Thursday 25 July 2013

સુવિચાર-૫

v  જે કંઇ નથી કરતો તે જ માત્ર આળસુ નથી પરંતુ આળસુ તે પણ છે કે જે પોતાના કામ કરતા વધારે સારું કામ મેળવી શકે છે છતાં કરતો નથી. આળસમાં જીવન વીતાવવું તે અત્મહત્યા સમાન છે.
v  પુસ્તક એ એક એવો શિક્ષક છે જે સોટી માર્યા વગર, કડવા વચન કે ક્રોધ કર્યા વગર, દાન દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે. 
v  શંકાઓ કરવી અને સવાલો પૂછવા એ જ જ્ઞાન મેળવવાનો ઉતમ ઉપાય છે.
v  કોઇનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોઇ છે.
v  વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે.
v  માણસ મિત્રો મેળવવામાં ધીમો અને દુશ્મનો પસંદ કરવામાં ઉતાવળો હોય છે. જીવનમાં ચાર જાતની વ્યક્તિઓ મળે છે. ઓળખતી હોય, સબંધી હોય, સ્વજન હોય અને મિત્ર હોય. આ સૌને ઓળખી લેવા. આ સબંધોની ગેરસમજ માણસને વધુ દુ:ખી કરે છે. સારા મિત્રો જીવનમાં મળે એના કરતા આપણે જ કોઇના સારા મિત્ર બનીએ તો કેવુ ?  
v  જે જોઇએ છે તે મળતું નથી. જે જોઇતું નથી તે સ્વીકારવું પડે છે.
v  ઇશ્વર જેવો કોઇ મોટો કલાકાર નથી. એ માનવીને સર્જે છે. પણ માનવીની નીચે પોતાનુ નામ લખતો નથી, અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે. પણ માતાયે ઇશ્વરની મહાનતાનું પ્રતિક છે. એ બાળકને એના પિતાનું નામ આપે છે.
v  વિદ્યારૂપી કારમાં વાંચનરૂપી પેટ્રોલ ન પૂરવામાં આવતા ઊંઘરૂપી બ્રેક લાગવાથી નાપાસરૂપી એક્સિડન્ટ થાય છે.
v  ધન મેળવજો નીતિથી, ભોગવજો રીતિથી અને વાપરજો પ્રીતિથી.
v  વિચાર્યા વિનાં વાંચવું એ પચાવ્યા વિના ખાધા જેવું છે.
v  મહેનત વગર નસીબ ક્યારેય ઊઘડતું નથી.

v  જીવનમાં દરેક ક્ષેત્રમાં સુખ દુ:ખ તો આવ્યા જ કરે છે. સુખમાં ફુલાઇ જવુ નહિ અને દુ:ખમાં હારી જવું જોઇએ નહિ. દુ:ખ વિનાની જિંદગી જિંદગી નથી હોતી જીવનમાં સુખ અને દુ:ખ સિક્કાની બે બાજુ છે. સુખ આવે તો દુ:ખ આવે છે, અને દુ:ખ જાય તો સુખ આવે છે એવી આશા અમર છે.    

No comments: