ માતે તેમણે વનિત વિશ્રામ નામની સંસ્થા શરૂ કરી હતી. ૨૯.૦૯.૧૯૮૭ ના રોજ તેમનું અવસાન થયું.




૨૪ મી સપ્ટેમ્બર


ડૉ.રાજા રમન્ના
ડૉ.રાજા રમન્નાનો જન્મ ઇ..૧૯૨૫ માં કર્ણાટકના તુમકુર ગામમાં થયો હતો. બી.એસ.સી. કરીને લંડનની કૉલેજમાં પી.એચ.ડી કરી હતી. તેમણે સંરક્ષણ મંત્રાલયમાં વૈજ્ઞાનિક સલાહકાર તેમજ સંરક્ષણ ખાતાના પ્રધાનપદની ગરિમા શોભાવી હતી. એમણે ભાભા એટૉમિક રિસર્ચ સે ન્ટરમાં હોમી ભાભા સાથે ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરી હતી. રાજસ્થાનના રણમાં અણુ પ્રયોગ કરીને નહેરુ, ભાભા અને વિક્રમભાઇનું સ્વપ્ન સાકાર કરી દેખાડ્યું. ઇમ્ફોર્મેશન ટૅકનોલોજીની ક્રાંતિમાંપણ ડૉ.રમનાનો મોટો ફાળો હતો. રાજા રમના સંગીતના ખૂબ જ શોખીન  અને વાદક હતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, અને પદ્મવિભૂષણનું માન મેળવનાર આ મહાન વૈજ્ઞાનિક હોસ્પિટલમાં છે એની જાણ રાષ્ટ્રપતિ ડૉ. કલામને થઇ ત્યારે તેઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી  પોતાના મિત્ર ગુરુ અને માર્ગદર્શક એવા રમના સમક્ષ લગભગ ૧૦ મિનિટ સુધી ઊભા રહી ઝડપી સ્વાસ્થ્ય માટે દુઆ માંગી હતી. તા. ૨૪-૦૯-૨૦૧૩ ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.  

૨૮ મી સપ્ટેમ્બર


ડૉ. લૂઇ પાશ્ચર

                જીવાણુ વિજ્ઞાનના શોધક લૂઇ પાશ્ચરનો જન્મ ઇ.સ. ૧૮૨૨ માં ફ્રાન્સમાં થયો હતો. પ્રકૃતિના ખોળે રમવાનું એમને ખૂબ ગમતું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને રસાયણશાસ્ત્રના પ્રધ્યાપ્રક તરીકે નોકરી મળી. દૂધને ખાટુ બનાવી દેનાર અને ખાંડને લેક્ટિક એસિડમાં ફેરવી દેનાર સૂક્ષ્મ જીવાણુની સૌપ્રથમ શોધ તેમણે કરી અને એના પરથી તેમણે દૂધ અને દારુના ઉદ્યોગને બચાવી લેવાનો કીમિયો શોધ્યો. હડકાયું  કૂતરું કરડે અને થતા હડકવાના રોગથી બચાવી શકાય તે માટેની  ચૌદ રસીની શોધ પણ તેમણે કરી હતી. જંતુઓથી નીપજતા રોગોનો સામનો કરવાની માનવજાતને એમણે આપેલી તરકીબ અને શરીરમાંના ઝેરને ઝેરથી જ નિષ્ક્રીય કરવાની સારવાર એ પણ એમની જ શોધ છે. ૨૮.૦૯.૧૮૯૫ ના રોજ આ મહાન વૈજ્ઞાનિકનું અવસાન થયું. 



શહીદ વીર ભગતસિંહ


       વીર ભગતસિંહનો જન્મ ૨૮.૦૯.૧૯૦૭ ના રોજ પંજાબમાં થયો હતો. તે સમયે ભારતમાં અંગ્રેજો સામેની લડત ચાલુ હતી. ગાંધી વિચારસરણી હેઠળ કોંગ્રેસનું જૂથ અહિંસક આંદોલન ચલાવી રહ્યું હતું. બીજી તરફ એક ક્રાંતિકારીઓનું જૂથ હિંસક માર્ગે અંગ્રેજો સામે સક્રિય આંદોલન ચલાવી રહ્યું હતું. તેમાં ભગતસિંહ પણ એક હતા.
        વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવે ૮ એપ્રિલ ૧૯૨૮ ના રોજ દિલ્લીમાં મળેલી ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. એમના આ કૃત્ય બદલ ત્રણેયની ધરપકડ કરવામાં આવી અને ફાંસીની સજા કરવામાં આવી.  

૨૭ મી સપ્ટેમ્બર


બબલભાઇ મહેતા

       બબલભાઇ મહેતાનો જન્મ તા૧૦.૧૦.૧૯૧૦ ના રોજ સાયલા મુકામે થયો હતો. કૉલેજનું શિક્ષણ કરાંચીમાં પ્રાપ્ત કરી ગુજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ પાસે આવી સેવાકાર્યનો પ્રારંભ કર્યો. ગુજરાત વિદ્યાપીઠના ગ્રામસેવા વિદ્યાલયમાં તાલીમ લઇ વિદ્યાપીઠની ગ્રામસેવા દિક્ષિત પદવી મેળવી. તેમણે ૨૭  જેટલા પુસ્તકો લખ્યા હતાં. તા. ૨૭.૦૯.૧૯૮૧ ના રોજ તેમનું અવસાન થયું.

૨૬ મી સપ્ટેમ્બર


ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

               શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનો જન્મ તા. ૨૬.૦૯.૧૮૨૦ ના રોજ બંગાળમાં થયો હતો. તેઓ પોતાની ગરીબાઇને કારણે શેરીની દીવાબત્તીના અજવાળે ભણવા મજબૂર બન્યા હતા. આ રીતે વાંચન કરીને તેઓ વેદાંત સ્મૃતિ, દર્શનશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર્ની પરીક્ષાઓમાં જ્વલંત સફળતા મેળવી આ સર્વસિદ્ધિને કારણે સંસ્કૃત મહાવિદ્યાલયે તેમને વિદ્યાસાગરનું બિરુદ આપ્યું. તેઓ ફોર્ટ વિલિયમ કોલેજના પ્રાચાર્ય બન્યા. ૧૬ જેટલા ગ્રંથોનું સ્વતંત્ર રીતે લેખન અને ૧૦ જેટલા ગ્રંથોનું સંપાદન કરીને સાહિત્ય, શિક્ષણ, સમાજ સુધારણા ક્ષેત્રે ઘણું  ઉમદા પ્રદાન કરેલ છે. ઇ.સ. ૧૮૯૧ ની ૨૮ મી જુલાઇના રોજ તેમનું અવસાન થયું.

૨૫ મી સપ્ટેમ્બર




ડૉ.ચંદુલાલ દેસાઇ


               ડો.ચંદુલાલ દેસાઇનો જન્મ તા. ૨૫.૦૯.૧૮૮૨ ના રોજ થયો હતો. નીડરતા, સાહસિકતા અને ઝિંદાદિલી જેવા ગુણો તેમને બાળપણથી જ મળ્યા હતા. અભ્યાસ પૂર્ણ કરી તેઓ દાંતના ડૉક્ટર બન્યા. તે સમયે તેઓ સમગ્ર ગુજરાતમાં દંતવિદ્યાના નિષ્ણાત ગણાતા હતા. તેમણે કરેલી દવાની એક શોધની વાર્ષિક રોયલ્ટી છેક સુધી સેવાશ્રમને જ આપીને તેમણે ત્યાગનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ૮૬ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. 

Thursday 1 March 2018

૩૦મી એપ્રિલ


દાદા સાહેબ ફાળકે

                ભારતીય ચલચિત્ર ઉધ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેનો જન્મ તા. ૩૦.૦૪.૧૮૭૦ ના રોજ નાસિક જિલ્લાના એક ગામમાં થયો હતો. બાળપણથી જ તેમને નાટક ચિત્ર વગેરેમાં ઘણો રસ હતો. નાતાલના દિવસે ઇસુના જીવન પર એક ફિલ્મ જોઇને તેમને પણ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેમની પ્રથમ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર હતી. પછીના સમયમાં ૧૦૦ જેટલી ફિલ્મો બનાવી. જેમાં કૃષ્ણજન્મ’, લંકાદહન’, સાવિત્ર્ર’, જેવા ચલચિત્રોને અદ્દ્ભૂત સફળતા મળી. ભસ્માસૂર અને મોહિની માં એક યુવતી પાત્ર ભજવવા તૈયાર થઇ અને ભારતીય ચલચિત્ર ઉદ્યોગે કરવટ બદલી. તેમણે હિન્દુસ્તાન ફિલ્મ કંપની બનાવી અને સફળતા પણ મેળવી. તેમનું અવસાન ઇ.સ. ૧૯૪૪ માં થયું. તેઓ દાદાસાહેબ ફાળકે તરીકે પ્રસિધ્ધ થયા. જેમની સ્મૃતિમાં આજે પણ શ્રેષ્ઠ નિર્માતા, સંગીતકાર, ગીતકાર, અભિનેતા, અભિનેત્રી, વગેરેને દર વર્ષે ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવે છે.  

૨૯ મી એપ્રિલ


રવિ વર્મા


            મહાન ચિત્રકાર શ્રી રવિ વર્માનો જન્મ તા.૨૯.૦૪.૧૮૪૮ ના રોજ તમિલનાડુના એક ગામમાં થયો હતો. રવિ વર્માને બાળપણથી જ ચિત્રો દોરવાનો શોખ. તેમને તૈલચિત્રો બનાવવાની હોંશ જાગી. ભારતભરમાં ભરાતા ચિત્ર પ્રદર્શનોમાં રવિ વર્માની કલાકૃતિ હન્મેશાં હોય. એટલું જ નહીં પારિતોષિક પણ તેમને મળતા હતા. પોતાના “રવિ વર્મા પ્રેસ” ના માધ્યમથી જનતાના પણ કલાકાર બન્યા હતા. રવિ વર્માની કદર રૂપે બ્રિટિશ સરકાર તરફથી તેમને કૈસરેહિંદ નો ઇલ્કાબ મળ્યો હતો. ૫૦૦ જેટલાં ચિત્રોનો સંગ્રહ ભેટ ધરી ૫૮ વર્ષની વયે ઇ.સ. ૧૯૦૬ માં તેમનું અવસાન થયું.