Sunday 14 July 2013

સુનિતા વિલિયમ્સ

                સુનિતા વિલિયમ્સ
   
     સુનિતા વિલિયમ્સનો જન્મ ઓહિયોના યુક્લિડ ખાતે થયો હતો અને તેમણે મેસાચ્યુસેટ્સના નીડહામ  ખાતે નીડહામ હાઇ સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને ૧૯૮૩ માં સ્નાતક થયા હતા.૧૯૮૭ માં તેમણે યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી  શારિરીક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સની  પદવી મેળવી હતી અને ૧૯૯૫ માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટ વિષય સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.
                  સુનીતા વિલિયમ એક સ્ત્રી અવકાશયાત્રી તરીકે અવકાશમાં સૌથી લાંબા સમય માટેની સફર (૩૨૨  દિવસ) કરવાનો વિક્રમ ધરાવે છે.  સુનીતાનાં માતા બોની પંડ્યા અને પિતા ડો. દિપક પંડ્યા  છે, તેઓ ફેલમાઉથ, મેસેચ્યુસેટ્સ યુ.એસ.એ.માં રહે છે.દિપક પંડ્યા વિખ્યાત ન્યૂરોએનાટોમિસ્ટ છે. તેમની માતા સ્લોવેનીઝ વંશના છે .સુનીતા વિલિયમ્સના પિતા ડૉ.દિપક પંડ્યાનું મૂળ વતન ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઝુલાસણ ગામ છે. વિલિયમ્સ માઇકલ સુનીતા વિલિયમ્સને પરણ્યા છે.
  વિલિયમ્સને ૧૯૮૭ માં યુએસ નેવલ અકાદમીમાંથી યુએસ નૌકાદળની કામગીરી સોંપવામાં આવી.૧૯૮૯ માં તેમને નૌકાદળના વૈમાનિક તરીકેનું પદ આપવામાં આવ્યું અને તેઓ ૧૯૯૩ માં નેવલ ટેસ્ટ પાઇલોટ સ્કૂલમાંથી સ્નાતક થયા.અભિયાન ૧૪ ના ફ્લાઇટ એન્જિનિયર અવકાશયાત્રી સુનિતા એલ. વિલિયમ્સે એક્સ્ટ્રા વેહીક્યૂલર પ્રવૃત્તિના અભિયાનના ત્રીજા આયોજિત સેશનમાં ભાગ લીધો.
   જૂન ૧૯૯૮ માં નાસા દ્વારા પસંદગી પામેલા વિલિયમ્સે ઓગસ્ટ ૧૯૯૮ માં તાલિમ લેવાની શરૂઆત કરી. અવકાશ ક્ષેત્રની વિદ્યાર્થી તરીકેની તેની તાલિમમાં વિષયની ઝીણવટભરી સમજ અને પ્રવાસ, સંખ્યાબંધ વૈજ્ઞાનિક અને તકનીકી સમજ, શટલ અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની પદ્ધતિઓના વિસ્તૃત આલેખનો, શારિરીક અને માનસિક તાલિમ અને ટી-38  ફ્લાઇટ તાલિમ માટેની તૈયારી તેમજ પાણી અને મુશ્કેલ સ્થિતીમાંથી પોતાની જાતને બચાવવાની તકનીકોનો સમાવેશ થાય છે. તેઓ સ્ત્રી તરીકે સૌથી વધુ અવકાશ પ્રવાસ કરીને કેથરિન થોર્ન્ટનના ત્રણ વાર અવકાશ પ્રવાસથી આગળ વધી ગયા હતા. પ્રથમ અભિયાન  પરત ફર્યા બાદ વિલિયમ્સે આઇએસએસ રોબોટિક વિભાગની રોબોટિક શાખા અને તેને સંબંધિત સ્પેશિયલ પર્પઝ ડેક્ષ્ટરોઝ મેનિપ્યુલેટર સાથે કાર્ય કરતા હતા. વિલિયમ્સે નાસા ની એસ્ટ્રોનોટ ઓફિસના ડેપ્યુટી વડા તરીકે સેવાઓ આપી હતી.
        ૨૦૦૧ માં તેમણે ટેક્નીશિયન ક્લાસ લાઇસન્સ એક્ઝામ પાસ કરી હતી. વિલિયમ્સ ૧૬ એપ્રિલ , ૨૦૦૭ ના  રોજ અવકાશ મથકની બોસ્ટન મેરેથોન દોડનારા પ્રથમ વ્યક્તિ બન્યા.વિલિયમ્સે એસટીએસ  -૧૧૬  અભિયાનના આઠમા દિવસે પ્રથમ વાર એક્સ્ટ્રા-વેહીક્યુલર એક્ટિવીટી  કરી આઇએસએસ થી માઇકલ લોપેઝ-એલેગ્રિયા  સાથે ત્રણ સ્પેસ વોક પૂર્ણ કર્યા. ત્રીજા સ્પેસવોક વખતે વિલિયમ્સ સ્ટેશનની બહાર છ કલાક અને ૪૦  મિનીટ રહ્યા અને નવ દિવસમાં ત્રણ સ્પેસ વોક પૂરા કર્યા.તેમણે ચાર સ્પેસ વોકમાં ૨૯  કલાક અને ૧૭  મિનીટ વીતાવ્યા અને એક સ્ત્રી દ્વારા સૌથી વધુ સ્પેસ વોકનો કેથરીન સી. થોર્નટનનો વિક્રમ વટાવ્યો. વિલિયમ્સે એસટીએસ ના મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી અને એસટીએસ-૧૧૭  મિશનના અંતે ૨૨   જૂન , ૨૦૦૭  એ તેઓ પૃથ્વી પર પાછા ફર્યા હતા.અવકાશયાન એટલાન્ટિસે પરોઢિયે ૩.૪૯ ઇડીટી એ કેલિફોર્નિયામાં એડવર્ડ એર ફોર્સ બેઇઝ ખાતે ઉતરાણ કર્યું હતું. અવકાશમાં ૧૯૫  દિવસના વિક્રમ રોકાણ બાદ વિલિયમ્સ ઘરેપાછા ફર્યા હતા.
         તેમને વિશ્વ ગુજરાત સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત થયો. ભારતીય નાગરિકત્વ નહીં ધરાવતી ભારતીય મૂળની વ્યક્તિ ને પ્રથમવાર આ એવોર્ડ એનાયત થયો..તેમને વિશ્વ ગુજરાત સોસાયટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવોર્ડ એનાયત થયો હતો . તારીખ ૨૫મી જુન,૨૦૧૨ના રોજ અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ભારતનો પ્રતિષ્ઠિત નાગરિક એવોર્ડ પદ્મ ભૂષણભારત સરકાર વતી કોન્સલ જનરલ એસ.એમ.ગવઈએ ઈન્ડીયન અમેરિકન સુનીતા વિલિયમ્સને એનાયત કર્યો.


No comments: