Sunday 14 July 2013

શાંતિસ્વરૂપ ભટનાગર

શાંતિસ્વરૂપ ભટનાગર
                   શાંતિસ્વરૂપ ભટનાગરનો જન્મ ઇ.. ૧૮૯૪  ના ફેબ્રુઆરી માસમાં હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબ રાજ્યના શાહપુરમાં થયો હતો. બાળવયમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેઓ ભારતના ઉત્તરપ્રદેશમાં આવેલા બુલંદ શહેરમાં રહેતા મામાને ત્યાં રહેવા લાગ્યા. બાળપણથી જ તેમને એંજીનીયરિંગમાં વધુ રસ હતો.તે ઉપરાંત બીજ ગણિત અને ભૂમિતિમાં પણ તેઓ હોંશિયાર હતા. .. ૧૯૧૧ માં તેમણે કાર્બન બૅટરી બનાવવાની પધ્ધતિ શોધી કાઢેલી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે તેઓ લાહોરની દયાલ સિંહ કૉલેજમાં જોડાયા. એમ.. નીડિગ્રી મેળવી તેઓ લંડન ગયા.

                ૧૯૨૧ માં તેઓ ભારત પાછા ફર્યા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જોડાયા. ૧૯૨૪ માં તેઓ ફરી લાહોર ગયા. અને ત્યાં યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દાઓ પર સેવા આપી. તેમણે કરેલા પ્રદાનો બદલ રૉયલ સોસાયટીએ તેમણે ફેલોશીપ આપી. ભારત સરકારે તેમને પદ્મવિભૂષણની પદવી આપી. શાંતિસ્વરૂપે ભારતના હોમીભાભા જેવા અનેક મહાન વિજ્ઞાનીઓ સાથે સંશોધનો કર્યા છે

No comments: