Wednesday 26 December 2012

કન્યાને વિદાય પ્રસંગે


કન્યાને વિદાય પ્રસંગે .......................
મૈયા માતાની શિખામણ
વ્યવસ્થા એજ ઘરની શોભ.
સંતુષ્ટ  “ સ્ત્રી “ એજ ઘરની લક્ષ્મી.
આતિથ્ય એજ ઘરનો વૈભવ.
સમાધાન એજ ઘરનું સુખ.
ધાર્મિકતા એજ ઘરનું શિખર.
પુત્રીને સાસરે વળાવતી વખતે માતાએ શિખામણ રૂપે આપેલ અમૂલ્ય કરિયાવર.
        પુત્રી આજ દિન સુધી તેં મારી અને તારા પિતાની આજ્ઞા પાળી છે. તેવી જ રીતે તારા સાસુ-સસરાની આજ્ઞનું પાલન કરજે. તેમની સાથે હંમેશા વિનય અને સહનશીલતાથી વર્તજે . લગ્ન પછી તારા પતિ એજ તારા સ્વામી થશે. તેમની સાથે સદા નમ્રતાપૂર્વક વર્તજે. પતિની આજ્ઞા નું પાલન કરવું એ સ્ત્રીનો ઉત્તમ ધર્મ અને ગુણ છે. પતિ કાંઇ અયોગ્ય કામ કરે તો ગુસ્સો નહિ કરતાં ધીરજ ધરી મૌન રહેજો, જ્યારે તે  શાંત થાય ત્યારે નમ્રતાથી ખોટું ન લાગે તે રીતે સમજાવજે..  
સાસરીયા માં કોઇની સાથે અણબનાવ કે રીશ કરીશ નહી.   નહિ તો પતિનો પ્રેમ ગુમાવી બેસવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે.
ઘરકામ કરવામાં કદી આળસ કરીશ નહિ, તેમજ તેમાં નાનમ માનીશ નહિ, રસોઇ કરવામાં કાળજી રાખજે.જેથી તું દરેકની પ્રિતી પ્રાપ્ત કરીશ.કદી જૂઠું બોલીશા નહિ,કોઇની સાથે તોછડાઇથી બોલીશ નહિ,પડોશીઓની નિંદા નહિ કરતાં દરેક ની સાથે હળી મળીને રહેજે. વડીલોને વિનયથી અને નાનેરાઓને હેતથી જીતી લેજે.
ઘરના વૈભવ માટે કે તારા માટે દેખા-દેખી કરીને  તારા પતિ પાસે કરજ કરાવીને તેનાગજા ઉપરાંત કર્જ કદી કરાવીશ નહિ, તારું ગૃહકાર્ય આવક પ્રમાણે ખર્ચ રાખી સાવધાનીથી તેમજ કરકસર થી ચલાવજે.
તારું ભાગ્ય તારા હાથમાં છે કોઇ જ્યોતિષી કે અન્ય હાથ જોનારાને તારા ભાગ્ય વિષે પૂછીશ નહિ, બંગડીઓ જેવી સૌભાગ્યની નિશાની પહેરવાની ઇચ્છા થાયતો  ઘેર લાવી મંગાવી તારા સાસુ અથવા નણંદ પાસે પહેરવી. પરંતુ બજારમાં કોઇની દુકાને પરપુરૂષને હાથે કદી પહેરીશ નહિ. કપાળમાં હંમેશાં કુમકુમનો ચાંદલો કરજે. એ તારા સૌભાગ્યનું ચિહ્ન છે.  બહુ જ બારીક અને ભભકાદાર કપડાં નહિ પહેરતાં લાજ મર્યાદા જળવાય એવાં વસ્ત્રો પહેરજે.
આબરૂ શુભ આચરણમાં છે નહિ કે ઘરેણાં અથવા કપડાં માં, તે યાદ રાખજે, ઘરની શોભા ચોખ્ખાઇ જાળવવામાં છે. સ્વચ્છ્તામાં પ્રભુનો વાસ હોય છે. અને તેથી  ત્યાં રોગ કે દુ:ખ આવતાં નથી, તે હંમેશાં યાદ રાખજે, રોજ વહેલા ઊઠી શરીર, મન અને કપડાં સ્વચ્છ કરી સદાચારી અને નિયમિત રહી પતિવ્રતા ધર્મનું પાલન કરજે. પારકે ઘેર જવાની આદત રાખીશ નહિ.
મિષ્ટ ભાષા એ મહાન વસ્ત્રી કરૂણ મંત્ર છે. કટુ વચન કદાપી બોલીશ નહિ, મીઠી વાણી વડે દરેકને જીતી લેજે, જ્ઞાનીસદગુણી ઓ તેમજ વયોવૃદ્ધ સ્ત્રીઓ પાસે બેસતા રહેવું હિતકર્તા છે. સંયમી જીવન શરીરને નિરોગી રાખી લાંબુ આયુષ્ય બક્ષે છે તેથી પ્રજા પણ નિરોગી અને તેજસ્વી થાય છે, તો જીવનને જેમ બને તેમ સંયમિત બનાવજે.
              તારા પિતા ઉચ્ચ અધિકારી હોય કે અમીર હોય તો તેનો ગર્વ રાખીશ નહી.તેમજ તારા પતિ સમક્ષ તારા પિતાની શ્રીમંતાઇના વખાણ કદી પણ કરીશ નહીં.
               ઉપરના હિત વચનો વાંચી, વિચારી વર્તન કરીશ તો જીંદગી સ્વર્ગરૂપ બનાવી શકીશ.
                   મૈયાના આ વચનો ગળે ઉતારજે .............................

ડૉ. સ્ટાર


ડૉ. સ્ટાર
જન્મ : - ખૈબઘાટની તળેટીમાં.
       જોખમોને જીતી સમાજની સેવા કરી માનવ સમાજને પ્રેરણા રૂપ પ્રકાશપૂંજ.
જીવન કાર્ય
·         ડૉ. હેરોલ્ડ સ્ટારની મિસિસ સ્ટાર ભરત અને અફઘાનિસ્તાન વચ્ચેના ખૈબરઘાટના ઉંચા શિખરો અને પહાદી પ્રદેશમાં માનવા સેવા ( દાક્તરી શિક્ષણ ) અર્થે અજાણ્યા વિસ્તારમાં રહી અંગ્રેજ લશ્કર વચ્ચેના હુમલામાં એક આફ્રિદીએ મિ. સ્ટારના પતિની હત્યા કરી છતાં પતિના સેવા કાર્યો પોતે ઉપાડી લીધા અને પ્રજામાં અજ્ઞાનતા દૂર કરવા લોકોની શારિરીક સુખાકારી અને સ્વસ્થ બનાવવા તત્પર રહી પોતાના પતિનું ખૂન કરનાર આફ્રિદીની પણ સેવા કરી સાજો કર્યો. ડૉ. સ્ટાર ધૈર્યશીલ, સાહસિક, નિડર, હિંમતવાન, સેવાભાવી અને આત્મવિશ્વાસ ધરાવતા ગુણો ધરાવતી વિરલ નારી હતી.  

હબ્બા ખાતૂન


હબ્બા ખાતૂન
જન્મા : કશ્મીર – પેમપુર (ચંદહાર )
ઇ.સ. ૧૫૦૦ની સદી.
સૌદર્યશાળી, કોકીલ કંઠની માલિક – પછત ગામડામાં જન્મી કાશ્મીરની રાણી બનનાર મહિલા.
જીવનકાર્ય
·         ૧૫મી સદીમાં કન્યા કેળવણી પર ચૂસ્ત પ્રતિબંધ હોવા છતાં ખાતૂને અક્ષર જ્ઞાન મેળવી પવિત્ર કુરાન અને ફારસી કાલીનનલ અભ્યાસ કર્યો. શેખ સાદીની કવિતાઓને કંઠમાં વસાવી સ્વર્ગીય મીઠાશ આપી. આ કંઠની સુવાસ કાશ્મીરના સુલતાન યુસુફખાનના કાને પહોંચી. તેના કંઠમાંથી નીકળતા સૂરોથી પ્રભાવિત થઇ રાજાએ પોતાની રાણી બનાવી. તેના કંઠે ગવાયેલા ગીતો આજે પણ કાશ્મીરની પહાડીઓમાં ઘાંટીએ લોકકંઠે ગુંજે છે.       

Monday 24 December 2012

નારાયણ બાપુજીના મુખેથી


પરમ પૂજ્ય
       નારાયણ બાપુજીના મુખેથી
          દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઊઠવું.ઊઠી પથારીમાં થોડો સમય બેસી ઇશ્વર સ્મરણ કરવું. બાદ મળ વિસર્ગ માટે દૂર જવું.હાથ-પગ ધોઇ દાતણ કરવું.પછી સ્નાન કરી ધોયેલું વસ્ત્ર પહેરવું.નિયત કરેલ દેવ દેવીના સ્થળે પોતના ગુરૂ તથા પોતાના ઇષ્ટ દેવના ફોટા અથવા મૂર્તિને સ્નાન,ચંદન,પુષ્પ,દિપક વગેરે ક્રિયા કરવી.અને ગુરૂએ આપેલ મંત્ર નિત્ય નિયમ મુજબ કરવા.
        ત્યાર બાદ પોતના ધંધામાં પ્રભુને પ્રભુને યાદ કરી ધંધે લાગવું.જેમાં અનિતી,અસભ્ય કે કોઇનું અનિષ્ટ થાય એવો ધંધો કરવો નહીં.પછી નિયમસર જમવું,તેમાં પહેલા અતિથિ કે ગૌગ્રાહ કાઢીને જમવું.સાંજે નિત્ય નિયમ મુજબ સ્નાન કરવું. અને સ્વસ્થ  ચિત્તે સર્વની સાથે ભોજન કરવું.ત્યાર બાદ કુટુંબના સભ્યો સાથે પ્રેમથી પ્રભુ ચર્ચા કરવી અને નિત્ય નિયમનું નામ સ્મરણ કરી અને નિદ્રાધીન થતાં પહેલાં પથારીમાં બેસી આખો દિવસ કરેલા કાર્યોનું આત્મ નિરીક્ષણ કરો.
        જેમાં વિચારવું, આજે મેં શું કામ કર્યું? તેનાથી કોને દુ:ખ થયું કે કોને સુખ થયું? કેટલા વખત ખોટું (અસત્ય) બોલ્યો? કોઇને દુ:ખ ઉત્પન્ન થાય એવી ખરાબ વાણીકેટલા વખત બોલ્યો?કેટલા વખત ક્રોધ કર્યો?એ રીતે આખા દિવસમાં આપણે શું ભૂલ કરી તે આત્મ નિરીક્ષણ કરવું.
       આવતીકાલથી એ ભૂલ નહી કરું એવો સંકલ્પ કરવો. આખા દિવસમાં પ્રભુને કેટલી વખત યાદ કર્યા? કેટલા આત્માને શાંતિ આપી?વાણી કે વર્તનથી દુ:ખ કર્યું? અને માનવ જીવનની અમૂલ્ય પળો મેં શેમાં ગુમાવી એ રીતનો પૂર્વ વિચાર કરવો.અને આવતી કાલથી સવારે જે ભૂલ થઇ  હોય તે ના કરવા સંકલ્પ કરવો. અને પ્રભુ સ્મરણકરતાં નિદ્રાધીન થવું. પ્રાત:કાળ થતાં સૂર્યોદય પહેલા ઊઠી સાંજે કરેલ આત્મનિરીક્ષણ મુજબ ભૂલો સુધારીને નિત્ય નિયમ મુજબ શુભ દિવસની શરૂઆત કરવી.
      નિયમસર પ્રાથના માં જવું અને મંડળના નિયમોનું બરાબર પાલન કરવું એમાં જ તમારૂ કલ્યાણ છે. દ્વ્રેષ, ઇર્ષા અને અભિમાનને છોડી નિયત કરેલ સ્થળે પ્રભુ પ્રાર્થનામાં જરા પણ વિક્ષેપ ના આવે એરીતનું પ્રેમથી શિસ્તનું પાલન કરવું.
       આપણે પ્રાથનામાં શા માટે જઇએ છીએ, એ વિચારને કદી ભૂલશો નહીં.પ્રભુ ભક્તિ, પ્રભુ પ્રાર્થનામાં પ્રભુ પાસે સાચા હ્રદયથી પોકાર કરો......”હે જગત નિર્યતા ઇશ્વર અમને માનવ દેહ આપી અમારા ઉપર મોટો ઉપકાર કર્યો,હવે અમારૂ જીવન નાવ સંસાર સાગરમાંથી સામા કિનારે એટલે તુજ ચરણોમાં સમાવી લેજે.એ માટે અમને સદબુદ્ધિ આપ અમને અહંકાર,કામ,ક્રોધ,મોહ,લોભ,વ્યસન અને દ્વ્રેષથી મુક્ત કર” એ રીતની એક ચિત્તે પ્રભુ પ્રાર્થના કરો. જપ,પ્રાર્થના,કિર્તન,રામાયણ,ભાગવત ગીતા તથા શ્રીમદ ગીતાનું અધ્યયન કરો.આપણું મંડળ એક જ પિતાના બાળકોનું બનેલું છે. અને એક જ ગુરૂના શિષ્યો હોઇ એક જ કુટંબ તરીકે હોઇ સર્વના હિતમાં પૂર્ણ વિકાસ થાય એ રીતે ગુરૂએ આપેલા જ્ઞાનનું પાલન કરી ભક્તિનો વિકાસ કરો.
      જ્યારે પૂર્વ જન્મના પુણ્યના પ્રભાવથી જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવાનું હોય છે  ત્યારે પરમ પવિત્ર એવા ગુરૂની આજ્ઞાથી તેમજ ઇશ્વર કૃપાથી આપણને સમૂહ  પ્રાથનાનું  ઇશ્વરે લાભ આપેલ છે.સમૂહ પ્રાર્થનામાં માનવ જીવનનું  હિત છે, કલ્યાણ છે અને લાભ છે.
         હિરક મહોત્સવ-૧૯૯૩ તરખંડા પ્રા.શાળા
શનાભાઇ બી. ચાવડા
આ.શિ.
સ્મરણિકા પુસ્તકમાંથી

શાળા એટલે


શાળા એટલે.........
સુંદર પ્રયોગ શાળા


શાળા એટલે સુંદર પ્રયોગ શાળા.
શાળનું મકાન એટલે ત્રણ – ચાર મજલાનું આલિશાન મકાન નહિ.
શાળા એટલે આવતી કાલના નાગરિકો તૈયાર કરવાની સુંદર પ્રયોગ શાળા.
એક દિવસ એવો આવશે કે .........
આ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રના જાણીતા કેળવણીકારો હશે,
ધારાશાસ્ત્રી હશે, ડોક્તરો હશે, ઇજનેરો હશે, ધારસભા, કોર્પોરેશન અને સંસદના સભ્યો હશે,પરદેશમાં એલચીઓ હશે,ખડતલા ખેડુતો હશે, બાહોશ ઉદ્યોગપતિઓ હશે અને ઉચ્ચક્ક્ષાના નાગરિકો તરીકે ભારતીય સંસ્કૃતિની સૌરભ દુનિયામાં ફેલાવતા હશે.
એ દિવસ પણ દૂર નથી.
માત્ર પંદર – વીસ વર્ષની ભગીરથી તપશ્ચર્યા જરૂરી છે.
આવો , આપણે તપશ્ચર્યા આદરીયે ......
આ છે અમારી મહેચ્છા.      

વિદ્યાર્થી મિત્રો


આટલું અવશ્ય કરો.



૧. સવારમાં વહેલા ઊઠો.
૨. માબાપ,ગુરૂ અને વડીલોને વંદન કરો.
૩. દરરોજ પ્રભુનું સ્મરણા કરો.
૪.દરરોજ વાંચવાની ટેવ રાખો.
૫. ગૃહકાર્ય નિયમિત કરો.
૬. આજનું કામ આજે જ કરો.
૭. શાળામાં સમયસર આવો.
૮. ગરીબ,  અપંગ, અશક્ત અને આંધળાંઓને મદદ કરો.
૯. વ્યસનોથીદૂર રહો.
૧૦. વાંચો, વિચારો અને અમલમાં મૂકો.
૧૧. કચરો કચરા ટોપલી માં નાખો.
૧૨. ગુરૂએ આપેલ સૂચનાનો સંપૂર્ણ અમલ કરો.
૧૩. વર્ગમાંથી  જતાં પહેલાં શિક્ષકની રજા અવશ્ય લો.
૧૪. પ્રાથનામાં વાતો કે ઘોંઘાટ ન કરો.
૧૫. સફાઇ કરવામાં શરમ ન રાખો.
૧૬. કામ સિવાય બીજા વર્ગમાં ન જાઓ.
૧૭. ચોરી,વ્યસન અને જુગારથી દૂર રહો.

કેળવણી શું છે?


કેળવણી શું છે અને શું નથી?   
કેળવણી કહે છે .......
હું સત્તાની દાસી નથી, કાયદાની કિંકરી નથી,વિજ્ઞાનની સખી નથી,કલાની પ્રતિહારી નથી,અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું. મનુષ્યના હ્રદય બુદ્ધિ તેમજ તમામ ઇંદ્રિયોની સ્વામિની છું.
માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર એ બે મારા પગ છે.કલા અને હુન્નર મારા હાથ છે.વિજ્ઞાન માંરૂં મસ્તક છે.ધર્મ મારૂ હ્રદય છે.નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે.
ઇતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસાં છે. ધીરજ મારૂ વ્રત છે.શ્રધ્ધા મારૂં ચૈતન્ય છે.
મારી ઉપાસના કરનાર બીજા કોઇનો “ઓશિયાળો” નહી  રહે.



કેળવણી એટલે ......................
આપણા કોશમાંથી ભણાવવું   શબ્દ કાઢી નાખવો જોઇએ.
આપણો તો બાળકોને “ કેળવવાં “ છે.
કવિતા , ગણિત , ઇતિહાસ વગેરે વિષયો ભણાવી શકાય.
આજકાલ મા-બાપ છોકરાને ભણાવીને ધન્યતા અનુભવતાં થઇ ગયા છે.
કેળવણી એટલે બાળકમાં રહેલી સારી શક્તિને ઉંમરના પ્રમાણમાં પ્રગટ થવા દેવાની અનુકૂળતા કરી આપવી તે.
ગુલાબના છોડને ખાતર –પાણી દઇએ, નીંદામણ કરીએ,બાકી ગુલાબ એની મેળે ઉગશે.
ઉગાડવાની ચિંતા આપણે નથી કરવાની,
એની ભીતર બધુંજ પડયું છે,
આપણે તો ખાલી બાહ્ય મદદ જ કરવાની છે.