Thursday 18 July 2013

૧૭ મી જુલાઇ

ઇન્દુલાલ યાજ્ઞિક

                    ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદના નાગર કુટુંબમાં ઇ. ૧૮૯૨માં થયેલો. બી.. એલએલ.બી. થઇ, વિદ્વાન મિત્રોનો સંપર્ક અને લાઇબ્રેરીના વાચને તેમને ઘણું વિચારભાથું આપ્યું. ભરૂચમાં બીજી કેળવણી પરિષદ યોજી એમાં રાષ્ટ્રીય કેળવણીની સંસ્થાનો વિચાર રજૂ કરીને સમિતિ સ્થપાવી તેમાંથી જ ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાનું બીજ રોપાયું. મુંબઇમાં શરૂ કરેલા યંગ ઇન્ડિયા’ અને નવજીવન અને સત્ય માસિકો ગાંધીજીને સોંપી દીધા. તેમણે લખેલા પુસ્તકો પુસ્તિકાઓની સંખ્યા ૪૦ જેટલી થવા જાય છે. રાજકીય ક્ષેત્રે ચાર વખત લોકસભામાં ચૂંટાયેલા ઇન્દુચાચાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં પાછું વળીને જોયું નથી. લાંબી માંદગીમાં સપડાઇને ઇન્દુચાચાનું તા. ૧૭-૦૭-૧૯૭૨ના રોજ અવસાન થયું.     

No comments: