Monday 8 July 2013

ડૉ.જે. જે. ચિનોય

ડૉ.જે. જે. ચિનોય
        વનસ્પતિશાસ્ત્ર વિજ્ઞાનની એક એવી શાખા છે કે જે આપણા અન્ન ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. વનસ્પતિશાસ્ત્રના ઉચ્ચ સંશોધનોએ વિવિધ  પ્રકારના પાક અને કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો છે. રોગમુક્ત અને દુષ્કાળમાં ઓછા પાણીમાં પણ વિકાસપામે તેવી. જાતની વનસ્પતિઓ વિકસાવવામાં ભારતના વનસ્પતિશાસ્ત્રી જે.જે.ચિનોયનું નામ મોખરે છે.
        ડૉ.જે.જે.ચિનોયનું આખું નામ જમશેદજી જીજભાઇ ચિનોય હતું. તેમનો જન્મ ઇ.. ૧૯૦૯ ના ફેબ્રુઆરીની ૧૮ મી તારીખે ગુજરાતના ભુજ ગામે થયો હતોતેઓએ મુંબઇ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી ઇ.. ૧૯૨૯ માં વનસ્પતિશાસ્ત્રમાં બી.એસ.સી. ની ડિગ્રી મેળવી હતી.

         ઉચ્ચ વર્ગમાં પ્રથમ નંબરે ગ્રેજ્યુએટ થયેલા જમશેદજીને સરકારી તેમજ મુંબઇ યુનિવર્સિટીની શિષ્યવૃતિઓની ફેલોશોપી મળેલી. તેજસ્વી હોવાને કારણી તેમને બ્રિટન  જઇ વધુ સંશોધનો કરવા માટે પણ શિષ્યવૃતિ મળી અને લંડન યુનિવર્સિટીમાં ઇમ્પીરિયલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. બ્રિટનમાં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ભારત આવ્યા અને ભારતની કેન્દ્રિય કપાસ કમિટિમાં વિજ્ઞાની તરીકે જોડાયા. .. ૧૯૪૧ માં તેઓ ભારતીય કૃષિ સંશાધન સંસ્થાનમાં વનસ્પતિશાસ્ત્રી તરીકે જોડાયા. તે દરમિયાન દેશ સ્વતંત્ર થયો  અને ડો.ચિનોયને દિલ્હી યુનિવર્સિટીમાં વનસ્પતિશાસ્ત્રના સંશાધક તરીકે નિમણૂંક મળી. લગભગ ૨૨ વર્ષ સુધી તેમણે આ પદ પર રહી સંશાધન કર્યા અને ઇ.. ૧૯૫૯ માં ગુજરાત યુનિવર્સિટીમાં વનસ્પતિ વિજ્ઞાનના અધ્યાપક તરીકે જોડાયા. અધ્યાપક તરીકેની  કારકિર્દી દરમિયાન ડૉ.ચિનોયે વનસ્પતિશાસ્ત્ર ક્ષેત્રે અસંખ્ય સંશોધન કર્યા. અને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી. બ્રિટન, હૉલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને સ્વીડન જેવા દેશોમાં જૈવિક સંશોધન ક્ષેત્રે અનેક મુલાકાતો લઇ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઇ.સ. ૧૯૭૪માં તેમને ભારતીય કૃષિસંશાધન કાઉન્સીલે શ્રી રફી એહમદ કિડવાઇ એવોર્ડ એનાયત કરેલો.
       ડૉ.ચિનોય પરિશ્રમી અને શિસ્તબદ્ધ વિજ્ઞાની હતા. સાદાઇ અને નમ્રતા તેમના ગુણ હતા. મૃદુ સ્વભાવના હોવાથી સાથીદારોમાં ખૂબ જ  પ્રિયથયેલાં.

       વનસ્પતિના દેહધર્મ વિષે એક ગ્રંથની રચના તેમણે કરેલી. વનસ્પતિશાસ્ત્રના એક આદર્શ અધ્યાપક તરીકે સેવાઓ આપ્યા બાદ ૧૯૭૮ ના માર્ચની ૧૨ તારીખે તેમનું નિધન થયું. 

No comments: