Sunday 14 July 2013

હરીષ ચંદ્ર

હરીષ ચંદ્ર
           હરીષ ચંદ્રનો જન્મ ઇ.. ૧૯૨૩ ના ઑક્ટોબરની ૧૧ મી તારેખે કાનપુરમાં થયો હતો. પ્રાથમિક અભ્યાસ કાનપુરમાં અને ઉચ્ચ અભ્યાસ અલ્લાહાબાદમાં લઇને તેમણે ૧૯૪૩ માં માસ્ટરની  ડિગ્રી મેળવેલી. ત્યારબાદ તેઓ ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં જોડાયા. ત્યાં તેમણે વિખ્યાત વિજ્ઞાની હોમી ભાભા સાથે સંશોધન કાર્ય કરેલું. તેમની પ્રતિભાથી આકર્ષાઇને ભાભાએ તેમને વધુ અભ્યાસ કરવા કેમ્બ્રીજ મોકલ્યા. કેમ્બ્રીજમાં તેમણે મહાન વિજ્ઞાની પોલ લડીરાક સાથે મદદનીશ તરીકે કામ કર્યું.અહીં તેમણે અગ્રણી ગણિતશાસ્ત્રીઓ સાથે કામ કરવાની તક મળી. ગણિતના વધુ અભ્યાસ માટે તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં ગયા. ૧૯૬૩ માં તેમણે પ્રીન્કટન યુનિવર્સિટીમાં પ્રધ્યાપકની નિમણૂંક મળી.

          હરીષચંદ્રને તેમની કારકિર્દી દરમિયાન અનેક સન્માન અને એવોર્ડ મળેલા. તેઓ ઇ ન્ડીયન એકેડેમીના સભ્ય હતા. ૧૯૪૭ માં તેમને રામાનુજન એવોર્ડ એનાયત થયેલો.ગણિત ક્ષેત્રે અનેક પ્રદાનો કરીને તેમણે ભારતને ગૌરવ અપાવ્યું હતું.    

No comments: