Saturday 27 July 2013

૨૭ મી જુલાઇ

સંત પુનિત મહારજ

                 બાળકૃષ્ણ (પુનિત મહારાજ) ના ભજનો નરસિંહ મહેતાના પદોની જેમ જ લોકભાગ્ય બની જઇને ગુજરાતી ભક્તિ સાહિત્યની એક અમૂલ્ય થાપણરૂપ બની ગયાં છે. પોસ્ટ ઓફિસમાં પટાવાળાથી શરૂ કરીને અમદાવાદની મિલોમાં પણ નોકરી કરી. દૈવી શક્તિથી ભજનો રચવા લાગ્યાં, સાથે કંઠ પણ ઊઘડ્યો. જે મળ્યું તેનું પુનિત સેવાશ્રમ નામનું એક ટ્રસ્ટ બનાવ્યું. દ્ધ્રારિકા અને ડાકોરના પગપાળા સંઘો યોજી એમણે ભક્તિની ધૂન મચાવી. કેવલ રામનામના સહારે સંસારસાગર તરી જનાર એ સંતનું તા. ૨૭-૦૭-૧૯૬૨ માં અવસાન થયું.  

Friday 26 July 2013

૨૬ મી જુલાઇ

જ્યોર્જ બનોર્ડ શૉ

              પ્રખર અને પ્રકાંડ નાટયકાર જ્યોર્જ બર્નોર્ડ શૉનો જન્મ તા. ૨૬-૦૭-૧૮૫૬ના રોજ થયો હતો. એમનું લેખક જીવન બાવીસ વર્ષંની વયે ઇમ્મેચ્યોરીટી નામની નવલકથા લખી ત્યારથી શરૂ થયું. ધ વિડોઅર્સ હાઉસીસ નામનું પ્રથમ નાટક બહાર પડતાં જ એમને સફળતા ઉપર સફળતા મળવા લાગી. મેન ઑફ ડેસ્ટીની’, મેન એન્ડ સુપરમેન’, સેન્ટ જોન વગેરે કૃતિઓથી બર્નોર્ડ શૉ જગવિખ્યાત બની ગયા. તેઓ લંડનના સ્ટાર પત્રના લેખક અને વિવેચક હતા. ૯૨ વર્ષની વયે ઇ.સ. ૧૯૫૦માં તેઓ દેહાવસાન પામ્યા.  

Thursday 25 July 2013

સુવિચાર-૫

v  જે કંઇ નથી કરતો તે જ માત્ર આળસુ નથી પરંતુ આળસુ તે પણ છે કે જે પોતાના કામ કરતા વધારે સારું કામ મેળવી શકે છે છતાં કરતો નથી. આળસમાં જીવન વીતાવવું તે અત્મહત્યા સમાન છે.
v  પુસ્તક એ એક એવો શિક્ષક છે જે સોટી માર્યા વગર, કડવા વચન કે ક્રોધ કર્યા વગર, દાન દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે. 
v  શંકાઓ કરવી અને સવાલો પૂછવા એ જ જ્ઞાન મેળવવાનો ઉતમ ઉપાય છે.
v  કોઇનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોઇ છે.
v  વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે.
v  માણસ મિત્રો મેળવવામાં ધીમો અને દુશ્મનો પસંદ કરવામાં ઉતાવળો હોય છે. જીવનમાં ચાર જાતની વ્યક્તિઓ મળે છે. ઓળખતી હોય, સબંધી હોય, સ્વજન હોય અને મિત્ર હોય. આ સૌને ઓળખી લેવા. આ સબંધોની ગેરસમજ માણસને વધુ દુ:ખી કરે છે. સારા મિત્રો જીવનમાં મળે એના કરતા આપણે જ કોઇના સારા મિત્ર બનીએ તો કેવુ ?  
v  જે જોઇએ છે તે મળતું નથી. જે જોઇતું નથી તે સ્વીકારવું પડે છે.
v  ઇશ્વર જેવો કોઇ મોટો કલાકાર નથી. એ માનવીને સર્જે છે. પણ માનવીની નીચે પોતાનુ નામ લખતો નથી, અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે. પણ માતાયે ઇશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપે છે.
v  વિદ્યારૂપી કારમાં વાંચનરૂપી પેટ્રોલ ન પૂરવામાં આવતા ઊંઘરૂપી બ્રેક લાગવાથી નાપાસરૂપી એક્સિડન્ટ થાય છે.
v  ધન મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને વાપરજો પ્રીતિથી.
v  વિચાર્યા વિનાં વાંચવું એ પચાવ્યા વિના ખાધા જેવું છે.
v  મહેનત વગર નસીબ ક્યારેય ઊઘડતું નથી.

v  જીવનમાં દરેક ક્ષેત્રમાં સુખ દુ:ખ તો આવ્યા જ કરે છે. સુખમાં ફુલાઇ જવુ નહિ અને દુ:ખમાં હારી જવું જોઇએ નહિ. દુ:ખ વિનાની જિંદગી જિંદગી નથી હોતી જીવનમાં સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ છે. સુખ આવે તો દુ:ખ આવે છે, અને દુ:ખ જાય તો સુખ આવે છે એવી આશા અમર છે.    

સુવિચાર-૪

v  બીજા શું કરે છે તેની સામુ ન જોતા મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે.
v  કાચ, મન અને મોતી તૂટયા પછી સંધાતા નથી.
v  નાની બાબતોનો ખ્યાલ રાખો. નાની એવી તિરાડને લીધે મોટા બંધનો તૂટી જાય છે.
v  પડોશીની સો ભૂલ સુધારવા કરતા પોતાની એક ભૂલ સુધારવી એ સર્વશ્રેષ્ઠ છે.
v  કોઇને મિત્ર ન બનવો તો કંઇ જ નહિ, પણ દુશ્મન તો ન જ બનાવો.
v  પારકા માટે પગથિયું ન બની શકો તો કાંઇ જ નહિ ખાડો તો ન જ બનો.
v  સાપને દાંતમાં, માખીને માથામાં અને વીછીં ને પૂછડામાં ઝેર હોય છે પરંતુ દુર્જન લોકોને અંગે અંગમાં ઝેર હોય છે.
v  તમે બીજા તરફ કાદવ ઊછાળશો તો તે કાદવ બીજાને ગંદા કરશે કે ન કરે, પણ તમારા હાથ તો ગંદા કરશે જ.
v  સમયનો સદઉપયોગ કરવા માટે આપણે દરરોજ એવી  રીતે જીવવું જોઇએ કે જાણે એ દરેક દિવસ આપણા જીવનનો આખરી દિવસ હોય.
v  સાદગી એ જીવનની એક એવી વિદ્યા છે જે મનુષ્યની કીર્તિ વધારે છે.  
v  પથ્થર જેવા ન બનો, નહિ તો ડૂબી જશો. પીંછા જેવા બનો તો તુફાનામાં પણ તરતા રહેશો.
v  ઇમારત ચણાવો તો જો જો કે જમીન કેવી છે. મિત્રતા બાંધો તો જો જો કે સ્વભાવ કેવો છે.
v  બુદ્ધિ છે બાપા જેવી એને કમાઉ દીકરો જ ગમે છે. જ્યારે હ્યદય છે માં જેવું એને કમજોર દીકરોય ગમે છે.
v  સમર્પણ છે લાકડા જેવું, એને કોઇ ડૂબાડી શકતું નથી, જ્યારે અહંકાર છે પથ્થર જેવો એને કોઇ તારી શકતુ નથી.
v  થોડું વાંચવુ અને વધું વિચારવુ, થોડું બોલવું અને વધુ સાંભળવુ એ જ બુદ્ધિમાન થવાનો ઉપાય છે.
v  જે તમારી પાસે છે તે આપો અને જે તમારી પાસે નથી તે મેળવવાનો પ્રયત્ન કરો આજ જીવનની સુંદર પ્રક્રિયા છે.
v  અવસરને અનુરૂપ વાત કરવી, સામર્થ્યને અનુકૂળ સાહસ કરવું અને શક્તિને  અનુરૂપ  ક્રોધ કરવો.
v  જીવન એક મુસાફરી છે એ મુસાફરીનો ક્યારે અંત આવી જાય એની ખબર આપણને હોતી નથી. માટે એ મુસાફરીને સમજી વિચારીને સફળ બનાવવા પ્રયાસ કરવો જોઇએ.
v  બીજા માણસના હ્રદય જીતી લેનાર માણસ ભાગ્યશાળી ગણાય છે. પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેના જેવો બીજો કોઇ ભાગ્યશાળી નથી.   
v  બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે, એથી વિશેષ એ ઊભી કરે છે.
v  દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે આપણે જેવા બહારથી દેખાવા ઇચ્છીએ છીએ તેવા અંદરથી પણ બનીએ.

v  ચાર વસ્તુઓથી મનુષ્યની ઇચ્છા પૂર્ણ થઇ જાય છે. ઉતમ માણસોના સંગમાં રહેવાથી, સજ્જનોની સલાહ લેવાથી, દૂષ્ટ વ્યક્તિઓથી દૂર રહેવાથી અને ફકીરો સાથે મિત્રભાવ રાખવાથી.  

સુવિચાર-૩

સુવિચાર
v  નદી કે સાગરનું પાણી બંને કાંઠામાં મર્યાદામાં ન રહે તો વિનાશ સર્જે છે.
v  કોઇ પણ વસ્તુ સારી અથવા ખરાબ નથી પણ તમારા વિચારો તે રીતે તમને બનાવે છે.
v  કોઇની પ્રગતિનું સોપાન ન બની શકો તો કંઇ નહિ પણ કોઇની અધોગતિનો ખાડો તો ન જ બનો.
v  જ્ઞાન મેળવવું સહેલું છે પણ પચાવવું – ટકાવવું મુશ્કેલ છે.
v  જીવન શ્રેષ્ઠ બનાવવું હોઇ તો ઓછું બોલો, ઓછું ખરચો અને ઓછું ખાઓ.
v  હોઠ બહાર નીકળેલો શબ્દ કેટલા પણ ઘોડાની માદદથી પાછો વાળી શકાતો નથી, એટલે જ વિચારપૂર્વક બોલવું જોઇએ.
v  ધ્યેય વિનાનું જીવન આંકડાં વગરના મીંડા જેવું છે.
v  જે માણસ ફરજ નથી સમજતો ને અધિકાર જ સમજે છે તે પ્રાણી સમાન છે.
v  સામા માણસને ઉતારી પાડતા પહેલાં તમને કોઇ ઉતારી પાડે તો કેવું થાય તે વિચારી જોવું જરૂરી છે.
v  માન માગશો નહિ, માન આપજો. પ્રેમ માગશો નહિ, પ્રેમ આપજો.
v  મનુષ્ય જે કાંઇ ખાય છે તેનાથી નહિ પણ જેટલું પચાવી શકે છે, તેનાથી બળવાન બને છે.
v  આપણે કેટલું જીવીએ છીએ તેનું મહત્વ નથી પણ કેવી રીતે જીવીએ છીએ તેનું મહત્વ છે.
v  ભૂલ થઇ જાય તેમાં પાપ નથી પરંતુ કરેલી ભૂલ છૂપાવવામાં ભયંકર પાપ છે.
v  સત્ય અને માધુર્ય ભાષા બોલો. સત્ય હોવા છતાં બીજાના દિલને  દુ:ખાવનારી બાબત હોય તો મૌન રહો.
v  મારી ભૂલ, ટીકા અથવા દોષ કોઇ નહિ કાઢે તેવા સમયની રાહ જોનાર માણસ કંઇ પણ કરી શકશે નહિ.
v  વેરનો બદલો વેરથી નહી લેતા પ્રેમથી લેશો તો જગતમાં તમારો એક વેરી ઓછો કર્યાનો લાભ મળશે.
v  ફુલ પાથરનારને સુવાસ મળે છે. અને શૂળ પાથરનારને શૂળના ડંખ.
v  નિડર બનીને આગળ વધવાવાળા ને જીવનમાં કદી નિષ્ફળતા મળતી નથી.
v  જે કોઇને જિંદગી આપી શકતો નથી એને કોઇનો જીવ લેવાનો પણ અધિકાર નથી.
v  કોઇએ તમારા માટે શું કર્યુ તેના કરતાં તમોએ કોઇના માટે શું કર્યુ તે પહેલા વિચારો.
v  શત્રુ કરતા દોસ્તને ક્ષમા આપવાનું કામ વધુ કપરું છે.
v  ક્રોધ એક પ્રકારનું તોફાન છે. તે જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરે છે.
v  અનુભવ એ દરેક માણસે પોતની ભૂલોને આપેલું નામ છે.
v  ભૂતકાળ ડહાપણ માટે છે, વર્તમાન કાર્ય માટે અને આનંદ માટે ભવિષ્યકાળ છે.
v  ધીરજ કડવી હોય છે, પણ ફળ મીઠા હોય છે.
v  વહી જતાં સમયને ઉપયોગ કરો નહીંતર પસ્તાશો.
v  ક્ષમા આપવી ઉતમ છે પણ એને ભૂલી જવું એ એના કરતાં પણ વધું ઉતમ છે.


સુવિચાર-૨

સુવિચાર
v  વિશ્વાસ કરવો એક ગુણ છે. અવિશ્વાસ દુર્બળતાની જનેતા છે.
                                                         - ગાંધીજી
v  જે બીજાઓ માટે જીવે છે તેને કદી નિરાશા નથી મળતી.
                                                         -ટોલ્સટોય
v  પ્રેમ આંખોથી નહિ, હદયથી દેખાય છે એટલા માટે જ પ્રેમ આંધળો છે એમ કહ્યું છે.
                                                                  - શેક્સપિયર
v  પ્રેમ બલિદાન શીખવે છે, હિસાબ નહી.                                  
                                         – અજ્ઞાત
v  ચારિત્ર્ય જ મનુષ્યની પૂંજી છે.                                         
                         ‌‌- એમર્સન
v  પ્રેમ ભગવાનનું શ્રેષ્ઠ વરદાન છે.                                   
                               – વોલ્ટેર
v  સમયની કસોટી પર જ મનુષ્યના આત્માની પરીક્ષા થાય છે.             
                                                    – થામસ પેટ
v  સમય જ સૌથી યોગ્ય શિક્ષક છે.                                        
                         – પૈરીકલીજ
v  તમારે જે કાંઇ જોઇએ તે સ્મિત વેરીને પ્રાપ્ત કરો, નહિં કે તલવારના જોરે.
                                                                   – શેક્સપિયર
v  મૃત્યુ ભલે અપનાવવું પડે પણ અન્યાય સામે ક્યારેય ન ઝૂકો.        
                                                       – ભગતસિંહ
v  હિંમતને હથિયારની સહેજે જરૂર નથી હોતી.           
                                       – ટોમસકુલર
v  જે પોતાના દેશને પ્રેમ નથી કરી શકતો, એ બીજા કોઇ સાથે પ્રેમ નથી કરી શકતો.                               
                                                                              -વિનોબાભાવે
v  મહાન વ્યક્તિ ન કોઇનું અપમાન કરે છે અને ન તેને સહન કરે છે.


                                                                                  - હોમ

સુવિચાર-૧

સુવિચાર
v  કોઇ પણ કામ કરતાં તમારે નીચું જોવું પડે તેવું એક પણ કામ કરશો નહિ.
                                                                 - જેમ્સ એલન
v  આત્મવિશ્વાસ, આત્મજ્ઞાન અને આત્મસંયમ આ ત્રણ વસ્તુઓ જ જીવનને પરમ શક્તિ સંપન્ન બનાવે   છે.
                                                                               -ટેનિસન
v  માત્ર આંખ અને કાનને સંતોષે તે જ કલા નથી, જે આત્માને ઉન્નત કરે તે વાસ્તવિક કલા છે.                                          
                                                                    - ગાંધીજી
v  બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
                                                                     - રવિન્દ્રનાથ ટાગોર
v  પ્રેમ સ્વર્ગનો માર્ગ છે. માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે                                                                                                   
                                          -  ભગવાન બુદ્ધ
v  પ્રાર્થના આત્માની પરમ આવશ્યકતા છે. પ્રત્યેકવાર કરેલું હરિ- સ્મરણ પરમેશ્વર નજીક લઇ જાય છે.       
                                                                                 -  ગાંધીજી
v  ઇશ્વર એક વાર જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતા પૂર્વે તે ક્ષણ આંચકી લે છે.
                                                                            - સ્વેટ માર્ડન
v  જગતમાં તમારો કોઇ મિત્ર નથી કે શત્રુ નથી. તમારું વર્તન જ મિત્ર કે શત્રુ બનાવવા જવાબદાર છે.
                                                                        - ચાણક્ય
v  જેનામાં વિદ્યા નથી, જ્ઞાન નથી, શીલ નથી, ગુણ નથી, ધર્મ નથી તે પશુ જેવો માનવી પૃથ્વી પર ભારરૂપ છે.   
                                                                                 – ભર્તુહરી
v  કોઇ સ્ત્રી માટે કોઇ ગુપ્ત વાત રાખવી કઠિન નથી. કઠિન તો એ છે ગુપ્ત રાખવું કે તેને કોઇ ગુપ્ત વાતની ખબર છે.
                                                                            –  આશારાની
v  દ્ધેષને પ્રેમથી જીતો, બુરાઇને ભલાઇથી  જીતો, લોભને દાનથી જીતો, અને અસત્યને સત્યથી જીતો.
                                                                            - ભગવાન બુદ્ધ
v  માણસ એ જ સત્ય છે. માણસે પોતાની બહાર કશું જ શોધવાનું નથી. આરંભ અને અંત તેના પોતાનામાં જ છે.   
                                                                          – હેનરી મિલર
v  જેનામાં નિર્ણય લેવાની શક્તિ નથી એ માણસ દુનિયામાં કોઇ કામનો નથી.
                                                                     - ઇમરસન
v  સર્વોતમ મનુષ્ય તેમના દોષ વડે તેમની ભૂલો વડે જ ઘડાય છે.
                                                                 - શેક્સપિયર

૨૫ મી જુલાઇ

જિમ કોર્બેટ

                જિમ કોર્બેટનો જન્મ તા. ૨૫-૧૭-૧૮૭૫ ના રોજ નૈનિતાલની પશ્રિમ ઘાટીમાં થયો હતો. ગીચ જંગલોમાં ગિલોલ અને તીર-કામઠાથી શિકારની મોજ લેવા માટે જંગલોના પંખી-પ્રાણીઓની ખાસિયતોનો અજબ અનુભવ મેળવ્યો. વીસ વર્ષની વયે એમણે રેલવે ખાતામાં કામ મેળવ્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ એમણે શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી. સેવાની કદરરૂપે એમને લેફટનન્ટ કર્નલનું પદ અને સી.આઇ.. નો ખિતાબ અપાયલો હતો. એમના જંગલ લોર, ટેમ્પલ ટાઇગર , મેનઇટિંગ લેપર્ડ ઓફ રૂદ્રપ્રયાગ અત્યંત લોકપ્રિય પુસ્તકો છે. મેન ઇટર્સ ઓફ કુમાઉની કતા પરથી તો ફિલ્મ પણ બની છે. ઇ.સ. ૧૯૫૫માં તેમનું અવસાન થયું. 

Wednesday 24 July 2013

૨૪ મી જુલાઇ

ડૉ. જ્યોર્જ વિલ્સન

                         અમદાવાદની ગુજરાત કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોર્જ વિલ્સનનો જન્મ ઇ. . ૧૮૭૭માં થયો હતો. આયરલેન્ડની કૉલેજમાં અભ્યાસ કરી સ્નાતક થયા અને તેમને ભારતમાં ઉપદેશક અને મિશનકાર્ય માટે નિમણૂંક મળી. તેમની ફોટોગ્રાફીએ ખેડૂતો, કુંભારો, શાકભાજી વેચવાવાળા, ગધેડાંવાળા વગેરે ગ્રામ્યપ્રજા તથા મંદિરો પાસેના દ્શ્યોનું ભારતીય લોકજીવનનું મોટું દફતર બનાવ્યું છે. તેમના કાર્યની કદરરૂપે તેમને આયલેન્ડની પ્રેસ્બ્ટેરિયન થિયોલોજિકલ ફેકલ્ટી તરફથી ડૉક્ટર ઓફ ડિવિનિટિ ની પદવી પણ એનાયત થયેલી. ૮૨ વર્ષની વયે તા. ૨૪-૦૭-૧૯૫૯ના રોજ સુરેન્દ્રનગરમાં તેમનું દુ:ખદ અવસાન થયું.