Thursday 31 January 2013

પ્રો.એમ.એસ.ઠક્કર


પ્રો.એમ.એસ.ઠક્કર
             પ્રો.એમ.એસ.ઠક્કરનો જન્મ ઇ.સ. ૧૯૦૪ માં ભરતમાં થયો હતો.પ્રારંભથી જ તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. અને અભ્યાસ દરમિયાન તેમણે અનેક શિષ્યવૃતિઓ મેળવેલી. મુંબઇમાં પ્રથમ વર્ગ મેળવી ઉચ્ચ અભ્યાસ અર્થે તેઓ ઇંગ્લેન્ડ ગયા.
          ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ વિશ્વવિદ્યાલયમાં તેમણે ઇજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો. ત્યાં તેમણે તેજસ્વી કારકિર્દી સાથે ઇલેક્ટ્રીક ઇજનેરની ઉપાધી હાંસલ કરી. ઇંગ્લેન્ડમાં જ તેઓ વીજક્ષેત્રના સંશોધન કાર્યમાં લાગી ગયા અને એ સાથે ક્ઠિન એવી ડૉક્ટર ઓફ સાયન્સની ઉપાધી હાંસલ કરી. તેઓ બ્રિસ્ટલ નિગમના વિદ્યુતવિભાગમાં ઇલેક્ટ્રીક ઇજનેર તરીકે જોડયા. આ ઉપરાંત તેઓ ત્યાંની અન્ય સંસ્થાઓના સભાસદ પણ બન્યા.
           ઇ.સ. ૧૯૩૧ માં તેઓ વતનની યાદ આવતાં અને ભારતમાં વીજ ક્ષેત્રીય ઉણપોદૂર કરવાની તીવ્ર  ઇચ્છાને લીધે તેઓ સ્વદેશ પાછા ફર્યા. આ સાથે જતેમની કલકત્તા વિદ્યુત સપ્લાય નિગમમાં સનદી અધિકારી તરીકે નિમણૂક થઇ. ત્યાં કેટલાક વર્ષોની શ્રેષ્ઠ કામગીરી બાદ તેઓ બૅગ્લોર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટમાં   નિયામક તરીકે નિમાયા. અહીં પણ તેમણે પ્રસંનીય કામગીરી બજાવી છે.
         અભ્યાસ કાળ દરમ્યાન અને સંશોધન અર્થે તેમણે વિશ્વનઓ વ્યાક પ્રવાસ ખેળ્યો છે. વીજ ક્ષત્રીય સંશોધનો આધારિત તેમણે અને સંશોધન પત્રો લખ્યા છે. જેની દુનિયાભરની કોન્ફરન્સોએ નોંધ લીધી છે. તેમણે ભારતામાં વીજ ક્ષેત્રીય અનેક મુશ્કેલીઓ હલ કરી છે. આથી દેશમાં વધુને વધુ વિસ્તારોમાં વીજળી પહોંચી અને આ સાથે ઔધોગિક એકમો પણ સુદ્દ્ઢ બન્યા છે.
          તેમની આ શ્રેષ્ઠ કામગીરી ના કદર રૂપે મૈસૂર અને અન્નમલાઇ એમ બે યુનિવર્સિટીએ તેમને અલગ અલગ પી.એચ.ડી.ની ઉપાધીઓ અર્પણ કરી છે. તેમની સેવાઓને ભારત સરકાર પણ ભૂલી શકે એમ નથી. એટલે સરકારે તેમને ઇ.સ. ૧૯૫૬ ની ૨૬ મી જાન્યુઆરીએ પદ્મભૂષણ નો ખિતાબ આપી નવાજ્યા છે.

ફેબ્રુઆરી માસના મહત્વના દિવસ

માસ
તારીખ
મહત્વ
ફેબ્રુઆરી
કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ, તટરક્ષક દિન, જમનાદાસ બજાજ પુણ્ય તિથી

શ્રીલંકાનો રાષ્ટ્રીય દિવસ

જમ્મુ-કાશ્મીર દિન

૧૨
સર્વોદય દિન ઉત્પાદક દિન

૧૪
વેલેન્ટાઇન દિવસ

૨૧
વિશ્વ માતૃભાષા દિવસ

૨૨
કસ્તુરબા ગાંધી પુણ્ય તિથી

૨૪
કેન્દ્રીય ઉત્પાદક શુલ્ક દિવસ

૨૮
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ( ડૉ સી.વી.રામનનો જન્મ દિવસ )

૨૯
મોરારજી દેસાઇનો જન્મ દિવસ


Wednesday 30 January 2013

સામ પિત્રોડા


સામ પિત્રોડા
         ભારતમાં  ટેલિકોમ્યુનિકેશન (દૂર સંચાર) ક્ષેત્રની ઘણાં લાંબા સમયની મંદતા અને તેની સામે પડેલા અનેકવધ ટેકનિકલ રૂકાવટો ને ચપટીમાં દૂર કરી ગણત્રીના વર્ષોમાંજ સમગ્ર ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે અદભૂત ક્રાંતિ સર્જનાર સામપિત્રોડાનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ તાલુકામાં થયો હતો. તેઓ અક ખૂબ જ સામાન્ય કુટુંબમાં અને સત્યભાઇ સુથારના સામાન્ય નામ સાથે જન્મેલા. નાનપણથીજ તેઓ અભ્યાસમાં તેજસ્વી હતાં. અને તેમનામાં રહેલા વિજ્ઞાની જીવે તેમને ટેકનિકલ ક્ષેત્રમાં અસામન્ય શોધખોળ કરવા પ્રેર્યા.
          અમેરિકામાં તેમના જવાથી ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રના સંશોધનમાં અસામાન્ય વેગ આવ્યો. એમાં ધારી સફળતા મેળવી તેઓ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ થયા તે અગાઉ શામપિત્રોડા જેવું વિદેશી નામ રાખી ચુક્યા હતાં. ભારતના સદનસીબે ભારત સરકારના આમંત્રણને તેમણે અવીકાર્યુ અને ભારતમાં સેવા આપવાનો આ વિજ્ઞાનીએ નિર્ધાર કર્યો. સંદેશા વ્યવહારના મુખ્ય એકમોના અગ્રણી તરીકે અને ભારત સરકારના ટેકનોલોજી મિશનના સલાહકાર તરીકે તેમની નિમણુંક કરાઇ.
            ટૂંકા ગાળામાં તેમણે વિદેશ જોડે સીધો સંદેશા વ્યવહાર સંપર્ક, ઇલેકટ્રોનિક ટેલિફોન એકસચેન્જ,દેશ આખાને દૂરસંચાર નેટવર્કથી સાંકળવાની કામગીરી તેમજ સંદેશા વ્યવહારના માધ્યમો અને સાધનોને ઓપ્ટીકલ ફાયબરના ઉપયોગ વડે અત્યંત આધુનિક બનાવવાનું કામ કર્યુ.   
              લાંબા વાળ અને દાઢીધારીત એવા વિજ્ઞાની મિજાજના ચહેરાથી શોભતા માત્ર ૪૫ વર્ષના શામપિત્રોડાએ ટેલિફોનનાં પરંપરાગત  મોડેલની જગાએ પુશબટન ફોનનો,તેની જાતે જ ડાયલીંગ થાય તેવા ફોન અને મેમરીવાળા ફોન વપરાશમાં લેવાય તે માટે દૂરસંચાર વિભાગમાં ઘરમૂળથી ફેરફાર કર્યા છે.
તેમના આગમનબાદ ભારતમાં નવા કનેકશનો લોકોને ધાર્યા કરતાં વધુ ઝડપે મળી રહ્યા છે. 

૩૧ મી જાન્યુઆરી


સુરૈયા
             રૂપેરી પડદાની સિંગિગ સ્ટાર સુરૈયા ગાયન તથા અભિનયના સંસ્કાર લઇને જન્મી હતી. તે સાવ બાલિકા હતી ત્યારે નૌશાદે પ્રેમસાગર ફિલ્મમાં તેને પાશ્વગાયનમાં અવસર આપ્યો. પછી તો તાજમહેલ અને હમારી બાત ફિલ્મમાં પણ અભિનય કર્યો. ફિલ્મમાં તેમણે પોતાના ગીત પોતે જ ગાયા છે. સુપરહીટ ફિલ્મોમાં તેમણે ગાયેલી ગીતોની ત્યારે ધૂમ હતી. ફિલ્મ મિરઝા ગાલિબ માં તેણે મધુર કંઠે જે ગઝલો ગાઇ હતી., તે જ્યારે ફિલ્મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો તે સમારંભમાં તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુએ તેને શાબાશી આપતાં કહ્યું હતું કે લડકી, તુમને ગાલિબ કો ફિર સે ઝિંદા કર દિયા. સદાબહાર અભિનેતા દેવાનંદ સાથે તેની જોડી જામી હતી. કહેવાય છે કે બંને વચ્ચે પડદા ઉપર થયેલો પ્રેમ વાસ્તવિક જીવનમાં પણ પાંગર્યો હતો. પરંતુ બંને લગ્નગ્રંથીથી જોડાયા નહીં તે દુર્ભાગ્ય ગણાય. તા.૩૧-૦૧-૨૦૦૪ ના રોજ સુરૈયાએ જીવનલીલા સંકેલી લીધી. સુરૈયા એટલે સૂર સરોવરમાં સુહાની સફર કરાવનારી સંગીતની નમણી નૈયા.       

૩૦ મી જાન્યુઆરી


રંગભૂમિના ઉપાસક જયશંકર સુંદરી
              રંગભૂમિના ઉપાસક જયશંકરભાઇ ભુદરદાસ ભોજકનો જન્મ તા. ૩૦-૦૧-૧૮૯૮  નારોજ વિસનગર પાસેના ઊંઢાઇ નામના  ગામમાં થયો હતો. સંગીત અને કલાના સંસ્કારો એમને વારસામાં જ મળ્યા હતા.
                કલકત્તાની પારસી ઉર્દૂ નાટક મંડળી માં તેઓ જોડાયા. ત્યાં દાદાભાઇ થૂપી પાસેથી અભિનયની તાલીમ મેળવી.ત્યારબાદ મુંબઇ ગુજરાતી નાટક મંડળી માં જોડાયા. તેમણે સૌ પ્રથમ નાટક સૌભાગ્ય સુંદરી માં  કામ કર્યું અને તેમનું ભાગ્ય ઝળકી ઊઠ્યું.
            કૃષ્ણચરિત્ર માં રાધા તરીકે, નૂરજહાં માં નૂરજહાં તરીકે, કામલતામાં કામલતા તરીકે,’જુગલ-જુગારી નાટકમાં લલિતા તરીકે,’અજબકુમાર માં અજબકુમારી તરીકે અને દેવકન્યામાં દેવ કન્યા તરીકે વગેરે નાટકોમાં વિવિધ પ્રકારની સ્ત્રી ભૂમિકાઓ ભજવીને જયશંકરભાઇએ પ્રેક્ષકોનો અનહદ પ્રેમ પ્રાપ્ત કર્યો.
                ભારત સરકારે પણ તેમને પદ્મ વિભૂષણ એવોર્ડ દ્વ્રારા યોગ્ય સન્માન કર્યં હતું. તેમનું અવસાન તારીખ ૨૨-૦૧-૧૯૭૫ નારોજ થયું હતું.       

ડૉ. હોમી જહાંગીર ભાભા


ડૉ. હોમી જહાંગીર ભાભા
         હોમી જહાંગીર ભાભાનો જન્મ ઇ.સ. ૧૯૦૯ના ઓક્ટોબરની ૩૦ મી એ એક  સુખી સંસ્કારી પારસી કુટુંબમાં થયો હતો.તેમના પિતા જહાંગીર એચ.ભાભા ઓક્સફર્ડ વિશ્વવિધાલયના અનાતક હતા અને એક સફળ વકીલ હતા. હોમી ભાભા મુંબઇની કેથેડ્રલ અને જહોન કોનન શાળાના તેજસ્વી વિધાર્થી હતા. શાળાકીય અભ્યાસની સાથોસાથ તેમને કવિતા,સંગીત અને ચિત્રો દોરવામાં ખાસ રુચિ હતી.પિતાની ઇચ્છા તેમને ઇજનેર બનાવવાની હતી, અને તેમને પદાર્થ- વિજ્ઞાનનો અભ્યાસ કરવો હતો. પણ પ્રથમ પિતાની ઇચ્છા પૂરી કરવા તેઓ યાંત્રિક વિજ્ઞાનનો અભ્યાસ આરંભ્યો.
        અભ્યાસ પૂર્ણ કરી તેઓ પશ્ચિમના દેશોની વિજ્ઞાન-સફરે ગયા. ત્યાં તેમણે બાર વર્ષ સુધી પશ્ચિમના અનેક જાણીતા વિજ્ઞાનીઓ સાથે કામ કર્યુ. ઇ.સ. ૧૯૩૯માં તેઓ કેમ્બ્રીજથી રજાઓ ગાળવા ભારત આવ્યા અને વિશ્વ યુધ્ધ શરૂ થતાં પાછા  ફરવાનું માંડી વાળી બેંગ્લોરના ધ ઇન્ડિયન ઇન્સિટીટ્યૂટ ઓફ સાયન્સમાં કામ આરંભ્યું.
          અણુશક્તિનો માનવજાતિના લાભાર્થે  ઉપયોગ આ વિષય ઉપર સંશોધન કરવા તેમણે ધી તાતા ઇન્સિટીટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને પછીથી ધ એટમિક એનર્જી  એસ્ટાબ્લિશમેન નામની સંસ્થા અથપી. અને ગણતરીના સમયમાં જ તેમની ઇચ્છા મુજબ તેમાં આશાસ્પદ યુવાન વિજ્ઞાનીઓનો સમૂહ કામ કરતો થયો.
             ભારતે વિકાસ સાધવો હોય તો પુષ્કળ વિધુતશક્તિનું ઉત્પાદન કરવું જોઇએ. પણ એ માટે બીજા સાધનો પૂરતાં ન હોવાથી તેણે અણુશક્તિ પર આધાર રાખવો રહ્યો. આ વાત ઉતારી એમના આશીર્વાદ સાથે હોમી ભાભાએ સમગ્ર ભારતમાં અણુશક્તિનો કાર્યક્રમ હાથ ધર્યો.
                 વિધુત ઉત્પન્ન કરવા મટે દેશના જુદાજુદા ભાગોમાં અણુભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી. આજે પણ ગુજરાત અને મહારષ્ટ્ર તારાપોર ખાતે આવેલા અણુશક્તિ કેન્દ્રમાંથી વીજળી મેળવે છે.
                 તેઓ એવું દ્રઢપણે માનતા કે વિજ્ઞાનીઓના સારા કામને હંમેશા બિરદાવી પ્રોત્સાહન આપવું જોઇએ. હોમી ભાભા એક અચ્છા ચિત્રકાર પણ હતા. તેમની પાસે ચિત્રો દોરવા જેટલો સમય ના રહેતાં તેઓ ભારતના ચિત્રકારોનાં ચિત્રો ખરીદીને તેમને પ્રોત્સાહિત કરતા.
                  જ્યારે ભારતને  તેમની ખરેખર જરૂર હતી ત્યારે ઇ.સ. ૧૯૬૬ ના જાન્યુઆરીની ૨૩ મી એ તેઓ વિમાની અક્સ્માતમાં મૃત્યુ પામ્યા, જે શોચનીય છે.     

પંચાનન મહેશ્વરી


પંચાનન મહેશ્વરી
          પંચાનન મહેશ્વરીનો જન્મ ઇ.સ. ૧૯૦૪ ના નવેમ્બર માસની ૯મી તારીખે રજસ્થાનમાં જયપુર શહેરમાં થયો હતો.તેમના પિતાની ઇચ્છા તેમને શક્ય તેટ્લી શ્રેષ્ઠ  કેળવણી આપવાની હતી. અને તે માટે તેઓ વધુ કલાકો કામ કરીને વધુ નાણાં એકઠાં કરતાં. પંચાનન મહશ્વ્રરી પાછળ તેમણે ગજા ઉપરાંતનું ખર્ચ ચોપડીઓ વસાવવા અને ઘેર નાની પ્રયોગશાળા ઊભી કરવા માટે કર્યુ હતું. ઇ.સ. ૧૯૨૧ના જુલાઇ માસમાં પી. મહેશ્વ્રરી અલ્હાબાદની ઇર્વિન કિશ્ચયન  કોલેજમાં વિજ્ઞાનશાખામાં દાખલ થયા. ત્યનાં વડા વીનફિલ્ડ ડ્યુજોન અમેરિકન પાદરી હતા. તેઓ જાણીતા વનસ્પતિશાસ્ત્રી અને ભારતીય વનસ્પતિ મંડળના આધસ્થાપક હતા. પંચાનન  મહેશ્વ્રરી  તેમના પ્રિય વિધાર્થી હતા.
         એમ. એસ.સી. થયા બાદ તેમણે ડ્યુજોનના માર્ગદર્શન નીચે સંશોધનકાર્ય હાથ ધર્યુ. તેમણે વનસ્પતિ ગર્ભાધાનના પ્રયોગોમાં સારી સફળતા મેળવી. પણ વનસ્પતિશાસ્ત્રના અભ્યાસને વેગ મળ્યો. તેઓને સૌએ આધુનિક વનસ્પતિ ગર્ભાધાનશાસ્ત્રના પિતા તરીકે બિરદાવ્યા .તેમને કેટલાંક નવા છોડો પણ શિધી કાઢેલા. ઇ.સ. ૧૯૩૧માં તેમણે ડૉક્ટર ઓફ સાયન્સની પદવી મેળવી. અલ્હાબાદ છોદતાં અગાઉ તેઓ ડ્યુજોનનો આભાર માનવા ગયા, ત્યારે પૂછ્યું,’તમે મારા માટે ઘણું કામ કર્યુ છે; હું તમારા માટે શું કરું ?’ ડ્યુજોને જવાબ આપ્યો તમારા માટે મેં જે કર્યુ છે તે તમે તમારા વિધાર્થીઓ માટે કરજો’. અને અનેક કોલેજોમાં અધ્યાપક તરીકે કાર્ય કરી એ જવાબદારીને  નિભાવતાં તેમણે અનેક વિધાર્થીઓને વનસ્પતિશાસ્ત્રમાં રસ લેતા કર્યા. ઇ.સ. ૧૯૪૯ માં તેઓ દિલ્હી વિશ્વવિધાલયમાં વનસ્પતિ વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા તેમણે ૨૦૦ જેટલાં શોધપત્રો અને અનેક પુસ્તકો લખ્યાં છે.
          દેશ-વિદેશની અનેક વિજ્ઞાન અકાદમીના તેઓ સભ્ય હતા. ઇ.સ. ૧૯૫૧માં તેમણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ મોર્ફોલોજિસ્ટ નામની સંસ્થાની અથાપનાકરી અને હાયટો મોર્ફોલોજિપ જર્નલના આજીવન તંત્રી પદે રહ્યા. ઇ.સ. ૧૯૫૪માં પેરિસની આંતરરાષ્ટ્રીય વનસ્પતિ- વિજ્ઞાન સભાના તેઓ વિભાગીય અધ્યક્ષ રહ્યા હતા.
          વનસ્પતિશાસ્ત્રમાં અર્પેલા મહત્વના પ્રદાનને લઇને તેમને બીરબલ સહાની અને સુંદરલાલ વોરા મેમોરયલ સુવર્ણ ચંદ્રકો  મળ્યા હતા. ઇ.સ. ૧૯૬૫માં તેઓ રોયલ સોસાયટીમાં ફેલો તરીકે ચૂંટાયા. પછીના વર્ષે મે માસની ૧૮મી તારીખે તેમણે દેહત્યાગ કર્યો. 

Tuesday 29 January 2013

દરાશા નોશેરવાન વાડિયા


દરાશા નોશેરવાન વાડિયા
           શ્રી ડી. એન. વાડિયાનો જન્મ ગુજરાતમાં સૂરત શહેરમાં ઇ. સ. ૧૮૮૩ ના ઓક્ટોબર માસની ૨૫ મી તારીખે થયો હતો. તેમના વડવાઓ વહાણ બાંધવાનો ધંધો કરતા હતા. બાળપણમાં તેમને રંગાટી કામનો શોખ હતો. પણ તેમના ભાઇએ તેમને વિજ્ઞાન તરફ વાળ્યા.
           વડોદરાની કોલેજમાં જીવશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્ર સાથે એમ. એસસી (M.Sc.) નો અભ્યાસ પૂરો કરીને માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેઓ જમ્મુમાં પ્રિન્સ ઓફ વેલ્સ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં હિમાલયની તળેટીમાં રહેતાં તેમનો ભૂસ્તરશાસ્ત્ર પ્રત્યેનો રસ વધવા લાગ્યો. વેકેશનમાં તેમણે હિમાલયનાં ખનિજો,પથ્થરો અને અવશેષો પર સંશોધનાત્મક અભ્યાસ શરૂ કર્યો. એ તેમણે આજીવન નિભાવીને અનેક શોધપત્રો પ્રસિધ્ધ કર્યા.  
             હિમાલયના ભૂસ્તરશાસ્ત્રના ઊંડા અભ્યાસને લીધે તેઓ જગતભરમાં પ્રસિધ્ધ થયા.તેમણે આ ખડકોની રચના અને વિકાસ કેવી રીતે થયો તે અને રચનાની કેટલીક જટિલ બાબતો સમજાવી. આ ઉપરાંત પણ તેમણે અનેક સ્થળોએ આવો અભ્યાસ કરેલો. એમાંના કેટલાંક સ્થળો અત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં છે
              ખડકોમાં સચવાઇ રહેલા જીવાવશેષના અભ્યાસમાં તેમણે વિશેષ રસ હતો. શ્રીલંકામાં ભૂસ્તરશાસ્ત્રના અભ્યાસનો પાયો તેમણે નાંખ્યો હતો. વિધાર્થીઓને ભૂસ્તરશાસ્ત્રમાં રસ પડે એ હેતુસર તેમણે ધી જીયોલોજી ઓફ ઇન્ડિયા એન્ડ બર્મા નામનું પુસ્તક લખેલું. ભૂસ્તરશાસ્ત્રમાં કરેલા મહત્વનાં પ્રદાનને લઇને ભારત સરકારે તેમને પદ્મભૂષણ નો ઇલ્કાબ આપી નવાજેલા. આ ઉપરાંત તેમને બેક એવોર્ડ અને લાયેલ તથા મેઘનાદ શહા ચંદ્રકો પણ મળ્યા હતાં.
               ઇ.સ. ૧૯૫૭ માં તેઓ રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા ત્યારે ભૂસ્તરશાસ્ત્રમાં આવું માન મેળવનારા તેઓ પ્રથમ ભારતીય અને ગુજરાતી હતા. ઇ.સ. ૧૯૬૯માં તેમનું અવસાન થયું

ડૉ.એમ.એસ. કૃષ્ણન


ડૉ.એમ.એસ. કૃષ્ણન
            ડૉ. મહારાજાપૂરમ સીતારામ કૃષ્ણનનો જન્મ ઇ.સ. ૧૮૯૮ ના ઓગસ્ટની ૨૪મીએ મદ્રાસ ખાતે થયો હતો. તેઓ બાળપણથી જ તેજસ્વી અને ખંતીલા હતા. શાળા અભ્યાસ દરમ્યાન જ તેમણે ઝળહળતી સફળતાને લીધે અનેક શિષ્યવ્રુતિઓ મેળવી હતી.
             શાળા અભ્યાસ બાદ મદ્રાસ વિશ્વવિધાલયમાં પ્રથમ બી.એ. અને ત્યારબાદ એમ. એ. ની ઉપાધિ હાંસલ કરી. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં લંડન વિશ્વવિધાલયમાં વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસ માટે જોડાયા. ત્યાં તેમણે ભૂસ્તર – વિજ્ઞાનક્ષેત્રે  પીએચ. ડી. ની પદવી મેળવી અને સફળ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ભારત પાછા ફર્યા.
            ભારતમાં તેમની સેવાઓથી પ્રભાવિત થઇને સરકારે ભારતીય ભૂસ્તર મોજણી વિભાગમાં ભૂ-વિજ્ઞાની તરીકે નિમણૂંક કરી. ત્યાં તેઓએ ભૂસ્તર-મોજણી કરી ભૂગર્ભ રચનાઓનું એક સંગ્રહસ્થાન ઊભું કર્યું. આ રચનાઓ ક્યારે અને કઇ રીતે ઉદભવી હશે તેની મહત્વની કડી મેળવી. ક્યા અવશેષો કેટલા જૂના છે આ જાણકારીને લીધે ભૂસ્તરશાસ્ત્રમાં સમ્રુધ્ધ ઇતિહાસ રચાયો.
            ઇ.સ. ૧૯૫૧ થી ૧૯૫૫ સુધી તેઓ ભૂસ્તર-મોજણીના નિર્દેશક તરીકે રહ્યા અને ભારતના પેટાલમાં રહેલા ખનીજો અંગે વ્યાપક કાર્ય હાથ ધર્યુ.
           ઇ.સ. ૧૯૫૬માં તેઓ રાષ્ટ્રીય સાયન્સ કોંગ્રેસમાં ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા અને ભૂસ્તરશાસ્ત્રના સંશોધનને લૈને દુનિયાનો વ્યાપકપ્રવાસ કર્યો. આમ તેઓ એક અગ્રણી ભૂવિજ્ઞાનીતરીકે પ્રસસ્તિ પામ્યા.
            ભૂવિજ્ઞાન અને ખનીજઉધોગ પર તેમણે ૧૫૦ જેટલાં સંશોધનપેપર લખ્યાં. અને જીવનના અંત સુધી હૈદરાબાદ ખાતેની નેશનલ ફિઝિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નિયામક તરીકેનો હોદ્દો સંભાળ્યો.          

Monday 28 January 2013

ડૉ. વિક્રમ સારાભાઇ


ડૉ. વિક્રમ સારાભાઇ
              ગુજરાતનાં અગ્રણી ઉધોગપતિ અંબાલાલ સારાભાઇના  સુપુત્ર વિક્રમ સારભાઇનો જન્મ ઇ.સ. ૧૯૧૯માં ઓગસ્ટની ૧૨માએ અમદાવાદમાં થયો હતો વિક્રમ સારાભાઇની સ્મરણશક્તિ નાનપણથી જ ખૂબ તેજ હતી. નિયમિતતા, આજ્ઞાપાલન અને પરિશ્રમ જેવાં ગુણો તેમનામાં પ્રથમથી જ વિકસ્યા હતા. મુંબઇ  વિશ્વવિધાલયની બી. એસ.સી. ની પરીક્ષા પ્રથમ વર્ગ સથે પાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટે કેમ્બ્રીજ ગયા ત્યાં ઇ.સ. ૧૯૩૯માં તેમણે પ્રકૃતિવિજ્ઞાનમાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી.સ્વદેશ  પાછા  ફરીને તેઓ બેંગ્લોરનાં ઇંડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સમાં ડો. સી.વી.રામનનાં માર્ગદર્શન નીચે સંશોધનકાર્યમાં જોડાયા.ઇ.સ. ૧૯૪૫માં તેઓ ફરીથી કેમ્બ્રિજ ગયા અને પીએચ.ડી. ની પદવી મેળવી વિશ્વના અગ્રણી વિજ્ઞાનીઓમાં પોતાનું નામ અંકિત કરી દીધું.
          ભારત પાછા ફરી અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી.તેમને અંતરીક્ષ- કિરણો પોતાના શોધકાર્યનો મુખ્ય વિષય બનાવ્યો.
          ઇ.સ. ૧૯૬૧માં ભારત સરકારે અંતરિક્ષ-અભ્યાસનું કામ શરૂ કરવાનો નિશ્ચય કર્યો. આની જવાબદારી પરમાણું ઊર્જા આયોગ – એટ્મિક  એનર્જી કમિશનને સોંપવામાં આવી. આ માટે દક્ષિણ ભારતમાં ત્રિવેમ્દ્રમ નજીક થુમ્બા નામનું સ્થળ પસંદ કરાયું.ડૉ. વિક્રમ સારાભાઇએ પરમાણું ઊર્જા આયોગનું અધ્યક્ષપદ સંભાલીને થુમ્બા કેન્દ્રને સંપૂર્ણ તૈયાર કર્યુ. એ આજે વિશ્વના ગણતરીના અંતરિક્ષ અભ્યાસ કેન્દ્રોમાનું એક છે.આ ઉપરાંત અમદાવાદમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેન્ટર ની સ્થાપના કરી. જે સમગ્ર એશિયામાં આરીતનું બીજું કેન્દ્ર છે. ભારતમાં રોકેટ બનાવવાનું તેમણે શરૂ કર્યુ. અંતરિક્ષ વિજ્ઞાનથી ટેલિવિઝનની સુવિધા, પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી , મોસમની જણકારી મળે છે. ડૉ. વિક્રમ સારાભાઇ પરમાણું શક્તિના શાંતિમય ઉપયોગના હિમાયતી હતા. અનેક વિજ્ઞાન સંસ્થાઓના સદસ્ય તરીકે તેમણે હંમેશા વિશ્વશાંતિ વિજ્ઞાનના ઉપયોગનું સમર્થન કર્યું. અમદાવાદમાં તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંન્ટની સ્થાપના કરાવી, જે આજે પ્રબંધ-વિધા માટે ભારતનું ઉતમ શિક્ષાલય છે. શાંત અને મૃદુ સ્વભાવ ધરાવતા ડૉ.વિક્રમ સારભાઇ આજીવન સૌને પ્રિય રહ્યાં હતા. ઇ.સ. ૧૯૭૧ માં તેઓ રોકેટ પ્રયોગને લીધે થુમ્બા ગયા હતા, ત્યાં અચાનક જ તેમનું હદય બંધ પડી જવાથી મૃત્યુ થયું.આ મહાન વિજ્ઞાનીના વિજ્ઞાન સંશોધનની પદ્મવિભૂષણ ખિતાબ એનાયત કરેલો.             

દેવાલય મહાશાળાઓ


દેવાલય  મહાશાળાઓ
            બૌદ્ધ વિહારોની જેમ વૈદિક પરંપરાનાં મંદિરો ઉચ્ચ શિક્ષણનાં કેન્દ્રો બન્યા હોવાના પ્રમાણો  ૧૦ મા સૈકાથી મળે છે. પરંતુ આ પરિપાટી તેથી ઘણી વહેલી શરૂ થઇ હોવાનો સંભવ છે. ઇ.સ. આઠમી સદીના ઉત્તરાર્ધમાં આદિ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી હતી. આ મઠો પણ અધ્યયન તેમજ અધ્યાપનના કેન્દ્રો બન્યા હતા. અગિયારમાં સતકમાં દક્ષિણ ભારતમાં રાષ્ટ્રકૂટ, પાંડ્ય, ચૌલ વગેરે રાજાઓએ મંદિરો સાથે બંધાવેલા મંડપોમાં વૈદિક સાહિત્ય, વ્યાકરણ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવા દાનની પરંપરા આરંભી. શિલાલેખો અને તામ્રપત્રોના આધારે મંદિરોનું ક્રમશ: ઉચ્ચ શિક્ષણના કેન્દ્રોમાં રૂપાંતર થયું હોવાનું સમજાય છે. ઇ.સ. ૧૦૬૮ માં સિદ્ધેશ્વર મંદિરને રાજ્ય તરફથી દાન અપાયાનો શિલાલેખ મળ્યો છે.  ઇ.સ. ૧૦૭૨ માં ક્રિયાશક્તિ મંદિરમાં ૧૨ વ્યાખ્યાતા હોવાનો ઉલ્લેખ એક શિલાલેખમાં છે. આવી કેટલીક મંદિર મહાશાળઓનો પરિચય પ્રસ્તુત છે.
સલતોગી મંદિર મહાવિદ્યાલય- બિજાપુર જીલ્લાનું સલતોગી ગામ  ( ઇ.સ. ૧૦ મા અને ૧૧ મા શતકમાં ) વૈદિક પરંપરાનું પ્રસિદ્ધા વિદ્યાકેન્દ્ર હતું. અહીં, ત્રયીપુરુષના મંદિરના એક મોટા ખંડમાં સંસ્કૃત મહાવિદ્યાલય હતું. રાષ્ટ્રકૂટ રાજવી કૃષ્ણ ત્રીજાના  પ્રધાન નારાયણે આ મંદિર બંધાવેલું. દૂરદૂરથી વિદ્યાર્થીઓ આવતા.તેમને માટે ૨૭ આવાસો હતા. છાત્રાલયમાં દીવાબત્તીના ખર્ચ માટે ૧૨ નિવર્તન ( અંદાજે ૬૦ એકર જમીનની ઉપજ ) જમીન દાનમાં મળી હતી. વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભોજન આપવા ૫૦૦ નિવર્તનનું દાન મળેલું. ઓછામાંઓછા ૨૦૦ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે. મુખ્ય આચાર્યના વેતન માટે ૫૦ નિવર્તનનું દાના મળેલું. ગ્રામવાસીઓ પણ દરેક લગ્ન પ્રસંગે ૫ (પાંચ), ઉપનયન પ્રસંગે ૨.૫૦ અને બાબરી વખતે ૧૨૫ નિવર્તનનું દાન આપવાની પરિપાટી જળવતા. ઇ.સ. ૮૪૫ માં રાષ્ટ્રકૂટ રાજવીએ બંધાવેલ મંડપ તૂટી પડતાં એક ધનવાને ફરી બંધાવી  આપેલો.
તિરુમુક્કુદલ મંદિર મહાવિદ્યાલય- અગિયારમી  સદીમાં ચિંગલપુટ જીલ્લામાંવેંકેટેશ પેરૂમલ મંદિરમાં એક મહાવિદ્યાલય,એક છાત્રાલય અને એક દવાખાનું હતાં. આ મંદિરની સ્થાપના રાજા વીર રાજેન્દ્ર દેવ  ( ઇ.સ. ૧૦૬૨ ) ના દાન દ્વ્રારા થઇ હતી. નિ:શુલ્ક ભોજન-અહેઠાણની વ્યવસ્થા હતી. ઋગ્વેદ, યજુર્વેદ, વ્યાકરણ, પંચરાત્ર સંપ્રદાય, શૈવાગમ વિષયો માટે નિશ્વિત સંખ્યામાં પ્રવેશ અપાતો.સાત જગ્યાઓ વાનપ્રસ્થી અને  સંન્યાસીઓ માટે રખાઇ હતી. વિદ્યાર્થીઓને દર શનિવારે તૈલસ્નાનની પણ સગવડ મળતી હતી.
        વૈદિક શિક્ષકો ખંડ સમયના વ્યાખ્યાતા હોવાથી તેમને રોજના ત્રણ શેર ચોખા મળતા. વ્યાકરણના પૂરા સમયના વ્યાખ્યાતાને  રોજના આઠ શેર ચોખા આપવામાં આવતા. એણ્ણાયિરમ્ મંદિર કરતાં વેતન ઓછું હતું. સંસ્થાની આર્થિક સ્થિતી મુજબ વેતનો  રહેતાં તેવું સૂચન એમાંથી મળે છે. દવાખાનામાં એક ચિકિત્સક વૈધ, એક શૈલ્ય ચિકિત્સક (સર્જન) અને બે સહાયકો હતા.
તિરોવોર્રિયુર મંદિર મહા વિદ્યાલય-    તેરમા શતકમાં તિરુવોર્રિયુર ગામે એક મોટું વ્યાકરણ મહા વિદ્યાલય હતું. ( મદ્રાસ એપિગ્રાફિસ્ટનો રિપોર્ટ ) તેને વ્યાકરણ વ્યાખ્યાન મંડપ માટે મોટું દાન મળ્યાનો ઉલ્લેખ છે. એક દંતકાથા મુજબ અહીં ભગવાન શંકરે ચૌદ સુધી પ્રગટ થઇને પાણિનીને વ્યાકરણના પ્રથમ ૧૪ સૂત્ર શીખવ્યા હતાં.એને મહેશ્વર સૂત્રો કહે છે. એની સ્મૃતિમાં સ્થાનિક મહાજને  ૪૦૦ એકર જમીન દાનમાં આપીને મહાવિદ્યાલય શરૂ કર્યું હતું. તેમાં લગભગ ૪૫૦ વિદ્યાર્થી અને ૨૦-૨૫ અધ્યાપકો હતા. ૧૪ મા શતક સુધી તે ચાલું હતું.
મલ્કાપુરમ્ મંદિર મહાવિદ્યાલય-  ઇ.સ. ૧૨૬૮ નો મલ્કાપુરમ્ પાસેથી મળેલો  શિલાલેખ એક મંદિર,મહાવિદ્યાલય અને દવાખાનાના સંકુલનો ઉલ્લેખ કરે છે. લગભગ ૧૫૦ વિદ્યાર્થી અને આઠ અધ્યાપકો હતા. વેદ, આગમ, વ્યાકરણ, તર્ક, સાહિત્ય અને કેટલાક ધાર્મિકેતર વિષયો હતા. દવાખાના માટે એક વૈધ હતો. ભોજન, રહેઠાણ અને શિક્ષણ મફત હતું. અધ્યાપકને નિભાવ માટે જમીન ૧૦૦ નિષ્ક વેતન અપાતું હતું. આવાં બીજાં પણ મંદિર વિદ્યાલયો હતાં.     

૨૯ મી જાન્યુઆરી


   સર વિલિયમ રોધેન્સ્ટાઇન
          ભારતની કલા સંસ્કૃતિના સક્રિય પુરસ્કર્તા સર વિલિયમ રોધેન્સ્ટાઇનનો જન્મ ૨૯-૦૧-૧૮૭૨ ના રોજ ઇંગ્લેન્ડના એક ગામમાં થયો હતો.તેમણે આત્મ કથાનાત્મક ત્રણ સચિત્ર ગ્રંથો બહાર પાડ્યા છે. ઇંગ્લેન્ડની પાર્લામૅન્ટના હાઉસ ઓફ કોમન્સમાં જહાંગીરના દરબારમાં સર ટોમસ રો ની મુલાકાત એ સૌથી મોટું અને ભવ્ય ભીંત ચિત્ર સર વિલિયમનું કાયમી સંભારણું છે. તેમના શુભ પ્રયાસથી જ સ્વ. રવિન્દ્રનાથ ટાગોરનો ગીતાંજલી કાવ્યસંગ્રહ પહેલીવાર ઇન્ડીયા સોસાયટી માટે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને તેને જગ પ્રસિદ્ધ નોબલ પારિતોષિક પ્રાપ્ત થયુ હતું .  

श्री सर्वेश्वर दयाल सक्सेना


श्री सर्वेश्वर दयाल सक्सेना
         श्री सर्वेश्वर दयाल सक्सेना का जन्म 15 सितम्बर  1927 में उत्तर प्रदेश की बस्ती में हुआ था। उनकी शिक्षा एग्लो संस्कृत हाइस्कूल, बस्ती क्वीन्स कोलेज, वाराणसी एवं प्रयाग विश्वविधालय में हुइ थी।
      आजीविका के लिए अध्यापक, क्लर्क, आकाशवाणी के सहायक प्रोड्युसर,’दिनमान’ के उपसम्पादक और ‘पराग’ के सम्पादक भी रहे है। सक्सेनाजी ने साहित्यिक जीवनका आरंभ कविता से किया है। वे ‘प्रतीक’ और अन्य पत्र-पत्रिकाओ में लिखते रहे। इसके अतिरिक्त कला, साहित्य, संस्कृति और राजनीतिक गतिविधियो में सक्रिय हिस्सेदारी लेते रहे। अनेक भाषाओं में उनकी रचनाओं का अनुवाद भी होता रहा।  1972 में ‘सोवियेत लेखक संघ’ के निमंत्रण पर पुश्किन काव्य समारोह में सम्मिलित भी हुए थे। आपका आकस्मिक निधन दिल का दौरा पडने पर दिल्ली में 24 दिसम्बर, 1983 को हुआ था।
       सक्सेनाजी के व्यक्तित्व में व्यंग्य-विनोद की प्रधानता परिलक्षित होती है। वे अपने विशेष काव्य व्यक्तित्व के लिये जाने जाते है। कविवर सर्वेश्वर दयाल सक्सेना छायावादोत्तर नये दूसरी पीढी के कवियों में महत्वपूर्ण स्थान है। ‘तीसरा सप्तक’ मे6 संकलित हो एवं अज्ञेय जैसे समर्थ साहित्यकार का सहयोग मिलने से उन्हे जल्दी प्रसिध्धि प्राप्त हुइ। उन्हों ने अपनी कंइ महत्वपूर्ण काव्यकृतियों से छ्ठे दशक के बाद की हिन्दी कविता को समृद्ध बनाया है।
    उनके स्वभाव आदि के बारे में अज्ञेयजी ने ‘तृतीय सप्तक’ में लिखा है-
         “ स्वभाव न अच्छा, न बुरा, बाहर से गंभीर सौम्य पर भीतर वैसा नहीं। विपती, संधर्ष, निराशाओं से घनिष्ट परिचय के कारण जरुरत पडने पर खरी बात कह्ने में सबसे आगे। अपनो के बीच बेगानो-सा रहने की और बेगानो को अपना समझने की मोख्य आदत। काहिली, सुस्ती, सोचना अधिक करना कम, अपनी लीक पर चलना और किसी की भी परवाह न करना ये कुछ मुख्य दोष है- दूसरो की द्रष्टि में। आकांक्षा कुछ ऐसा करने की जिससे ये दुनिया बदल सके। पूंजी मन का असंतोष और मित्रो का सहयोग।“
कृतित्व
(क) काव्य कृतियां
1. काठ की घंटियां 2. बांस का फूल 3. एक सूनी नांव 4. कुआनो नदी 5. गर्म हवाए 6. जंगल का दर्द 7. खूटियों पर टांगे लोग 8. कविताए-1-2 9. कोइ मेरे साथ चले।
(ख) उपन्यास
1. उडे हुए रंग।
(ग) कहानी-संग्रह
1. अंधारे पर अंधारा  2.  कुत्तो का मसीहा।
          

श्री त्रिलोचन शास्त्री


श्री त्रिलोचन शास्त्री
        कविवर त्रिलोचन का जन्म भाद्र शुक्ल तृतीया सोमवार वि.स. 1974 तदनुसार 20 अगस्त, 1917 को कटघरा चिरानी पट्टी, लिला सुल्तानपुर (उतर प्रदेश ) में हुआ था। वे त्रिलोचन शास्त्री के नाम से प्रचलित है, परंतु इनका वास्तविक नाम था वासुदेवसिंह। इनके पिता का नाम श्री जगरदेवसिंह तथा माता का नाम मनबरता देवी था। इनकी पत्नी का नाम जयमूर्ति देवी था, जो कवि के जीते ही इस दुनिया से चल बसी थी।
       त्रिलोचन की शिक्षा दोस्तपुर गांव में आरंभ हुइ। वाराणसी से इन्होने ‘साहित्यरत्न’ डिग्री हासिल की। इन्होने एम.ए. ( पूर्वादर्ध) बी.एच.यू. (बनारस हिंदु विश्वविधालय) से अंग्रेजी साहित्य में किया था।            
        त्रिलोचन का समूचा जीवन विविधताओं से भरा हुआ है। उन्होने अपने बहोत से सर्जनात्मक कार्यो के द्वारा हिन्दी की साहित्यिक पत्रकारिका और काव्य को नै दिशा दी। 1930 से 1941 तक इन्होने बनारस से प्रकट होती मासिक पत्रिका ‘कहानी’ के सम्पादन-कार्य में महत्वपूर्ण साहित्यिक योगदान दिया। 1943 से 1946 तक प्रेमचन्दजी की प्रस्थापित ‘हंस’ नामक साहित्यिक-पत्रिका में भी सम्पादन-कार्य किया। 1946 से 1950 तक ये मासिक पत्र ‘चित्ररेखा’ तथा ‘ बृहद हिन्दी कोष ‘ के सहायक सम्पादक रहे।
इसके साथ इनकी साहित्यिक सफर ‘हिन्दी शब्द-सागर’ दनिक पत्र ‘जनवार्ता’ से भी जुडा रहा।
 त्रिलोचन द्रारा  किया गया बहुत सा कार्य उनके संघर्ष को प्रमाणित करता है। इन्होने कई  कोषो के सम्पादन-कार्य में सहयोग दिया। त्रिलोचन की प्रगति शील काव्यधारा के लिए बहुत-से सम्मान जनक पुरुस्कार भी प्राप्त हुए है।
         सन् 1981 में ‘ ताप में तापे हुए दिन ’  नामक काव्य कृति पर त्रिलोचन को ‘ साहित्य अकादमी पुरस्कार ‘ से सम्मानित किया गया था। 1983-84 में ‘गुलाब और बुलबुल’ पर उतर प्रदेश हिन्दी संस्थान द्रारा सम्मान पुरस्कार प्रदान किया गया था। 1989  में मध्य प्रदेश के पुरस्कार ‘मैथिलीशरण गुप्त सम्मान से सम्मानित किया गया था। 
कृतित्व
1. धरती-1945
2. गुलाब और बुलबुल( गजलो और रुबाइयो का संग्रह) -1946
3. दिगन्त ( सॉनेट-संग्रह) - 1947          
4. ताप के तापे हुए दिन-1980
5.शब्द-1980
6. उस जनपद का कवि हूं -1981
7. अरधान-1984
8. अमोला-1986
9. चैती-1987  

Sunday 27 January 2013

એન. પી. બેનાવરી


એન. પી. બેનાવરી

           ડૉ. એન. પી. બેનાવરી જન્મ ભારતના બિહાર રાજ્યમા ઇ.સ. ૧૯૧૭માં ૫મી જુલાઇના રોજ થયો છે. તેઓ પ્રારંભથી જ એક તેજસ્વી વિધાર્થી હતા. પોતાના વતનમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે અનેક માન-અકરામ સાથે પૂરું કરેલું.
           એ વખતે બિહારમાં ગરીબાઇ વધારે હતી. લોકોને પૂરતી આમદાની નહોતી મળતી.આથી તેઓ અપૂરતા પોષણને લઈને રોગથી પીસાતાં અને મૃત્યુ પામતાં. પોતાના વતનના લોકોની આ અવદશા જોઇને એન.પી બેનાવરીએ મનોમન તબીબ થવાનું વિચાર્યું. બિહારમાં કોઇ તબીબી   કોલેજ નહિ હોવાથી તેઓ લખનૌની કે.જી. મેડિકલ કોલેજમાં જોડાયા.
          ઇ.સ. ૧૯૩૪માં તેઓ પ્રથમ વર્ગ સાથે એમ.બી.બી.એસ. થયા અને તે જ કોલેજમાં અધ્યાપન કર્ય સ્વીકાર્યુ.તેમની અધ્યાપક તરીકે ઊંચી સેવાની ચોમેર નોંધ લેવાઇ.
         આથી તેમને ગ્વાલિયરની પ્રસિધ્ધ જી.આર.મેડિકલ કોલેજમાં એનેટોમી (શરીરશાસ્ત્ર) અને બાયોકેમેસ્ટ્રી (જીવન-રસાયણશાસ્ત્ર) વિભાગમાં જોડાવવાની તક મળી. પાછળથી પોતાની આગવી કાર્યપ્રતિભાને બળે તેઓ આ વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિયુક્ત કરાયા.        
            તેમણે જોયું કે મોટાભાગના રોગો અપૂરતા પોષણને લીધે થાય છે. શરીરને પડતો ઘસારો ના પૂરાય તો તે કેટલું ચાલે ? આ માટે ખરી દવા તો યોગ્ય ખોરાક જ છે જેના દ્ધ્રારા પૂરેપુરી શક્તિ મળે છે. તેમણે આના ઉપાય રૂપે વિટામિનો શોધ્યાં. આમ લોકોમાં તેની ઊણપ દૂર થતાં લોકો ઝડપથી સાજા થવા લાગ્યા અને તેઓ લાખોના હમદર્દી બન્યા.  

Saturday 26 January 2013

પ્રફુલ્લચંદ્ર રોય


પ્રફુલ્લચંદ્ર રોય
        પ્રફુલ્લચંદ્ર રોયનો જન્મ રારુલીકટિપુરા ગામે (હાલ બાંગ્લાદેશમાં) તા. ૨-૮-૧૮૬૧ ના રોજ એક શ્રીમંત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. જન્મથી જ તેમની તંદુરસ્તી નાજુક હતી, છતાં શિક્ષણ તેમણે કલકતાની હેયર શાળામાં લીધું હતું જ્યારે ઉચ્ચશિક્ષણ મેટ્રોપોલીટન કોલેજમાં લીધું હતું. આમ તો તેઓ સાહિત્યના ઉપાસક હતા. સંસ્કૃત, લેતિન, ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં તેમની નિપુણતા હતી. રાજનીતિ, અર્થશાસ્ત્ર અને ઇતિહાસમાંતેઓ ગહન જ્ઞાન ધરાવતા હતા. પણ એક દિવસ બેન્જામિન ફ્રેંક્લીન નામના વિજ્ઞાનીની આત્મકથા વાંચતાં તેઓ સાહિત્ય છોડી વિજ્ઞાન તરફ વળ્યા
.        ઇ.સ. ૧૮૮૨ માં ગિલક્રાઇસ્ટ શિષ્યવૃતિ મેળવી તેઓ ઇંગ્લેંડ ગયા અને ત્યાંના એડીનબર્ગ મહાવિધાલયની ‘ડૉક્ટર ઓફ સાયન્સ ની પદવી પામ્યા.ઇ.સ.૧૮૮૮ માં ભારત પાછા ફર્યા. કલકતાની પ્રેસિડંસી કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી. સાથોસાથ તેઓ રાસાયણિક સંશોધનોમાંપણ કાર્યરત રહ્યા. ઇ.સ. ૧૮૯૬ માં તેમણે મરક્યુરસ નાઇટ્રાઇટ નામના નવિન રસાયણની શોધ કરી.
          બેરોજગારોને રોજગારી પૂરી પાડવાની પ્રબળ ઇચ્છાને લઇને તેમણે બેંગાલ કેમિકલ વર્ક્સ નામનું કરખાનું નાખ્યું. રસાયણશાસ્ત્રનાં સંશોધનોમાં આગળ વધતાં તેમણે ઢોરનાં હડકામાંથી ફોસ્ફેટ ઓફ લાઇમના પાસાદાર સ્ફટીક મેળવ્યા.એ મજજાતંત્રના ઔષધ તરીકે ઉપયોગી પુરવાર થયેલ છે. અગાઉ પરદેશથી આયાત થતું આ ઔષધ ઘરઆંગણે ઘણું સસ્તું પડ્યું.
          મહાત્મા ગાંધીના મિત્ર એવા પ્રફુલ્લચંદ્ર રોય આજીવન અપરિણીત રહ્યા હત. તેઓ પોતાની જાત માટે સહેજ પણ બિનજૂરી ખર્ચ કરતા નહોતા. પરંતુ જરૂરિયાતવાળાં માણસોને તેમણે લાખો રૂપિયા આપ્યા હતા.
          કલકતા મહાવિધાલયને તેમણે વૈજ્ઞાનિક સંશોધન માતે હજારો રૂપિયાનું અનુદાન આપ્યું હતું. તેમણે લખેલા ગ્રંથ ભારતીયરસાયણશાસ્ત્ર નો ઇતિહાસ ને ખૂબ પ્રસિધ્ધિ મળી હતી.તેમની ઇચ્છા સ્વતંત્ર ભારતમાં ઉધોગો સ્થાપીને લોકોને રોજગારી પૂરી પાડી આર્થિક રીતે સધ્ધર બનાવવાની હતી. પણ ભારત સ્વતંત્ર થાય તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું.
            તા.૬-૭-૧૯૪૪ ના રોજ તેમનું મૃત્યુ થયું. ત્યારે આ મહાન દેશભક્ત અને રસાયણશાસ્ત્રના પિતા સમાન વિજ્ઞાનીને ગુમાવવાનું દુ:ખ સમગ્ર રાષ્ટ્રે અનુભવ્યું.  

૨૮ મી જાન્યુઆરી


લાલા લજપતરાય
         લાલ,બાલ અને પાલ ની પ્રખ્યાત ત્રિપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિત્વ અને નવયુવાનોના હ્રદયમાં આદરણીય સ્થાન ધરાવતા લાલા લજપતરાયનો જન્મ ૨૮-૦૧-૧૮૬૫ ના રોજ થયો હતો. મિડલ સ્કૂલની પરીક્ષા પાસ કરી, કૉલેજમાં શિષ્યવૃતિ પણ મેળવી અને વકીલાત શરૂ કરી પૂનામાં ફાટી નીકળેલા ભયંકર પ્લેગ સમયે, દુષ્કાળ વખતે અનાથને દુ:ખી ભાઇ-ભાંડુઓને સક્રિય મદદ કરવા માટે લાલાજીએ દિન રાત એક કરી ને આપણી સમક્ષ એક અનોખુ અને પ્રેરક દ્દ્ષ્ટાંત પૂરું પાડ્યું ઇંગ્લૅન્ડ જઇ ભારતની પરતંત્રતા ભારતવાસીઓના હક પર વ્યાખ્યાનો આપી લોકમત જાગૃત કર્યો. તેમણે પંજાબી મુખપત્ર દ્વ્રારા અંગ્રેજોના વલણો અંગે ઝાટકણી કાઢી. તેમણે ગોરીબાલ્ડી’, છત્રપતિ શિવાજી’,  શ્રધ્ધાનંદજી શ્રી કૃષ્ણ એમ કુલ ચાર પુસ્તકો લખ્યા. સાયમના કમિશનને બહિષ્કાર કરવા કાઢેલા સરઘસની આગેવાની લેવા બદલ અંગ્રેજ પોલીસોના આડેધડ મારથી ઇ.સ. ૧૯૨૮ માં અમર શહીદીને વર્યા. તેઓએ કહેલું: “મને મારેલીપ્રત્યેક લાઠીના ઘા બ્રિટિશ સામ્રાજ્યના કફનનો એક એક ખીલો પુરવાર થશે.” જે સાચે જ પડી. ભારતમાતાની સ્વાતંત્ર્ય વેદી પર પંજાબ કેસરીની  આ કુરબાનીને ભારતના નાગરિકો સદા યાદ  કરશે.   

૨૭ મી જાન્યુઆરી


દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી
              પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ  સૌરાષ્ટ્રનાસાગરકાંઠાના  ગામ ઘોઘામાં થયો હતો. મેટ્રિકની પરીક્ષા ઉતીર્ન થયા કે તુરંત જ ક્લાર્ક તરીકે નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાક રૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી, કૃષ્ણલાલે ઘેર ઘેર ફરીને પ્લેગના દરદીઓની સારવાર કરી. તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઇ પાર રહ્યો નહીં તેમની આ નિ: સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક  અર્પણ કરાયો.પોતાની કર્તવ્ય નિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્ય મુખ્ય દીવાન તરીકે પસંદ કર્યા. આ પ્રભાવશાળી પુરૂષે  ૨૭- ૦૧—૧૯૫૦ ના રોજ ચિર વિદાય લીધી.