Tuesday 24 December 2013

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર

         ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય‍ સંસ્થા છે જે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે.
           ૧૯૮૮ ની સાલ પહેલા તે સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર થયું. આ SCERT જે હવે GCERT છે. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ દ્વારા નિયંત્રિત છે. 
             આ વેબસાઇટમાં આ ખાતા વિશેની પૂરી માહિતી તેના ઉદ્દેશો અને શિક્ષણ ક્ષેત્રે તેના સંશોધનો અને પ્રકાશનોની માહિતી આપે છે. ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલી રમતોત્સવ, વિજ્ઞાન પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ આ GCERT થકી થાય છે. આ વેબાસાઇટની મુલાકાત લેવાથી DIET કક્ષાએથી થતી વિવિધ પ્રવૃતિઓની માહિતી પણ મેળવી શકાય છે. તેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ  સાથે સંકળાયેલી સંસ્થા અને શિક્ષણના સઅલગ અલગ વિભાગોની લિંક પણ જોડેલ છે તેમજ ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં કાર્યરત DIET ની લિંક પણ આપેલ છે. 


સોફ્ટવેર મફતમાં મેળવો લાયસન્સ કી સાથે

                હા, સાંભળીને નવાઇ લાગે તેવી વાત છે. પરંતુ આપ આ વેબસાઇટ ની મદદથી સોફ્ટવેર મફતમાં મેળવી શકો છો. આ વેબસાઇટ પર દરરોજ એક નવો સોફ્ટવેર લોન્ચ થાય છે. લાયસન્સ  કી સાથે. આના માટે તમારે  નિયમિત આ વેબસાઇટ ની મુલાકાત લેતા રહેવું પડશે, કદાચ કોઇક દિવસ તમારી જરૂરિયાતનો અથવા મનપસંદ સોફ્ટવેર તમને મળી જાય




૨૪ મી ડિસેમ્બર

સાને ગુરુજી
           શ્રી સાને ગુરુજીનો જન્મ તા. ૨૪/૧૨/૧૮૯૯ ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. માતાના ઉજ્જવળ ચારિત્ર્યની છાપ સાને પર પડી.બી.એ. થઇ ઉચ્ચ પરિણામને કારણે ફેલોતરીકે નિમાયા અને હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા સ્વીકારી. ૧૯૪૨ ની હિંદ છોડો ચળવળ સમયે તો તેમણે બ્રિટિશ શાસકોને નાકે દમ લાવી દીધો.તેમની સભાઓમાં દસ-પંદર હજાર માણસો ભેગા થતા હતા. હરિજનો માટે મંદિરના દ્વાર ખુલા થાય તે માટે તેમણે ઝૂંબેશ ઉપાડી.અનેકવિધ ક્ષેત્રોમાં લોકહિતાર્થે કાર્ય કરનાર સાને ગુરુજી એક સંતપુરુષ  તરીકે ઓળખાય છે.  

જય ભિખ્ખુ

          જયભિખ્ખુ ના નામે સાહિત્ય સર્જન કરનાર સાહિત્યકારનું મૂળ નામ શ્રી બાલાભાઇ વિરચંદ દેસાઇ હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા મુકામે તા. ૨૬/૦૬/૧૯૦૮ ના રોજ થયો હતો. ત્વેઓ મુખ્યત્વે જયભિખ્ખુ તખલ્લુસથી સાહિત્ય સર્જન કરતા તદઉપરાંત તેઓ બાલવીર’, ભિક્ષુ સાયલાકર’, મુનિન્દ્ર વગેરે નામથી પણ લખતા હતા. એમનાં આશરે ૧૫૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયા છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. એમણે નવલકથા, વાર્તા, નાટક, જીવનચરિત્ર, બાળવાર્તા વગેરે ક્ષેત્રોમાં યોગદાન આપ્યું છે. તેઓ દૈનિક પત્ર ગુજરાત સમાચાર ની ઇંટ અને ઇમારત કોલમમાં લખતા હતા. આ સાહિત્યકારનું અવસાન તા. ૨૪/૧૨/૧૯૬૯ ના રોજ થયું હતું.     

૨૩ મી ડિસેમ્બર

રાસબિહારી ઘોષ
          રાસબિહારી ઘોષનો જન્મ તા. ૨૩/૧૨/૧૮૪૫ ના રોજ થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ણ કરી કલકત્તાની પ્રેસીડેન્સી કૉલેજમાંથી એમ.એ. સુધીની ડિગ્રી મેળવી. આમ તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી ખૂબ તેજસ્વી અને યશસ્વી હતી. બેરિસ્ટર બનાવા તેઓ ઇંગ્લેન્ડ ગયા. તેઓ સાહિત્યના ખૂબ શોખીન હતા. તેમણે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું. બંગભંગની ચળવળ અને સ્વદેશી ચળવળમાં ભાગ લઇ તેમણે રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૦૭  ના સુરતના કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે તેઓ વરાયા હતા. ઇ.સ. ૧૯૨૧ માં તેમનું અવસાન થયું.

સ્વામી શ્રધ્ધાનંદ
             આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને આર્યધર્મને આગળ ધપાવનાર સ્વામી શ્રધ્ધાનંદનું મૂળ નામ મુન્શીરામ હતું. તેમનો જન્મ પંજાબના સતલુજ નદી કિનારે આવેલા તલવન નામના ગામમાં થયો હતો. યુવાનીમાં તેઓ મદીરાપાન અને નાચગાનના જલસાઓમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેઓ નાસ્તિક બની ગયા હતા. પરંતુ સ્વામી દયાનંદ સરસ્વતીનાં પ્રવચનો સાંભળ્યા  બાદ તેમના શિષ્ય બની ગયા હતા. તેઓ આર્યસમાજમાં જોડાઇ વૈદિક ધર્મના પ્રચારમાં જોડાઇ ગયા. ૧૯૧૭ માં સન્યાસ ગ્રહણ કરી મુન્શીરામમાંથી સ્વામી શ્રધ્ધાનંદ બન્યા હતા.

         તેમણે  હરિદ્વાર પાસે કાંગડીમાં ગુરુકુલની સ્થાપના કરી હતી. વટલાઇને બીજા ધર્મમાં ગયેલા હિન્દુઓને ફરી હિન્દુ બનાવ્યા હતા. તેઓ અન્ય ધર્મ પ્રત્યે સમભાવ રાખતા હતા. પરંતુ એક ધર્મ ઝનૂનીએ તા.૨૩/૧૨/૧૯૨૬ ના રોજ તેમની હત્યા કરી હતી.     

૨૨ મી ડિસેમ્બર

માતાજી શારદામણી દેવી

         
સ્વામી રામકૃષ્ણ પરમહંસના સહધર્મચારિણી અને પરમ વિદુષી શારદામણી દેવીનો જન્મ તા.૨૨-૧૨-૧૮૫૩ ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન ૨૩ વર્ષના રામકૃષ્ણ સાથે કરી દેવામાં આવ્યા હતા. ગૃહસ્થાશ્રમ અને સન્યાસી, ત્યાગ અને બંધન, સમર્પણ અને સ્વીકાર, શક્તિ અને માતેત્વ જેવા દ્વંદ્વોના સુમેળથી તેઓ જીવન જીવી ગયા અને પ્રેરણા આપતા ગયા. તેઓ દીર્ઘકાળ સુધી પોતાના શિષ્ય સમુદાયના પ્રેરણામૂર્તિ અને માતા બની રહ્યાં.  

૨૧ મી ડિસેમ્બર

ડૉ.વિક્રમ સારાભાઇ

       ભારતના અણુ શક્તિ પંચના અધ્યક્ષ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મહાન વૈજ્ઞાનિક ડૉ.વિક્રમ સારાભાઇનો જન્મ ઇ.સ.૧૯૧૯ માં અમદાવાદમાં થયો હતો. એમના પ્રિય વિષયો હતા ગણિત અને વિજ્ઞાન.મુંબઇની કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી અમદાવાદની ફિઝિકલ રીસર્ચ લેબોરેટરીમાં પ્રધ્યાપક તરીકે સેવા આપી. કોસ્મિક-રે એમનો પ્રિય વિષય હતો, આ અંગે તેમણે ભારતમાં ઠેરઠેર સંશોધન કેન્દ્રો ઊભા કર્યા. તેમણે ભારતમાં કૃતિમ ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન કાર્યક્રમોના પ્રસારણની સૌપ્રથમ કલ્પના કરી હતી. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરિયલ એવોર્ડ અને પદ્મવિભૂષણ ના બહુમાન એમને મળ્યા હતાં. તેમણે પરમાણું ઊર્જા ક્ષેત્રે, ટેક્ષટાઇલ ક્ષેત્રે અને વિજ્ઞાનાક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હતી. તા. ૨૧-૧૨-૧૯૭૧ ના રોજ તેમનું અવસાન થયું હતું.

Friday 20 December 2013

૨૦ મી ડિસેમ્બર

ચૈતન્યપ્રસાદ દીવાનજી

       ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮ ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય લીધી. 

Thursday 19 December 2013

વેબ પરિચય

યુનિક આઈડેન્ટેફિકેશન નંબર ધરાવતું આધાર કાર્ડ શું છે?
              યુઆઈડી (UID)એ હાલમાં ભારત સરકાર દ્વારા શરૂ થયેલો એક નવતર પ્રયોગ છે, જે દ્વારા ભારતના પુખ્ત નાગરિકો અને વસાહતીઓની કેન્દ્રીકૃત ઓળખ વ્યવસ્થાને નિર્ધારિત કરી જાળવી રાખવાની એક વ્યવસ્થા છે, જેને ઓળખ દર્શાવવાના વિવિધ હેતુઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. આધાર એ 12 અંકડાનો યુનિક નંબર છે જે દરેક નાગરિકને આપવામાં આવે છે. બેઝિક યુનિવર્સલ આઈડેન્ટીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા એક ખાસ નંબર જારી કરવામાં આવે છે, જેની મદદથી સમગ્ર દેશમાં આવેલા રજીસ્ટાર અને એજન્સીઓ તેમની આઈડેન્ટીટીના આધારે એપ્લિકેશન તૈયાર કરે છે. આઘાર કાર્ડની નોંઘણી માટે અરજદાર ફિંગરપ્રિન્ટ અને આઈ સ્કેનિંગ જેવી બાયોમેટ્રિક તપાસમાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી તેમનો ફોટોગ્રાફ લેવામાં આવે છે અને એક એનરોલમેન્ટ નંબર આપવામાં આવે છે. એજન્સીની કાર્યક્ષમતાના આધારે અરજદારને 20થી 30 દિવસ દરમિયાન આધાર કાર્ડ આપવામાં આવે છે.તેના માટે
           સ્થાનિક મીડિયા દ્વારા રજૂ કરાયેલી જાહેરાતના અનુસંધાનમાં અરજદારે નજીકના નોંધણી કાર્યાલય પર જવાનું રહેશે. મીડિયા દ્વારા રજૂ કરાયેલી જાહેરાતમાં જણાવેલા પુરાવાઓ સાથે અરજદારે આધાર કેમ્પના સ્થળે જવાનું રહેશે. યુનિક આઈડેન્ટી ફિકેશન ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા નાગરિકોના નંબર જારી કરવા માટે દેશના વિવિધ રજીસ્ટાર સાથે જોડાણ કરવામાં આવ્યું છે. કેટલાક રજિસ્ટ્રાર દ્વારા રાજ્ય સરકાર, સ્ટેટ પબ્લિક સેક્ટર યુનિટ્સ(પીએસયુ), બેંક, ટેલીકોમ કંપની વગેરે સાથે પણ જોડાણ કરાયું છે. આ રજીસ્ટાર એનરોલિંગ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને રહિશોને આધાર કાર્ડ આપે છે.
યુનિક આઈડેન્ટેફિકેશન નંબર ધરાવતું આધાર કાર્ડ મેળવો-ઓનલાઇન
        આધારકાર્ડ વિશે ઓનલાઇન માહિતી મેળવો અને આપનું આધાર કાર્ડ ડાઉનલોડ કરો પરંતુ તે માટે તમારે થોડા સુરક્ષા નિયમોમાંથી પસાર થવું પડે છે. અહીં દર્શાવેલ લિંકમાં તમે તમને મળેલ રશીદમાં દર્શાવેલ વિગત ચોક્કસાઇથી ભરી  આધાર કાર્ડ ઘરે બેઠા મેળવી શકો છો








૧૯ મી ડિસેમ્બર

અસફાક ઉલાખાન
           અશફાકનો જન્મ ઉત્તરપ્રદેશ શાહજહાંપુરમાં થયો હતો. નાનપણથી જ ઘરમાં જે કંઇ પુસ્તકો હતાં તે બધાં તેમણે વાંચી કાઢ્યા. દેશમાં અસહકારનું આંદોલન ફરી વળ્યું ત્યારે અભ્યાસ છોડી એમણે એમાં ઝુકાવ્યું. એમના આકર્ષક વ્યક્તિત્વનો પ્રભાવ ક્રાંતિકારીઓને ઘણીવાર ઉગારે લેતો હતો. દળને આયાતી પિસ્તોલો ખરીદવી પડતી. નાણાંની ખેંચ ઊભી થતાં તેમણે સરકારી તિજોરી તોડી પાડી. સરકારે તેમની ધરપકડ કરી અને ફાંસીની સજા આપવામાં આવી

શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇ
              ધી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક શેઠ કસ્તુરભાઇનો જન્મ અમદાવાદમાં તા.૧૯-૧૨-૧૮૯૪ ના રોજ લાલભાઇ દલપતભાઇ શેઠના ઘરમાં થયો હતો. મેટ્રિકની પાસ કરી તેઓ કૉલેજમાં જોડાયા, ૧૭ વર્ષની વયે મિલના સંચાલન કાર્યમાં લાગી ગયા હતા. તેમણે ટૂંકા સમયમાં જ મિલમાં ઘણો બધો નફો કરી બતાવ્યો. ને પછી તેમણે અરવિંદ, નૂતન, અરૂણ, સરસપુર, અશોક, ન્યૂકોટન વગેરે મિલો ખરીદીને તેનું સંકુલ કસ્તુરભાઇ ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ નામે ઊભું કર્યું. અનિલ સ્ટાર્ચ તથા વલસાડમાં અતુલ પ્રોડક્સ ની  સ્થાપના કરી અને તેમની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓમાં થવા લાગી.

        ગુજરાતના રેક સંકટ સમયે કે દુષ્કાળની પરિસ્થિતિમાં તેમણે ઉદાર હાથે સહાય કરી હતી. જૈન હોવાને નાતે આબુ, તારંગા, રાણકપુર, પાલીતાણા, વગેરે તીર્થોમાં જૈન મંદિરોનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું પણ લગભગ ૫૦ વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યું હતું.    

૧૮ મી ડિસેમ્બર

સર તેજબહાદુર સપ્રુ

           શ્રી તેજબહાદુરનો જન્મતા.૧૮-૧૨-૧૮૭૫ના રોજ અલીગઢમાં  થયો હતો. એલ.એલ.બી.નો અભ્યાસ પૂર્ણ કરી અલ્હાબાદ હાઇકોર્ટમાં આવ્યા અને ડૉક્ટર ઓફ લૉઝ ની પદવી મેળવી. સંયુક્ત પ્રાંતની ધારાસભામાં ચૂંટાયા પછી તેઓ કૉંગ્રેસની મહાસમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા. બ્રિટિશ સરકારે લંડનમાં બોલાવેલી ઇમ્પરિયલ કોન્ફરન્સ માં તેમને હિન્દના પ્રતિનિધિ તરીકે અહીંની હિન્દી સરકાર તરફથી મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત સમિતિના અધ્યક્ષ તરીકે તેમને જવાબદારી નિભાવેલી. ૭૪ વર્ષની વયે તેમનું અવસાન થયું.  

Tuesday 17 December 2013

પોતાનું આયુષ્ય જાણો

              પૃથ્વી પર જન્મ લેનાર તમામનું મૃત્ય નિશ્ચિત હોય છે, જે જન્મે છે તે મરે છે. હા, પણ તેનો સમય નક્કી હોતો નથી. જો એમ જ હોત તો બધા પોતાનું આગોતરુ આયોજન કરી શક્યા હોત! કોણ કેટલું જીવવાનું છે તે હજી કોઇ સમજી શક્યું નથી,હાલ જ્યોતિષીઓ આપણો હાથ જોઇને આયુષ્ય નક્કી કરી આપણને જણાવે છે, પણ તેઓ ચોક્કસ કેટલું જીવશો તે જણાવી શકતા નથી. બધાને પોતાનું આયુષ્ય કેટલું હશે? તે જાણવાની તમન્ના હોય છે.  
                તો ચાલો હું આપને પોતાનું આયુષ્ય જાણવાની અને મૃત્યુની તારીખ જાણવાની કેટલીક વેબસાઇટ અને તેના ઉપયોગ વિષે જણાવું.  હા! હવે કમ્પ્યૂટર પણ જ્યોતિષની માફક ભવિષ્યવાણી કરે છે. પરંતું એક વાતનો ખુલાસો કરી લઇએ કે, મૃત્યુની તારીખ બતાવતી આ વેબસાઇટ ચોક્કસ ગણતરી અને કમ્પ્યૂટર ડેટા એનાલિસિસ પર કામ કરે છે જે  આપણી  પાસે  જન્મ તારીખ અને વજન-ઊંચાઇ અને વ્યસન જેવી આંકડાકીય માહિતી માંગે છે અને જે એન્ટર કરતાં આપણને આપણા જીવનના પૂર્ણવિરામની તારીખ બતાવે છે. બીજી એક વાતનો ખુલાસો કે આ જાણકારી ૧૦૦% સાચી હોવાનો હું દાવો કરતો નથી. આ પરિણામને સાચું માનવું ન માનવું  આપની મરજી છે.આ ફક્ત એક મનોરંજન જાણકારી માટે છે  જો આપ મૃત્યુથી ડરતા ન હોય તો આપ તેનો ઉપયોગ કરી શકો છો. બાકી અમે તો  "વેબ પરિચય" નામની એક નવી કોલમ મારા બ્લોગમાં ઉમેરી છે માટે આપને વેબસાઇટથી પરિચિત કરાવવાની ફરજ છે.  








શિક્ષણ વિભાગ,ગુજરાત

            
       ગુજરાતના શિક્ષણ વિભાગની આ વેબસાઇટ પરથી આપણને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા થતા સરકારી ઠરાવો,નિયમોની જાણકારી મળે છે. તેમજ તેની સાથે જોડાયેલી શિક્ષણ વિભાગની અન્ય લિંક  પણ જોઇ શકાય છે.જેમાં હાલ નવા થતા ઠરાવો અને પરિપત્રોની તાત્કાલિક જાણ પણ LATEST NEWS દ્વારા કરવામાં આવે છે. તેને આપણે ગુજરાતીમાં પણ જોઇ શકીએ છીએ. તેના અલગ અલગ મેનુબાર દ્વારા આપણને વિભાગ વિષેની માહિતી, અંદાજ પત્ર,પરિપત્રો, યોજનાઓ, અને જરૂરી વિડિઓ પણ જોઇ શકાય છે અને પરિપત્રો ડાઉનલોડ પણ કરી શકાય છે. 



૧૭ મી ડિસેમ્બર

ડૉ. પટ્ટભિ સીતા રામૈયા

               ડૉ.ભોગરાજુ પટ્ટાભિ સીતારામૈયાનો જન્મ ઇ.સ. ૧૮૮૦ માં આંધ્રના એક ગામડામાં થયો હતો. ગામમાં જ પ્રાથમિક  શિક્ષણ મેળવી નોબેલ કોલેજમાં થી એફ.એ. ની પરીક્ષા ઉતીર્ણ કરી મદ્રાસની મેડિકલ કોલેજમાંથી એમ.બી અને સી.એમ. ની ઉપાધિ સાથે ડોક્ટર બન્યા. તે સમયે ચાલતી બંગભંગ સ્વદેશી અને બહિષ્કારની ચળવળથી તેઓ અલિપ્ત રહી શક્યા નહીં. ગાંધીજીના અહિંસક સત્યાગ્રહના પ્રચાર માટે તેમણે અંગ્રેજીમાં જન્મભૂમિ સાપ્તાહિક પણ શરૂ કર્યું. જયપુરના કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે, ભારતલક્ષ્મી બેંકના સ્થાપક તરીકે, અને પત્રકાર તરીકે ડૉ.પટ્ટભિને યોગદાન આપ્યું હતું. પંદરથી પણ વધુ પુસ્તકો તેમણે લખ્યા છે. તેમનું અવસાન તા. ૧૭/૧૨/૧૯૫૯ ના રોજ થયું હતું. 

Monday 16 December 2013

૧૬ મી ડિસેમ્બર

સમરસેટ મોમ

         શ્રેષ્ઠ નવલકથાકાર સમરસેટ મોમ નો જન્મ પેરિસમાં થયો હતો. થોડો વખત ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ પૂર્ણ સમય સાહિત્ય સેવા સ્વીકારી.  આત્મકથાના સ્વરૂપની તેમની ઓફ હ્યુમન બોન્ડેજ નામની નવલકથા પ્રસિદ્ધ થઇ. મોમે બાર જેટલી નવલકથાઓ પચીસેક નાટકો, તથા આત્મકથાત્મક સાહિત્યો પ્રસિદ્ધ કર્યા હતા. લીઝ ઓફ લેમ્બેથ’, ધી મૂન્સ એન્ડ સિક્સ પેન્સ વગેરે તેમની શ્રેષ્ઠ નવલકથા છે. તા. ૧૬/૧૨/૧૯૬૫ ના રોજ તેમનું અવસાન થયું હતું.  

૧૫ મી ડિસેમ્બર

વોલ્ટ ડિઝની

          વોલ્ટ ડિઝની એટલે કચકડાની કળાનો મહાન જાદુગર અને મિકી માઉસ જેવા હર કોઇના પ્રિય પાત્ર એવા ફિલ્મ નાયકોના સર્જક. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. ઘરના તબેલામાં સ્વંતત્ર સ્ટુડિયો બનાવ્યો અને મિકી માઉસના પાત્ર સાથેની ફિલ્મનું પ્રદર્શન થતાં જ તેને આંતરરાષ્ટ્રીય લોકચાહના મળવા લાગી. ડોનાલ્ડ ડકને કેન્દ્રમાં રાખીને ફિલ્મનું સર્જન કર્યું. બામ્બી’, ડમ્બો ફેન્ટાશિયા ફિલ્મોથી તેઓ ન્યાલ થઇ ગયા. અલાસ્કા પાસેના સીલ ટાપુની વાસ્તવિક ફિલ્મ બનાવી. તેમની ફિલ્મો મળેલ પારિતોષિકની સંખ્યા એક હજાર ઉપર થવા જાય છે. તા. ૧૫/૧૨/૧૯૬૬ માં પાંસઠ વર્ષની વયે તેમનું અવસાન થયું. 

૧૪ મી ડિસેમ્બર

રાજ કપૂર

          લાખોના મન પર છવાઇ ગયેલો  અદાકાર એટલે રાજ કપૂર, તેમના પિતા પૃથ્વી રાજ કપૂર અને માતા કૃષ્ણા હતા. તેમનો જન્મ  ઢાકી મુનાવર શાહ, પેશાવર (હાલ પાકિસ્તાનમાં) તા. ૧૪/૧૨/૧૯૨૪ ના રોજ થયો હતો. પિતાનો કલા વારસો નાનપણથી જ તેમને મળ્યો હતો. પૃથ્વી થિયેટર્સ ના દીવાર અને પઠાણ નાટકોમાં રાજકપૂરની કલાકાર તરીકેની પ્રતિભા પ્રગટી. બૂટપૉલિશ એક ઉત્તમ બાળચિત્ર હતું. તેમની આવારા ફિલ્મે રશિયામાં પણ ધૂમ મચાવી હતી. ઉપરાંત  શ્રી ૪૨૦’, સંગમ’, બોબી’, પ્રેમરોગ’, ધરમકરમ’, વગે રે ફિલ્મો દ્વારા તેમણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેઓ ધી શોમેન ના નામથી ઓળખાતા થયા. ઇ.સ ૧૯૮૮ માં તેમનું અવસાન થયું.

૧૩ મી ડિસેમ્બર

હાજી મહંમદ

               ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ સચિત્ર ગુજરાતી માસિક શરૂ કરનાર હાજી મહંમદનો જન્મ તા. ૧૩/૧૨/૧૮૭૮ ના રોજ ખોજા કુંટંબમાં થયો તેમનું ઘર કવિઓ, સાહિત્યકારો, અને કલાકારોનું તીર્થધામ બની રહેતું. ચિત્રોથી શણગારેલું લલીત સાહિત્યથી ઓપતું એક મનમોહક માસિક વીસમી સદી પ્રકાશિત કર્યું. તે સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ બન્યું,. સાહિત્યના ઉત્કર્ષ ખાત્ર જ માત્ર ૪૨ વર્ષના ઓછા જીવનમાં ભગીરથ કાર્ય કરનાર હાજી મહંમદ ઇ.સ. ૧૯૨૧ માં અવસાન પામ્યા. 

૧૨ મી ડિસેમ્બર

ગૌરી શંકર જોશી   ધૂમકેતુ
      ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ધૂમકેતુ નો જન્મ તા. ૧૨/૧૨/૧૮૯૨ ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલા વીરપુર (જલારામ) ખાતે થયો હતો. ગ્રેજ્યુએટ થતાં સુધી વૈવિધ્ય સભર વાંચનથી સભર થયા.  અને લેખનનો પ્રારંભ કર્યો. તેમણે અનેક હ્રદય સ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી. તેમની  પોસ્ટ ઓફિસ  નામની વાર્તા દેશ-વિદેશની દસેક જેટલી શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહમાં સ્થાન પામી. ચૌલાદેવી, આમ્રપાલી, રાજ સંન્યાસી, જેવી નવલકથા અને પાનગોષ્ઠિ જેવા હળવા નિબંધ સંગ્રહો તેમણે આપ્યા છે

૧૧ મી ડિસેમ્બર

સુબ્રહ્મણ્યમ ભારતી
           તમિળના મેઘાવી ક્રાંતિકારી કવિ સુબ્રહ્મણ્યમનો જન્મ તા.૧૧-૧૨-૧૮૮૨ માં થયો હતો. બનારસ જઇ સંસ્કૃત, હિન્દી તથા સંગીતનું શિક્ષણ લીધું. તેમણે પોતાના લેખો અને કવિતાઓથી તમિલ પ્રજામાં જનજાગૃતિ કેળવવા માંડી. પાંડેચેરી આવી ઇન્ડિયા નામનું સાપ્તાહિક શરૂ કર્યું. ગાંધીપંચકમ્ ની પાંચ કવિતામાં તેમણે ગાંધીજી પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે. એમના ગીતો અર્વાચીન તમિળ સાહિત્યના વિકાસનું પગથિયું છે.  ઇ.સ. ૧૯૨૧ ના રોજ તેમનું અવસાન થયું.
   
    
ઓશો રજનીશ
          ઓશો રજનીશનું મૂળ નામ રજનીશ ચંદ્રમોહન હતું. તેમનો જન્મ તા. ૧૧/૧૨/૧૯૩૧ ના રોજ મધ્યપ્રદેશના કૂચવાડા નામના ગામમાં થયો હતો. બાળક રજનીશની યાદશક્તિ અદભૂત  હતી. સાગર યુનિવર્સિટીમાંથી દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. માં પ્રથમ નંબરે પાસ થયા બાદ જબલપુરની એક કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. તેઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરી ક્રાંતિકારી બનાવે છે તેવો આક્ષેપ તેમના પર મૂકાયો ને કૉલેજમાં થી દૂર કરાયા. ત્યાંથી તેઓ મુંબઇ ગયા અને જન જાગૃતિ  કેન્દ્રની સ્થાપના કરી.
           તેમના પ્રવચનો પરથી લગભગ ૬૦૦ જેટલાં પુસ્તકો બહાર પાડવામાં આવ્યાં છે. અનેક કેસેટો તૈયાર કરવામાં આવી છે. શરૂઆતમાં તેઓ આચાર્ય રજનીશ તરીકે ઓળખાતા હતા. પૂનામાં રજનીશ આશ્રમ ની સ્થાપના કર્યા બાદ શિષ્યોમાં તેઓ ભગવાન રજનીશ તરીકે પ્રચલિત બન્યા. 

Sunday 8 December 2013

૧૦ મી ડિસેમ્બર

હસમુખ સાંકળિયા
              પુરાતત્વવિદ શ્રી હસમુખ સાંકળિયાનો જન્મ તા. ૧૦.૧૨.૧૯૦૮ ના રો મુંબઇમાં થયો હતો. એમ.એ.એલ.એલ.બી નો અભ્યાસ કરીને મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વ્યાખ્યાતા તારીકે જોડાયા. વિદેશમાં કેળવણી લીધી છતાં ભારતીય સાહિત્ય,આયુર્વેદ અને જ્યોતિષમાં રાખ્યો અને તેના વિષે ઊંડું અધ્યયન કર્યું. તેમણે ૧૦ ગ્રંથો અંગ્રેજીમાં અને બાકી છુટક લેખોની સંખ્યા ૨૦૦ થી પણ વધારે થવા જાય છે. ઇતિહાસ પુરાતત્વથી અનેક નામાંકિત સંસ્થાઓના તે પ્રમુક્લ્હ બન્યા હતા. તેમને પદ્મ વિભૂષણ અને રણજીતરામ ચંદ્રકથી નવાજ્યા હતા. ઇ.સ. ૧૯૮૯ ના રોજ તેમનું અવસાન થયું.

ડૉ.આલ્ફ્રેડ નોબેલ
          ડૉ. આલ્ફ્રેડ નોબેલનો જન્મ યુરેપ ખંડમાં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં થયો હતો. તેઓએ ડાયનેમાઇટની શોધ કરી હતી. આ શોધની પેટન્ટ પોતાની પાસે રાખી હતી, તેથી તેઓ તેમાં ખૂબ કમાયા અને ઉદ્યોગપતિ બન્યા હતા.

         પોતાની મિલકતનો મોટો હિસ્સો માનવજાતના કલ્યાણ અર્થે અર્પી દીધો હતો. તેનું એક ટ્રસ્ટ નિમાયું છે. આ ટ્રસ્ટ દ્વારા એ રકમના વ્યાજમાંથી દર વર્ષે આલ્ફ્રેડ નોબેલની યાદમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. આજે તે શાંતિ, સાહિત્ય, અર્થશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, મેડિકલ સાયન્સ માટે ઉત્તમ કામગીરી કે શોધ કરનાર વ્યક્તિ કે સંસ્થાને આ ઇનામ આપવામાં આવે છે. આ એક વિશ્વનું મોટું ઇનામ ગણાય છે. 

૯ મી ડિસેમ્બર

ઉદયશંકર પંડિત
              ઉદયશંકરનો જન્મ તા. ૯.૧૨.૧૯૦૦ ના રોજ ઉદયપુરમાં થયો હતો. જે.જે.સ્કૂલ ઓફ આર્ટમાં અને તે પછી લંડનની રૉયલ કૉલેજ ઓફ આર્ટમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે નિપુણતા મેળવી.ભારતીય શિલ્પાકૃતિઓ, ભીંતચિત્રો વગેરેથી પ્રભાવિત થયેલી તેમની કલ્પનાને વેગ મળ્યો. અને ત્યારબાદ દેશની સફર કરીને કથકલી, ભરતનાટ્યમ, મણિપુરી  વેગેરેનો સારી પેઠે અભ્યાસ કર્યો. તેમણે કલ્પના નામે એક ફિલ્મ પણ બનાવી હતી. ઉદયશંકરની નૃત્ય નાટિકાઓમાં રિધમ ઓફ લાઇફ’, લેબર એન્ડ મશીનરી’, શિવતાંડવ’, શિવપાર્વતી’, પ્રેમીલા અર્જુન’, નિરાશા’, રાધા અને કૃષ્ણ વગેરે મુખ્ય છે.      

૮ મી ડિસેમ્બર

નાનાસાહેબ પેશ્વા


          સ્વાતંત્ર્ય સંગ્રામ સેનાની નાનાસાહેબનો જન્મ માથેરાન પાસેના એક ગામમાં તા. ૦૮.૧૨.૧૮૨૪ ના રોજ થયો હતો. બીજા બાજીરાવ પેશ્વાએ તેમને દત્તક લીધા હતા. બાજીરાવના અવસાન પછી અંગ્રેજોએ નાનાસાહેબના હક્કો છીનવી લીધા. હિંદુ-મુસલમાનો એકત્ર થઇને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા અને દેશભરમાં નવેસરથી શાસન પ્રારંભ કરવા માટે દેશવ્યાપી એક ગુપ્ત સંગઠન ઊભું કર્યું. અંગ્રેજોને યુદ્ધ આપવું મુશ્કેલ હોઇ નાનાએ ગેરીલા છાપા મારવા માંડ્યા. નાનાએ અવારનવાર હલ્લા કરી અંગ્રેજોને તોબાહ પોકારાવી. નાનાસાહેબ પણ ગુમ થયા.આ પછી તેમનું મૃત્યુ ક્યાં અને ક્યારે થયું તે હજુ અચોક્કસ છે. 

૭ મી ડિસેમ્બર

લેડી વિદ્યાગૌરી નીલકંઠ
        ગુર્જર નારીરત્ન વિદ્યાગૌરી નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતમાં પ્રથમ મહિલા ગ્રેજ્યુએટ થનાર બે બહેનોમાં એક વિદ્યાગૌરી હતા. છપ્પનિયા દુકાળ વખતે સ્ત્રીઓ અને બાળકોની સેવા કરીને સમાજસેવામાં પ્રવેશ કર્યો. અખિલ મહિલા હિંદ પરિષદનું પ્રમુખપદ પણ તેમણે નિભાવેલું છે. બ્રિટિશ સરકારે એમને એમ.બી.ઇ. અને કૈસરે હિંદના ઇલકાબથી નવાજ્યા હતા. સ્ત્રી શિક્ષણ, સ્ત્રીનો સામાજિક દરજ્જો અને સ્ત્રી દાક્ષિણ્ય એ ત્રણેય ક્ષેત્રે જીવનભરની સેવાકીય પ્રવૃતિઓથી તેઓ ગુજરાતી નારીઓ માટે એક આદર્શ અને આદરણીય પ્રેરણામૂર્તિ બની રહ્યા હતાં. તા. ૦૭/૦૧/૧૯૫૮ ના રોજ તેમનું અવસાન થયું.

          

Friday 6 December 2013

૬ ઠ્ઠી ડિસેમ્બર

મેક્સમુલર

           મેક્સમુલરનો જન્મ તા.  ૦૬/૧૨/૧૮૨૩ માં જર્મનીમાં એક નાનકડા નગરમાં થયો હતો. શાળાનું શિક્ષણ પૂર્ણ કરી. પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કરવા લાગ્યા. વીસ વર્ષની ઉંમરે હિતોપદેશનો અનુવાદ પ્રગટ કર્યો. લગભગ ત્રીસ વર્શના સમયના દીર્ઘપટ પર તેમનું ઋગ્વેદના સંપાદનનું કાર્ય પથરાયેલું છે. મેક્સમુલરે ભારતને પોતાનું આધ્યાત્મિક વતન માન્યું છે. ખૂણે ખાંચરેથી શોધીને પવિત્ર ગ્રંથોને જાળવવાનું જે કામ આપણે કરવું જોઇએ તે તેમણે કર્યું. તા. ૨૮/૧૦/૧૯૦૦ ના રોજ તેમનું અવસાન થયું.  

૫ મી ડિસેમ્બર

શ્રી અરવિંદ ઘોષ

        આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુગપુરૂષ શ્રી અરવિંદ ઘોષનો જન્મ ઇ.સ.૧૮૭૨ માં થયો હતો. લગભદ ચૌદ વર્ષના ઇંગ્લેન્ડ વાસ દરમિયાન અરવિંદ ઘોષ લેટિન અને ગ્રીકમાં પારંગત થવા સાથે અનેક પારિતોષિક મેળવી ભાગ્યશાળી બન્યા હતા.  બંગભંગની ચળવળ બાદ તેઓ ક્રાંતિકારી બન્યા. યુગાન્તર પત્ર દ્વારા સરકારની કડક આલોચના કરી કે તેમને જેલવાસ  ભોગવવો પડ્યો. જેલમાંથી બહાર આવી તેઓ ક્રાંતિકારી મટી યોગી અરવિંદ બની ગયા. પછી પાંડીચેરી તેમની યોગસાધનાનું કેન્દ્ર બન્યું. પછી એમણે અંગ્રેજીમાં કર્મ યોગિન્ તથા બંગાળીમાં ધર્મ નામનું સાપ્તાહિક પ્રગટ કરવા માંડ્યું. તા. ૦૫/૧૨/૧૯૫૦ ના દિને તેમનું  અવસાન થયું.  

Thursday 5 December 2013

૪ થી ડિસેમ્બર

અમરસિંહ નકુમ



          એલ.અમરસિંહ તરીકે ક્રિકેટજગતમાં જાણીતા બનેલા અમરસિંહ લધાભાઇ નકુમનો જન્મ તા. ૪.૧૨.૧૯૧૦ ના રોજ થયો હતો. ક્રિક્ર્ટના પાયાનો પાઠ તેઓ રાજકોટની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં શીખ્યા હતા. અમરસિંહની રમત જોઇને જામસાહેબે ક્રિકેટર તરીકે નોકરીએ રાખી લીધા. રણજી ટ્રોફીમાં તેમનો દેખાવ અંત્યત પ્રભાવ શાળી હતો. અમરસિંહના બોલની જેમ તેમના જીવનનો ટર્ન પણ અણધાર્યો રહ્યો. માત્ર ૩૦ વર્ષની કાચી વયે તેમનું અવસાન થયું. 
        જ્યારે પણ ભારતની ક્રિકેટ ટીમમાં કોઇ નવા ફાસ્ટ કે મિડીયમ પેસ બોલરનો ઉદય થાય ત્યારે ક્રિકેટના ઇતિહાસકારોને- જૂની પેઢીના ક્રિકેટપ્રેમીઓને અચૂક એક નામ યાદ આવે છેઃ એલ.અમરસિંહ. કપિલદેવે સૌથી વઘુ વિકેટની સિદ્ધિમેળવી, ત્યારે તેમને બિરદાવતા લેખોમાં અમરસિંહને કપિલદેવના પૂર્વજતરીકે યાદ કરવામાં આવ્યા હતા. 

માત્ર આટલા પરિચયથી સંતોષ માનવાની જરૂર નથી. તેમની મુખ્ય સિદ્ધિઓ પર એક નજર નાખવાથી વઘુ ખ્યાલ આવશેઃ વર્ષો સુધી આઝાદ ભારતની ક્રિકેટટીમના કોઇ ખેલાડીને ઈંગ્લેન્ડની કાઉન્ટીમાં રમવા મળે એ મોટી વાત ગણાતી હતી. એ સિદ્ધિ મેળવનાર અમરસિંહ પહેલા ક્રિકેટર હતા. 
તેમની ઓલરાઉન્ડર તરીકેની ક્ષમતાનો ખ્યાલ આપતી બીજી કેટલીક વિગતોઃ રણજી ટ્રોફીમાં ડબલ્સ’ (૧૦૦ વિકેટ અને ૧૦૦૦ રન)ની સિદ્ધિ મેળવનાર તે પહેલા ખેલાડી હતા. વિદેશની ધરતી પર ૧૦૦ વિકેટ લેનારા પણ તે પહેલા ભારતીય બોલર હતા. 
૧૯૨૧થી ૧૯૩૨ના રેકોર્ડ મુજબ, આ ૧૧ વર્ષના ગાળામાં અમરસિંહે અવ્વલ દરજ્જાના બેટ્સમેન તરીકે વિશ્વભરમાં નામના ધરાવતા જામ રણજીને બેટિંગ એવરેજમાં પાછળ પાડી દીધા હતા. જામસાહેબનો નંબર પંદરમો અને અમરસિંહનો નંબર ચોથો હતો. એક દાવમાં અને એક મેચમાં સૌથી વઘુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ અમરસિંહના નામે હતો. (બે વાર એક દાવમાં નવ-નવ વિકેટ અને એક વાર એક મેચના બન્ને દાવમાં થઇને કુલ ૧૬ વિકેટ.)
નાની વયે ખ્યાતિ મળી જવા છતાં અમરસિંહ પોતાની સાદગી અને સ્વસ્થતા જાળવી શક્યા. તેમના મનમાં કદી હવા ન ભરાઇ. રાજકોટમાં રહેતા તેમના પુત્ર વિજયસિંહ નકુમને વિજય મર્ચંટે કહ્યું હતું,‘તારા પિતાને ઘણી ભેટો અને ઇનામ મળતાં હતાં. પણ તેમાંથી બહુ ઓછાં ઘર સુધી પહોંચતાં. અમરસિંહનો સ્વભાવ જ એવો હતો કે કોઇ જરૂરિયાતમંદ નજરે ચડે તો ઘડીનો પણ વિચાર કર્યા વિના ગમે તેવી કિમતી ચીજ આપી દે.’ 

 ૩૦મી વર્ષગાંઠે પહોંચે તે પહેલાં રહસ્મય તાવમાં ૨૧ મે, ૧૯૪૦ના રોજ મૃત્યુ પામ્યા. ઝળહળતી જીવનયાત્રાનો અણધાર્યો અને કવેળાનો અંત. પૂરા ત્રણ દાયકાના પણ નહીં એટલા ટૂંકા આયુષ્યમાં અમરસિંહે ઘણી સ્મૃતિઓ સર્જી નાખી છે. તેમના પુત્ર પાસે સચવાયેલી સામગ્રી સાથે અમરસિંહની સ્મૃતિઓ સાંકળીને સંગ્રહસ્થાન બનાવવામાં આવે તો રમતગમત ક્ષેત્રે ગુજરાતના ગૌરવભર્યા પ્રદાનનું એક સોનેરી પ્રકરણ દર્શાવી શકાય.
       


Tuesday 3 December 2013

૩ જી ડિસેમ્બર

ડૉ.રાજેન્દ્રપ્રસાદ

             સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ રાજેન્દ્રપ્રસાદનો જન્મ તા. ૩.૧૨.૧૮૮૪ ના રોજ બિહાર પ્રાંતમાં થયો હતો. થયો હતો. ખૂબ તેજસ્વી વિદ્યાર્થી રાજેન્દ્ર બાબુએ બી.એ.અને એલ.એલ.એમ.ની પરીક્ષા ઉતીર્ણ કરી વકીલાત શરૂ કરી.  કૉંગ્રેસના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી. તેમને બિહારના ગાંધી ના નામથી સંબોધવામાં આવતા હતા. આઝાદી પછી તેઓ બંધારણસમિતિના અધ્યક્ષ બન્યા હતા. ઇ.સ. ૧૯૫૦ ની ૨૬ તારીખે ભારતને સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું ત્યારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સ્વતંત્ર  ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા. સોમનાથ મંદિરમાં એમના પ્રવિત્ર હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થયેલી. થોડા સમયની માંદગી ભોગવી ઇ.સ. ૧૯૬૩ માં તેઓ સ્વર્ગસ્થ થયા. 

૨ જી ડિસેમ્બર

વિઠ્ઠલ લક્ષ્મણ ફળકે

              અવધૂત મામાસાહેબ વિઠ્ઠલ ફળકેનો જન્મ તા. ૨.૧૨.૧૮૮૭ ના રોજ થયો હતો. શિક્ષકોમાં ઠાવકા વિદ્યાર્થી ગણાતા મામાસાહેબ વિદ્યાર્થીઓમાં સ્વદેશી,બહિષ્કાર અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવા લાગ્યા. હરિજન સેવા દ્વારા અસ્પૃષ્યતા નિવારણના કાર્યને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેના મામાસાહેબ ગાંધીજીના યુગમાં સૌપ્રથમ અંત્યજસેવક હતા. બાળકોના સર્વાંગી વિકાસ માટે ગોધરામાં આશ્રમ શરૂ કર્યો. તેઓ કહેતા કે સંસ્થાઓમાંથી કે પ્રચારકોમાંથી અસ્પૃષ્યતા નિવારણ થઇ શકે નહીં, તેના માટે હરિજનને ત્યાં કુટુંબીજનની પેઠે રહેવું જોઇએ. સ્ત્યાગ્રહ દરમિયાન તેમને સખત કેદની સજા પણ થઇ હતી. 

૧ લી ડિસેમ્બર

ગગા ઓઝા
    ભાવનગના ઘડવૈયા ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ ઇ.સ.૧૮૦૫ માં ઘોઘામાં થયો હતો. નિશાળમાં થોડું ઘણું ભણ્યા. તેમને સવા છ રૂપિયા માસિક પગારવાળી ભાવનગરા રાજ્યમાં નોકરીએ મળી,પછી તેઓએ બુદ્ધિ અને કુશાગ્રતાથી વહીવટકર્તા બન્યા.તેમણે પોતાની કુનેહથી બહારવટીયા જેવા જાતિના લોકોનું હ્રદય પરિવર્તન કર્યું હતું. ભાવનગરના રાજાએ દીવાનપદ આપ્યું. તેમણે ભાવનગરમાં ૧૨ અને રાજ્યના સમગ્ર  વિસ્તારમાં ૧૦૦ જેટલી શાળાઓ શરૂ કરી. રાજ્યમાં જાહેર બાંધકામ ખાતાની રચના કરી અને કુશળ ઇજનેરો નીમ્યા. તખ્તસિંહે ખાસ દરબાર ભરી તેમની સેવાઓને બીરદાવી.તા.૦૧.૧૨.૧૮૯૧ ના રોજ અવસાન પામ્યા.